Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 1 સંખ્યા પરિચય Ex 1.2 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 1 સંખ્યા પરિચય Ex 1.2
પ્રશ્ન 1.
શાળામાં ચાર દિવસ માટે એક પુસ્તક-પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 27થા છે. તમામ ચાર દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો.
ઉત્તરઃ
ચાર દિવસોમાં પુસ્તક-પ્રદર્શનની કુલ કેટલી ટિકિટો વેચાઈ તે શોધવા ચારે દિવસોમાં વેચાયેલ ટિકિટોનો સરવાળો કરીશું.
ચાર દિવસમાં વેચાઈ ચાર દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા 7707 છે.
પ્રશ્ન 2.
શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેણે ટેસ્ટ મૅચોમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે. તે કુલ 10,000 રન પૂર્ણ કરવા ઇચ્છે છે. તેને હજી વધુ કેટલા રનની જરૂર છે?
ઉત્તરઃ
શેખરનું લક્ષ્ય 10,000 રન પૂર્ણ કરવાનું છે. અત્યાર સુધીમાં તેણે 6980 રન બનાવ્યા છે. હવે તેણે બનાવવાના રન શોધવા 10,000 રનમાંથી 6980 રન બાદ કરીશું.
શેખરને હજી વધુ 3020 રનની જરૂર છે.
પ્રશ્ન 3.
ચૂંટણીમાં, સફળ ઉમેદવારે 5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા હતા. સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી?
ઉત્તરઃ
ચૂંટણીમાં સફળ ઉમેદવારે કેટલા વધુ મત મેળવ્યા છે તે શોધવા સફળ ઉમેદવારે મેળવેલા મતમાંથી હરીફ ઉમેદવારે મેળવેલા મત બાદ કરીશું.
સફળ ઉમેદવારે 2,28,800 મતોની સરસાઈથી ચૂંટણી જીતી.
પ્રશ્ન 4.
કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાનાં પુસ્તકો વેચ્યાં અને મહિનાના બીજા સપ્તાહમાં 4,00,768 રૂપિયાનાં પુસ્તકો વેચ્યાં હતાં. બે સપ્તાહ મળીને કેટલું વેચાણ થયું? કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું?
ઉત્તરઃ
કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ અને બીજા સપ્તાહમાં વેચેલાં કુલ પુસ્તકો શોધવા બંને સપ્તાહમાં વેચાયેલાં પુસ્તકોનો સરવાળો કરીશું. વળી, આ બે સપ્તાહમાંથી કયા સપ્તાહમાં પુસ્તકોનું વેચાણ વધુ થયું છે તે શોધવા બંને સપ્તાહમાં વેચાયેલાં પુસ્તકોની બાદબાકી કરીશું.
જૂન મહિનાના બીજા સપ્તાહમાં પુસ્તકો વધુ વેચાયાં હોવાથી તેની વેચાણકિંમતમાંથી જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વેચાયેલાં પુસ્તકોની વેચાણકિંમત બાદ કરીશું.
- જૂન મહિનાના પ્રથમ અને બીજા સપ્તાહમાં થઈને કુલ 6,86,659 રૂપિયાનાં પુસ્તકો વેચાયાં.
- જૂન મહિનાના બીજા સપ્તાહમાં રૂ. 1,14,877નાં પુસ્તકોનું વેચાણ વધારે હતું.
પ્રશ્ન 5.
6, 2, 7, 3, 4, 3નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો.
ઉત્તરઃ
6, 2, 7, 4, 3 અંકો વડે બનતી સૌથી મોટી સંખ્યા 76,432 અને સૌથી નાની સંખ્યા 23,467 છે. આ બંને સંખ્યાઓનો તફાવત શોધવા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું.
સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત 52,965 છે.
પ્રશ્ન 6.
એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 ક્રૂનું ઉત્પાદન કરે છે, તો જાન્યુઆરી, 2006માં કેટલા સૂનું ઉત્પાદન થયું હશે?
ઉત્તરઃ
મશીન એક દિવસમાં સરેરાશ 2825 ક્રૂનું ઉત્પાદન છે. જાન્યુઆરી, 2006ના મહિનામાં એટલે કે, 31 દિવસમાં મશીને ઉત્પાદન કરેલ કુલ ઝૂ શોધવા 2825નો 31 વડે ગુણાકાર કરવો પડે.
જાન્યુઆરી, 2006માં કુલ 87,575 ઝૂનું ઉત્પાદન થયું હશે.
પ્રશ્ન 7.
એક વેપારી પાસે 78,592 હતા. તેમણે ર1200નો એક એવા 40 રેડિયો સેટ ખરીદવા ઑર્ડર આપ્યો. ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે?
ઉત્તરઃ
એક રેડિયો સેટની કિંમત = ₹ 1200 છે.
વેપારીએ કુલ 40 રેડિયો સેટ ખરીદ્યા છે.
