Gujarat Board GSEB Solutions Class 6 Sanskrit Chapter 7 सुभाषितानि Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Gujarat Board Textbook Solutions Class 6 Sanskrit Chapter 7 सुभाषितानि
GSEB Solutions Class 6 Sanskrit सुभाषितानि Textbook Questions and Answers
सुभाषितानि સ્વાધ્યાય:
1. નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો :
कण्ठस्य, श्रोत्रस्य, भूषणैः, प्रयोजनम्, साधूनामेकरूपता।
उत्तर:
(ઉપરના શબ્દોનું સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ કરો.)
![]()
2. નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે ફરીથી લખો :
(1) भूषणम् ___________________
(2) कृष्णः ___________________
(3) सुखार्थिनः ___________________
(4) सर्वतीर्थमयी ___________________
(5) क्रियायाम् ___________________
उत्तर:
(આ શબ્દો તમારી નોટબુકમાં લખો.)
3. નીચે આપેલાં જોડકાં પાઠના આધારે યોગ્ય રીતે જોડો :
| ‘अ’ | ‘ब’ |
| 1. हस्तस्य भूषणम् | a. कृष्णः |
| 2. काकः | b. वाचः |
| 3. यथा चित्तं तथा | c. दानम् |
| 4. श्रोत्रस्य भूषणम् | d. विद्याम् |
| 5. सुखार्थी त्यजेत् | e. कङ्कणम् |
| f. शास्त्रम् |
उत्तर :
| ‘अ’ | ‘ब’ |
| (१) हस्तस्य भूषणम् | c. दानम् |
| (२) काकः | a. कृष्णः |
| (३) यथा चित्तं तथा | b. वाचः |
| (४) श्रोत्रस्य भूषणम् | f. शास्त्रम् |
| (५) सुखार्थी त्यजेत् | d. विद्याम् |
![]()
4. નીચે આપેલ વિધાનો સામે પાઠના આધારે આપેલ ખાનામાં (✓) અથવા (✗) ની નિશાની કરો :
(1) माला कण्ठस्य भूषणम्।
(2) बकः कृष्णः हंसः कृष्णः।
(3) विद्यार्थी त्यजेत् सुखम्।
(4) सर्वतीर्थमयी माता।
(5) यथा चितं तथा वाचः।
उत्तर :
(१) माला कण्ठस्य भूषणम्। [ ✗ ]
(२) बकः कृष्णः हंसः कृष्णः। [ ✗ ]
(३) विद्यार्थी सुखं त्यजेत्। [ ✓ ]
(४) सर्वतीर्थमयी माता। [ ✓ ]
(५) यथा चित्तं तथा वाचः। [ ✓ ]
5. સુભાષિતોનું શુદ્ધ ઉચ્ચાર સાથે પઠન અને ગાન કરો.
6. તમારા શિક્ષક બોલે તે પદો સાંભળીને શુદ્ધ અને સુંદર અક્ષરે લખો.
7. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ પદો બનાવો, બોલો અને લખો :
ઉદાહરણ : हस्तः – हस्तस्य
(1) कण्ठः –
(2) श्रोत्रम् –
(3) पादः –
(4) मुखम् –
(5) नेत्रम् –
उत्तर :
(१) कण्ठः – कण्ठस्य
(२) श्रोत्रम् – श्रोत्रस्य
(३) पादः – पादस्य
(४) मुखम् – मुखस्य
(५) नेत्रम् – नेत्रस्य
![]()
8. કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
(१) विद्यार्थी ………………………….. त्यजेत्। (सुखम्, कष्टम्)
उत्तर:
विद्यार्थी सुखम् त्यजेत्।
(२) सुखार्थी ………………………….. त्यजेत्। (धनम्, पुस्तकम्)
उत्तर:
सुखार्थी पुस्तकम् त्यजेत्।
(३) क्रियाशीलः ………………………….. त्यजेत्। (निद्राम्, कार्यम्)
उत्तर:
क्रियाशीलः निद्राम् त्यजेत्।
(४) सज्जनः ………………………….. त्यजेत्। (क्रोधम्, दयाम्)
उत्तर:
सज्जनः क्रोधम् त्यजेत्।
