Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ Ex 14.3 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ Ex 14.3
પ્રશ્ન 1.
કોઈ પણ \(\overline{P Q}\) દોરો. \(\overline{P Q}\)ને માપ્યા સિવાય, \(\overline{P Q}\)ની નકલની રચના કરો.
ઉત્તરઃ
- જેની લંબાઈ જાણતા નથી તેવો \(\overline{P Q}\) દોરો.
- એક રેખા l દોરો. રેખા l પર બિંદુ A લો.
- પરિકરની અણી P બિંદુ ઉપર મૂકી \(\overline{P Q}\) જેટલું માપ લો.
- પરિકરની અણી A બિંદુ ઉપર મૂકી PQ જેટલા માપનો રેખા l ઉપર ચાપ દોરો. રેખા l ને ચાપ જ્યાં છેદે તે બિંદુને B કહો.
આમ, રેખા l પર AB એ PQની લંબાઈ જેટલો રેખાખંડ છે.
પ્રશ્ન 2.
કોઈ રેખાખંડ \(\overline{A B}\) આપેલો છે, જેની લંબાઈ તમે જાણતા નથી. જેની લંબાઈ \(\overline{A B}\)ની લંબાઈ કરતાં બમણી હોય તેવો રેખાખંડ \(\overline{P Q}\) રચો.
ઉત્તરઃ
- જેની લંબાઈ જાણતા નથી તેવો \(\overline{A B}\) આપેલો છે.
- એક રેખા l દોરો. તેના ઉપર એક બિંદુ P લો.
- પરિકરની અણી A ઉપર અને પેન્સિલની અણી B ઉપર મૂકો. આ માપ એ \(\overline{A B}\)ની લંબાઈ જેટલું છે.
- પરિકરની અણી બિંદુ P ઉપર મૂકી રેખા l ઉપર ચાપ દોરો. ચાપ રેખા lને જ્યાં છેદે તે બિંદુને C કહો.
- વળી, પરિકરનું માપ તેટલું જ રાખી પરિકરની અણી બિંદુ C ઉપર મૂકી રેખા l ઉપર બીજો ચાપ જમણી બાજુ દોરો. આ ચાપ રેખા l ને જ્યાં છેદે તે બિંદુને Q કહો.
આમ, \(\overline{P Q}\) એ એવો રેખાખંડ છે જેની લંબાઈ \(\overline{A B}\)ની લંબાઈ કરતાં બે ગણી છે.
અર્થત PQ = 2AB