Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 1 સંખ્યા પરિચય Ex 1.1 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 1 સંખ્યા પરિચય Ex 1.1
પ્રશ્ન 1.
ખાલી જગ્યા પૂરોઃ
(a) 1 લાખ = દસ ………. હજાર
(b) 1 મિલિયન = ……… સો હજાર
(c) 1 કરોડ = ……. દસ લાખ
(d) 1 કરોડ = ……. મિલિયન
(e) 1 મિલિયન = ………. લાખ
ઉત્તરઃ
(a) 1 લાખ = દસ દસ હજાર
(b) 1 મિલિયન = દસ સો હજાર
(c) 1 કરોડ = દસ દસ લાખ
(d) 1 કરોડ = દસ મિલિયન
(e) 1 મિલિયન = દસ લાખ
પ્રશ્ન 2.
યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખોઃ
(a) તોતેર લાખ પંચોતેર હજાર ત્રણ સો સાત
(b) નવ કરોડ પાંચ લાખ એકતાળીસ
(c) સાત કરોડ બાવન લાખ એકવીસ હજાર ત્રણ સો બે
(d) અઠ્ઠાવન મિલિયન ચાર સો તેવીસ હજાર બસો બે
(e) તેવીસ લાખ ત્રીસ હજાર દસ
ઉત્તરઃ
(a) તોતેર લાખ પંચોતેર હજાર ત્રણ સો સાત = 73,75,307
(b) નવ કરોડ પાંચ લાખ એકતાળીસ = 9,05,00,041
(c) સાત કરોડ બાવન લાખ એકવીસ હજાર ત્રણ સો બે = 7,52,21,302
(d) અઠ્ઠાવન મિલિયન ચાર સો તેવીસ હજાર બસો બે = 58,423,202
(e) તેવીસ લાખ ત્રીસ હજાર દસ = 23,30,010.
પ્રશ્ન ૩.
અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યાલેખન પદ્ધતિમાં લખો:
(a) 87595762
(b) 8546283
(c) 99900046
(d) 98432701
જવાબ :
(a) 8,75,95,762 : આઠ કરોડ પંચોતેર લાખ પંચાણું હજાર સાત સો બાસઠ
(b) 85,46,283 : પંચાશી લાખ છેતાળીસ હજાર બસો ત્યાશી
(c) 9,99,00,046: નવ કરોડ નવ્વાણું લાખ છેતાળીસ
(d) 9,84,32,701 : નવ કરોડ ચોરાશી લાખ બત્રીસ હજાર સાત સો એક
પ્રશ્ન 4.
આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં લખો:
(a) 78921092
(b) 7452283
(c) 99985102
(d) 48049831
જવાબ:
(a) 78,921,092 : ઇકોતેર મિલિયન નવ સો એકવીસ હજાર બાણું
(b) 7,452,283 સાત મિલિયન ચાર સો બાવન હજાર બસો ત્યાશી
(c) 99,985,102: નવ્વાણું મિલિયન નવ સો પંચાશી હજાર એક સો બે
(d) 48,049,831 : અડતાળીસ મિલિયન ઓગણપચાસ હજાર આઠ સો એકત્રીસ