(५) मित्रं ………………………….. त्यजेत्। (घृणाम्, स्नेहम्)
उत्तर:
मित्रं घृणाम् त्यजेत्।
9. નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્યો બનાવો અને લખો : (अन्नम्, मनः, बीजम्, फलम्, राजा, प्रजा)
ઉદાહરણ : यथा चित्तं तथा वाचः।
(1) यथा _________ तथा _________।
(2) यथा _________ तथा _________।
(3) यथा _________ तथा _________।
उत्तर:
(१) यथा अन्नम् तथा मनः।
(२) यथा राजा तथा प्रजा।
(३) यथा बीजम् तथा फलम्।
![]()
सुभाषितानि સ્થાનિક સામગ્રી
- પાઠમાં આપેલા સુભાષિતોના અર્થ સાથે બંધબેસતી કહેવતો, રૂઢિપ્રયોગો કે સુભાષિતો તમારા વિસ્તારમાં બોલાતાં હોય તે એકત્રિત કરો અને લખો. જેમ કે…
સત્ય પરથી – સાચને આંચ નહિ.
આચાર પરથી – સવાર : પ્રથમ ધર્મ: - પુસ્તકાલયમાં જઈને ‘રત્નમાલા ભાગ 1થી 3’ કે સુભાષિતને લગતાં અન્ય પુસ્તકોમાંથી પાંચ સુભાષિત શોધીને લખો.
- તમને ગમતા કોઈ એક પક્ષીનું ચિત્ર દોરો અને રંગ પૂરો.
Sanskrit Digest Std 6 GSEB सुभाषितानि Important Questions and Answers
सुभाषितानि વિશેષ પ્રશ્નોત્તર
1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો:
પ્રશ્ન 1.
कण्ठस्य आभरणं किम?
उत्तर:
कण्ठस्य आभरणं सत्यम्।
પ્રશ્ન 2.
वसन्तसमये कोकिलः किं करोति?
उत्तर:
वसन्तसमये कोकिलः मधुरं कूजति।
પ્રશ્ન 3.
सज्जनानां कस्मिन् विषये एकरूपता वर्तते?
उत्तर:
सज्जनानां मनसि, वचसि, कार्ये च एकरूपता वर्तते।
પ્રશ્ન 4.
विद्यार्थी किं त्यजेत् ?
उत्तर:
विद्यार्थी सुखं त्यजेत्।
પ્રશ્ન 5.
कोकिलस्य कीदृशः वर्णः?
उत्तर:
कोकिलस्य वर्णः कृष्णः।
![]()
પ્રશ્ન 6.
माता कीदृशी, पिता च कीदृशः?
उत्तर:
माता सर्वतीर्थमयी, पिता च सर्वदेवमयः अस्ति।
2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:
પ્રશ્ન 1.
હાથ, ગળા અને કાનનાં સાચાં આભૂષણો ક્યાં છે?
ઉત્તરઃ
હાથનું આભૂષણ દાન આપવું, ગળાનું આભૂષણ સત્ય બોલવું અને કાનનું આભૂષણ જ્ઞાન એટલે કે શાસ્ત્રોનો ઉપદેશ સાંભળવો તે છે.
પ્રશ્ન 2.
કાગડા અને કોયલની વાત દ્વારા શું સમજાય છે?
ઉત્તરઃ
કાગડા અને કોયલની વાત દ્વારા સર્જન અને દુર્જન વચ્ચેનો તફાવત સમજાય છે.
પ્રશ્ન 3.
સજ્જનો દુર્જનોથી કઈ રીતે જુદાં પડે છે?
ઉત્તરઃ
સજ્જનોમાં મન, વચન અને કર્મની એકરૂપતા જોવા મળે છે. જ્યારે દુર્જનોનાં મન, વચન અને કાર્યમાં એકરૂપતા હોતી નથી. આમ સજ્જનો દુર્જનોથી જુદાં પડે છે.
પ્રશ્ન 4.
કવિએ પિતાને કેવા કહ્યાં છે?
ઉત્તર :
કવિએ પિતાને સર્વ દેવો સ્વરૂપ કહ્યાં છે.
![]()
પ્રશ્ન 5.
સાચો વિદ્યાર્થી કેવો હોય છે?
ઉત્તરઃ
સાચો વિદ્યાર્થી સુખોને ત્યજે છે અને દુઃખ સહન કરીને પણ વિદ્યા મેળવવાના પ્રયત્નો કરે છે.
3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
હાથનું સાચું ઘરેણું શું છે?
A. કંગન
B. સોનાનું કડું
C. દાન
D. હીરાની વીંટી
उत्तर:
C. દાન
પ્રશ્ન 2.
शास्त्रं कस्य भूषणम् अस्ति?
A. हस्तस्य
B. श्रोत्रस्य
