This GSEB Class 9 Science Notes Chapter 10 ગુરુત્વાકર્ષણ covers all the important topics and concepts as mentioned in the chapter.
ગુરુત્વાકર્ષણ Class 9 GSEB Notes
→ ગુરુત્વાકર્ષણ બળ (Gravitational Force) વિશ્વમાં દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થો એકબીજાને આકર્ષે છે. આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. ગુરુત્વાકર્ષણ બળ એ સાર્વત્રિક બળ છે.
→ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ (Universal Law of Gravitation): વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. બે પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે.
F = G\(\frac{m_{1} m_{2}}{d^{2}}\) એ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. Gને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. તેનો SI એકમ Nm2 kg-2 છે.
→ ગુરુત્વપ્રવેગ (Acceleration due to Gravity) પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વપ્રવેગ (g) કહે છે.
F = mg = G\(\frac{m M_{\mathrm{e}}}{d^{2}}\)
g = \(\frac{G M_{\mathrm{e}}}{d^{2}}\) (Me =પૃથ્વીનું દળ)
પૃથ્વીની સપાટી નજીક d=Re લેતાં, g = \(\frac{G M_{e}}{R_{e}^{2}}\)
ચંદ્રની સપાટી પરનો ગુરુત્વપ્રવેગ (gn) પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગ (ge) કરતાં લગભગ છઠ્ઠા ભાગનો છે.
→ મુક્ત પતન કરતા પદાર્થની ગતિનાં સમીકરણો (Equations of Motion for a Freely Falling Body):
- v = gt
- h = \(\frac{1}{2}\)gt
- V2 = 2gh
→ જમીન પરથી “પ જેટલા પ્રારંભિક વેગથી ઊર્ધ્વદિશામાં ફેકેલા પદાર્થની ગતિનાં સમીકરણો
- u = gt
- h = ut – \(\frac{1}{2}\)gt2
- u2 = 2gh
→ દળ અને વજન (Mass and weight):
- દળ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. પદાર્થનું દળ દરેક સ્થળે અચળ હોય છે.
- વજન પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. વજન = દળ × ગુરુત્વપ્રવેગ;
W =mg - પદાર્થનું વજન ગુરુત્વપ્રવેગ g પર આધાર રાખતું હોવાથી પદાર્થનું વજન જુદાં જુદાં સ્થળોએ જુદું જુદું હોય છે.
→ ધક્કો (Thrust) પદાર્થની સપાટી પર લંબરૂપે લાગતા બળને ધક્કો કહે છે. ધક્કો સદિશ રાશિ છે અને તેનો SI એકમ N છે.
→ દબાણ Pિressure) પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળદીઠ લંબરૂપે લાગતા બળને તે સપાટી પર લાગતું દબાણ કહે છે. દબાણ (P) = ધક્કો (F)/ક્ષેત્રફળ (A) દબાણ અદિશ રાશિ છે. દબાણનો SI એકમ newton/metre2 (N/m2 કે N m-2) છે. ફ્રેંચ વૈજ્ઞાનિક બ્લાઇઝ પાસ્કલની યાદમાં N m-2 એકમને pascal (Pa) પણ કહે છે.
→ આર્કિમિડિઝનો સિદ્ધાંત (Archimedes’ Principle):
- ઉપ્લાવકતા (Buoyancy) : પ્રવાહીના પદાર્થને ઉપર તરફ ધકેલાવાના ગુણધર્મને પ્રવાહીની ઉગ્લાવકતા કહે છે. પ્રવાહીમાં મૂકેલા પદાર્થ પર પ્રવાહી દ્વારા ઊર્ધ્વદિશામાં લાગતા બળને ઉપ્લાવક બળ (Buoyant force) કહે છે.
- આર્કિમિડિઝનો સિદ્ધાંત : જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું પ્રવાહીનું ઉપ્લાવક બળ તેણે વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે.
→ ઘનતા અને સાપેક્ષ ઘનતા (Density and Relative Density): પદાર્થના દળ અને તેના કદના ગુણોત્તરને પદાર્થની ઘનતા કહે છે.
ઘનતા = \(\frac{દળ (m)}{કદ (V)}\)
ઘનતાનો એકમ kg/m3 કે kg m-3 છે.
- પદાર્થની સાપેક્ષ ઘનતા એ પદાર્થની ઘનતાનો પાણીની ઘનતા સાથેનો ગુણોત્તર છે.
- પદાર્થની ઘનતા સાપેક્ષ ઘનતા = \(\frac{\text { પદર્થની ધનતા }}{\text { પાણીની ધનતા }}\)
- પાણીની ઘનતા સાપેક્ષ ઘનતા એ બે ઘનતાનો ગુણોત્તર હોવાથી તે એકમ – રહિત છે.