∴ 40 રેડિયો સેટની ખરીદકિંમત = એક રેડિયો સે નો કિંમત × ખરીદેલા રેડિયો સેટ
= 1200 × 40 = 48,000
વેપારી પાસે કુલ ર78,592 છે.
∴ વેપારી પાસે બાકી રહેલી રકમ = કુલ રકમ – 40 રેડિયો સેટની કિંમત
= ₹ 78,592 – ₹ 48,000
= ₹ 30,592
વેપારી પાસે ખરીદી પછી 30,592 બાકી રહેશે.
પ્રશ્ન 8.
એક વિદ્યાર્થીએ 7236નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો. તેનો જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે?
[ઇશારો (Hint): શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર છે?]
ઉત્તરઃ
વિદ્યાર્થીએ 7236ને 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો. જવાબમાં વધારો = ખરેખર જવાબ – ખોટો જવાબ
વિદ્યાર્થીએ મેળવેલ જવાબ સાચા જવાબ કરતાં 65,124 વધારે છે. ટૂંકી રીતઃ વિદ્યાર્થીએ 56ને બદલે 65 વડે ગુણાકાર કર્યો એટલે કે 65 – 56 = 9 વડે વધારે ગુણાકાર કર્યો. એટલે 7236 × 9 જેટલો જવાબ વધારે આવ્યો.
7236 × 9 = 65,124 જેટલો જવાબ વધારે આવ્યો.
પ્રશ્ન 9.
એક શર્ટ સિવડાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જરૂરી છે. 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે? અને કેટલું કાપડ બચશે?
[ઈશારો (Hint) : માહિતી સેમીમાં ફેરવો.]
ઉત્તરઃ
એક શર્ટ સિવડાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જરૂરી છે.
એટલે કે, એક શર્ટ સિવડાવવા માટે (2 × 100 + 15) સેમી એટલે કે 215.
સેમી કાપડ જરૂરી છે. (∵ 1 મીટર = 100 સેમી)
40 મીટર કાપડ = (40 × 100) સેમી કાપડ = 4000 સેમી કાપડ
4000 સેમી કાપડમાંથી બનતા શર્ટ = 4000 ÷ 215
18 શર્ટ બનશે અને 1 મીટર 30 સેમી કાપડ બચશે.
પ્રશ્ન 10.
દવાઓ બૉક્સમાં ભરેલી છે. દરેક બૉક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે. 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલાં બૉક્સ ભરી શકાય?
ઉત્તરઃ
એક બૉક્સમાં ભરાતી દવાઓ = 4 કિલો 500 ગ્રામ
( 1 કિલો = 1000 ગ્રામ) = (4 × 1000) + 500 ગ્રામ
= 4500 ગ્રામ
વાન વધુમાં વધુ 800 કિલો વજન લઈ જઈ શકે છે.
800 કિલો = (800 × 1000) ગ્રામ = 8,00,000 ગ્રામ .
∴ વાનમાં લઈ જવાતાં દવાનાં બૉક્સ = \frac{800000}{4500} = \frac{1600}{9} = 177\frac{7}{9}
દવાનાં બૉક્સ પૂર્ણાંક સંખ્યામાં ધ્યાનમાં લેવાય. તેથી વાનમાં 177 બૉક્સ ભરી શકાય.
વાનમાં 177 બૉક્સ ભરી શકાય.
પ્રશ્ન 11.
શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિમી 875 મીટર છે. રોજિંદા તે આવતાં અને જતાં બંને વખત ચાલે છે. છ દિવસમાં તો તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો.
ઉત્તરઃ
શાળાથી ઘરનું અંતર = 1 કિમી 875 મીટર (∵ 1 કિમી = 1000 મીટર)
= (1 × 1000) + 875 મીટર = 1875 મીટર
ઘરથી શાળાએ અને શાળાથી ઘર સુધી જતાં-આવતાં ચલાતું અંતર
= (1875 × 2) મીટર = 3750 મીટર
છ દિવસમાં વિદ્યાર્થીએ આવરી લેવાયેલ કુલ અંતર = (3750 × 60) મીટર
= 22,500 મીટર = 22 કિમી 500 મીટર
વિદ્યાર્થીએ છ દિવસમાં કુલ 22 કિમી 500 મીટર અંતર આવરી લીધેલ છે.
પ્રશ્ન 12.
એક પાત્રમાં 4 કિગ્રા 500 ગ્રામ દહીં છે. તેમાંથી 25 ગ્રામની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય?
ઉત્તરઃ
પાત્રમાં ભરેલું દહીં = 4 કિગ્રા 500 ગ્રામ (∵ 1 કિગ્રા = 1000 ગ્રામ)
= (4 × 1000) + 500 ગ્રામ = 4500 ગ્રામ
આ દહીંમાંથી 25 ગ્રામનો એક એવા કપમાં દહીં ભરવાનું છે.
કુલ 180 કપ ભરી શકાય.
(નોંધઃ પાઠ્યપુસ્તકમાં એકમ લખવામાં ભૂલ છે.)