C. कण्ठस्य
D. घ्राणस्य
उत्तर:
B. श्रोत्रस्य
![]()
પ્રશ્ન 3.
सत्यं कस्य भूषणम् अस्ति?
A. हस्तस्य
B. श्रोत्रस्य
C. कण्ठस्य
D. मुखस्य
उत्तर:
C. कण्ठस्य
પ્રશ્ન 4.
काकस्य वर्णः कीदृशः?
A. श्वेतः
B. हरितः
C. कपोतः
D. कृष्णः
उत्तर:
D. कृष्णः
પ્રશ્ન 5.
કાગડા અને કોયલનો ભેદ ક્યારે સમજાય છે?
A. શિયાળામાં
B. વસંતઋતુમાં
C. ચોમાસામાં
D. પાનખર ઋતુમાં
उत्तर:
B. વસંતઋતુમાં
![]()
પ્રશ્ન 6.
સન્દુરુષો કઈ ત્રણ બાબતોમાં એકરૂપ (સમાન) હોય છે?
A. આંખ, કાન અને નાકમાં
B. હાથ, પગ અને પેટમાં
C. મન, વચન અને કર્મમાં
D. શીલ, સહિષ્ણુતા અને સાધુતામાં
उत्तर:
C. મન, વચન અને કર્મમાં
પ્રશ્ન 7.
सर्वतीर्थमयी
A. पिता
B. माता
C. आचार्य
D. अतिथि
उत्तर:
B. माता
પ્રશ્ન 8.
यथा चित्तं तथा …………………………।
A. फलम्
B. वाचः
C. प्रजा
D. मनः
उत्तर:
B. वाचः
![]()
પ્રશ્ન 9.
विद्यार्थी ………………………… त्यजेत्।
A. हिंसा
B. दया
C. विद्या
D. सुखम्
उत्तर:
D. सुखम्
પ્રશ્ન 10.
‘कृति’ શબ્દનો શો અર્થ છે?
A. કૂતરો
B. ક્યાંથી
C. ક્યાં
D. ક્યારે
उत्तर:
B. ક્યાંથી
પ્રશ્ન 11.
‘श्रोत्रम्’ શબ્દનો શો અર્થ છે?
A. વિદ્વાન માણસ
B. સાંભળવું
C. કાન
D સાંભળનાર
उत्तर:
C. કાન
પ્રશ્ન 12.
सुखार्थी किं त्यजेत्?
A. सुखम्
B. बलम्
C. विद्याम्
D. वाचम्
उत्तर:
C. विद्याम्
![]()
4. असमाथी योग्य श०६ ५संह री पाली ४२या पूरी :
- ………………………………… किं प्रयोजनम्। (भूषणैः, कर्मैः)
- को भेद …………………………………। (मयूरपिकयोः, काकपिकयोः)
- चित्ते वाण्यां क्रियायां च ………………………………… एकरूपता। (साधूनाम्, जनानाम्)
- ………………………………… तस्मात् सर्वयत्नेन पूजयेत्। (मातामहं पितामहं, मातरं पितरं)
- क्रियाशीलः ………………………………… त्यजेत्। (निद्राम्, कार्यम्)
- सर्वदेवमयः ………………………………… अस्ति। (माता, पिता)
उत्तर:
- भूषणैः किं प्रयोजनम्।
- को भेद काकपिकयोः।
- चित्ते वाण्यां क्रियायां च साधूनाम् एकरूपता।
- मातरं पितरं तस्मात् सर्वयत्नेन पूजयेत्।
- क्रियाशीलः निद्राम् त्यजेत्।
- सर्वदेवमयः पिता अस्ति।
5. નીચેના વિધાનોમાંથી સાચાં વિધાનો સામે ની અને ખોટાં વિધાનો સામે ની નિશાની કરો ?
- असत्यं कण्ठस्य भूषणम्।
- काकः कृष्णः पिकः कृष्णः।
- यथा वाचः तथा फलम्।
- सुखार्थी त्यजेत् विद्याम्।
- माता सघi तीर्थोनु स्व३५ छे.
- भन तेवी पी (डोय छ).
उत्तर:
- असत्यं कण्ठस्य भूषणम्। [ ✗ ]
- काकः कृष्णः पिकः कृष्णः। [ ✓ ]
- यथा वाचः तथा फलम्। [ ✗ ]
- सुखार्थी त्यजेत् विद्याम्। [ ✓ ]
- माता सघi तीर्थोनु स्व३५ छे. [ ✓ ]
- भन तेवी पी (डोय छ). [ ✓ ]
![]()
6. નીચેના સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
- हस्तः –
- श्रोत्रम् –
- माता –
- भूषणम् –
- शास्त्रम्
- पिकः –
- काकः –
- पिता –
उत्तर:
- हस्तः – करः
- श्रोत्रम् – कर्णः
- माता – अम्बा, जननी
- भूषणम् – आभूषणम्, अलङ्कारः
- शास्त्रम् – ज्ञानम्, विद्या
- पिकः – कोकिलः, परभृतः
- काकः – वायसः
- पिता – तातः, जनकः
7. નીચેના શ્લોકો પૂર્ણ કરો:
- हस्तस्य भूषणं ……………………….. प्रयोजनम्।।
- काकः कृष्णः ……………………….. पिकः।।
- सुखार्थी त्यजेत् ……………………….. सुखम्।
उत्तर:
- हस्तस्य भूषणं दानं सत्यं कण्ठस्य भूषणम्।
श्रोत्रस्य भूषणं शास्त्रं भूषणैः किं प्रयोजनम्।। - काकः कृष्णः पिकः कृष्णः को भेद काकपिकयोः।
वसन्तसमये प्राप्ते काकः काकः पिकः पिकः।। - सुखार्थी त्यजेत् विद्यां विद्यार्थी त्यजेत् सुखम्।
सुखार्थिनः कुतो विद्या कुतो विद्यार्थिनः सुखम्।।
![]()
8. નીચેના સુભાષિતનો અનુવાદ કરી તેને સમજાવોઃ
सर्वतीर्थमयी माता सर्वदेवमयः पिता।
मातरं पितरं तस्मात् सर्वयत्नेन पूजयेत्।।
उत्तर:
અનુવાદઃ માતા સઘળાં તીર્થોનું સ્વરૂપ છે; પિતા સર્વ દેવોનું સ્વરૂપ છે. તેથી પૂરા પ્રયત્નથી માતાપિતા પ્રત્યે પૂજ્યભાવ રાખવો જોઈએ.
સમજૂતીઃ આપણને જન્મ આપનાર માતા અને પિતાને પ્રસ્તુત સુભાષિતમાં સાક્ષાત્ દેવસ્વરૂપ કહ્યાં છે. માતા અને પિતા પોતાના સંતાનના સુખ ખાતર સઘળાં દુઃખોને સહન કરી લે છે. પોતે તડકો વેઠીને પુત્ર કે પુત્રીને છાંયડો આપે છે.
પોતે ભૂખ્યા રહીને સંતાનોને જમાડે છે અને તેમને મોટાં કરે છે, ઉછેરે છે. આવા માતાપિતાના આપણી પર અનેક ઉપકારો હોય છે. તેથી તેમને ઈશ્વર સ્વરૂપ માનીને હંમેશાં તેમનો સર્વ પ્રકારે આદર – સત્કાર કરવો જોઈએ.
ઘરડાં થયેલાં માતા – પિતાની સેવા કરવી જોઈએ અને સંતાન તરીકે તેમને હૂંફ આપી, પૂજ્યભાવ રાખી તેમની સેવા કરવી જોઈએ.
આપણાં માતા – પિતા રબર સમાન છે અને બાળકો પેન્સિલ જેવા છે. માતાપિતા બાળકોની ભૂલ સુધારી તેમને માફ કરવા સદા તૈયાર જ હોય છે. તેઓ પોતાનાં સંતાનોને મદદ કરતાં કરતાં ઘરડાં અને અશક્ત બની જાય છે.
આ સમયે તેઓને સંતાનોની ખૂબ જરૂર હોય છે. તેથી આપણે તેમની સેવા કરવા હંમેશાં તૈયાર રહેવું જોઈએ. તેમને વૃદ્ધાશ્રમો કે ઘરડાંઘરમાં ન મૂકતાં પોતાની સાથે જ ઘરમાં રાખીને તેમને પ્રેમ કરવો જોઈએ, તેમની દરેક રીતે સંભાળ રાખવી જોઈએ. આ જ ખરેખર સાચી ભારતીય સંસ્કૃતિ છે.
सुभाषितानि Summary in Gujarati
સુભાષિતને ધરતી પરનું “રત્ન’ કહેવામાં આવ્યું છે, કારણ કે નાનકડું એવું સુભાષિત વિચારોની ખાણ હોય છે; તે જીવનમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. આ પાઠમાં આવાં પાંચ સુભાષિતો આપવામાં આવ્યાં છે :
- દાન, સત્ય અને જ્ઞાન ક્રમશઃ હાથ, કંઠ અને કાનનાં સાચાં આભૂષણો છે.
- કાગડા અને કોયલના ઉદાહરણ દ્વારા દુર્જન અને સજ્જનનો ભેદ દર્શાવ્યો છે.
- મન, વચન અને કર્મમાં પુરુષો એકરૂપ હોય છે.
- માતાપિતા તીર્થરૂપ છે.
- વિદ્યાની ઇચ્છા રાખનારે સુખનો અને સુખની ઇચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ.
![]()
અન્વય, શબ્દાર્થ અને અનુવાદ
1. અન્વયઃ हस्तस्य भूषणम् दानम् (अस्ति), कण्ठस्य भूषणम् सत्यम् (अस्ति), श्रोत्रस्य भूषणम् शास्त्रम् (अस्ति)। (अन्यैः) भूषणैः किम् प्रयोजनम् (अस्ति)?

શબ્દાર્થ :

અનુવાદઃ હાથનું ઘરેણું દાન છે; ગળાનું ઘરેણું સત્ય છે; કાનનું ઘરેણું જ્ઞાન છે. તો પછી (બીજા) ઘરેણાંની શી જરૂર છે?
2. અવય : काकः कृष्णः (अस्ति), पिकः कृष्णः (अस्ति)। पिककाकयोः कः भेदः (अस्ति)? वसन्तसमये प्राप्ते काकः काकः पिकः पिकः।

શબ્દાર્થ :

અનુવાદઃ કાગડો કાળો છે, કોયલ કાળી છે; કોયલ અને કાગડામાં શો તફાવત છે? જ્યારે વસંતઋતુનો સમય આવે છે ત્યારે કાગડો એ કાગડો છે અને કોયલ એ કોયલ છે!
![]()
3. અન્વય : यथा चित्तम् तथा वाचः, यथा वाचः तथा क्रियाः (सन्ति)। चित्ते वाण्यां क्रियायाम् च साधूनाम् एकरूपता (अस्ति)।

શબ્દાર્થ :

અનુવાદઃ જેવું મન તેવી વાણી અને જેવી વાણી તેવું કાર્ય, મન, વચન અને કાર્ય(કર્મ)માં સજ્જનો એકરૂપ (સમાન) હોય છે.
4. અન્વય : माता सर्वतीर्थमयी (अस्ति), पिता सर्वदेवमयः (अस्ति)। तस्मात् मातरम् पितरम् (च) सर्वयत्नेन पूजयेत्।

શબ્દાર્થ :

અનુવાદઃ માતા સઘળાં તીર્થોનું સ્વરૂપ છે; પિતા સર્વ દેવોનું સ્વરૂપ છે. તેથી સર્વ પ્રકારે (પૂરા પ્રયત્નથી) માતાપિતા પ્રત્યે પૂજ્યભાવ રાખવો જોઈએ.
![]()
5. અન્વય : सुखार्थी चेत् विद्याम् त्यजेत्। विद्यार्थी चेत् सुखम् त्यजेत्। सुखार्थिनः विद्या कुतः? विद्यार्थिनः सुखम् कुतः?
શબ્દાર્થ :

અનુવાદઃ સુખની ઇચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને વિદ્યાની ઇચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ. સુખની ઇચ્છાવાળાને વિદ્યા ક્યાંથી હોય? અને વિદ્યાની ઇચ્છાવાળાને સુખ ક્યાંથી હોય?