Gujarat Board GSEB Textbook Solutions Class 6 Social Science Chapter 16 સ્થાનિક સરકાર Textbook Exercise, and Answers.
સ્થાનિક સરકાર Class 6 GSEB Solutions Social Science Chapter 16
GSEB Class 6 Social Science સ્થાનિક સરકાર Textbook Questions and Answers
1. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:
1. આપણે પંચાયતીરાજનું ………………………… સ્તરનું માળખું કે સ્વીકારેલ છે.
ઉત્તરઃ
ત્રણ
2. ગ્રામપંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી ……………………………. ની નિમણૂક કરવામાં આવે છે.
ઉત્તરઃ
તલાટી-કમ-મંત્રી
૩. તાલુકાના વહીવટી વડાને …………………………….. કહે છે.
ઉત્તરઃ
તાલુકા વિકાસ અધિકારી (T.D.O.)
4. સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર ………………………………. પંચાયત છે.
ઉત્તરઃ
જિલ્લા
5. ગ્રામપંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું …………………………………. વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે.
ઉત્તરઃ
બે
2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે?
ઉત્તરઃ
મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે.
પ્રશ્ન 2.
જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે?
ઉત્તરઃ
જિલ્લાના વહીવટી વડા કલેક્ટર હોય છે.
પ્રશ્ન 3.
મહાનગરપાલિકાના વહીવટી વડા કોને ગણવામાં આવે છે?
ઉત્તરઃ
મ્યુનિસિપલ કમિશનરને મહાનગરપાલિકાના વહીવટી વડા ગણવામાં આવે છે.
પ્રશ્ન 4.
મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે?
ઉત્તર:
મહાનગરપાલિકામાં 50 % મહિલા અનામત સભ્યો હોય છે.
પ્રશ્ન 5.
મેયર પોતાના હોદ્દા પર કેટલી મુદત માટે રહી શકે છે?
ઉત્તરઃ
મેયર પોતાના હોદ્દા પર અઢી વર્ષ માટે રહી શકે છે.
3. નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ-ચાર વાક્યોમાં આપોઃ
પ્રશ્ન 1.
ગ્રામપંચાયતનાં કાર્યો જણાવો.
ઉત્તરઃ
ગ્રામપંચાયતનાં કાર્યો આ પ્રમાણે છેઃ
- ગામના દરેક ઘરને નંબર આપવા.
- ઘરવપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી.
- ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા.
- ગામના રસ્તાઓની સફાઈ કરાવવી તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી.
- જાહેર મિલકતોની જાળવણી કરવી.
- ગામમાં આરોગ્યવિષયક સગવડો ઊભી કરવી તેમજ તેની જાળવણી કરવી.
- ગામમાં દીવાબત્તી(લાઇટ)ની વ્યવસ્થા કરવી.
- ગામમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ઊભી કરવી તેમજ એ શિક્ષણ માટે જનજાગૃતિ અને ફેલાવો કરવો.
- ગ્રામવિકાસનું આયોજન કરવું.
- ગામનાં ખેતરોના પાકોની સંભાળ રાખવી તેમજ ગૌચરની જાળવણી કરવી.
- જમીન-દફતરની જાળવણી કરવી.
- જન્મ-મરણનું રજિસ્ટર રાખવું અને તેમાં નોંધ કરવી.
પ્રશ્ન 2.
સ્થાનિક સરકાર એટલે શું? સમજાવો.
ઉત્તર:
સ્થાનિક કક્ષાએ લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. એ પ્રતિનિધિઓ તે સંસ્થાનો વહીવટ કરે છે. તેને “સ્થાનિક સ્વરાજ્ય’ કહેવામાં આવે છે. આ પ્રકારની સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય છે. ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે.
પ્રશ્ન 3.
તલાટી-કમ-મંત્રી કયાં કયાં કાર્યો કરે છે?
ઉત્તરઃ
તલાટી-કમ-મંત્રી આ કાર્યો કરે છે
- તે ગ્રામપંચાયતનો વહીવટ કરે છે.
- તે કરવેરાની વસૂલાત કરે છે.
- તે ગ્રામપંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે.
- તે ગ્રામપંચાયતનાં સૂચનોનો અમલ કરે છે.
4. ટૂંક નોંધ લખોઃ
પ્રશ્ન 1.
મહાનગરપાલિકાનાં કાર્યો વિગતે લખો.
ઉત્તર:
મહાનગરપાલિકાનાં મુખ્ય કાર્યો નીચે પ્રમાણે રે છેઃ
- જાહેર સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી કરવી.
- શહેરના લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવું.
- ગંદા પાણીના તેમજ વરસાદના પાણીના નિકાલ માટે ગટરયોજનાની વ્યવસ્થા કરવી.
- શહેરમાં સાફસફાઈ કરાવવી તેમજ ગંદા કચરાનો નિકાલ કરવો.
- પાકા રસ્તાઓ તૈયાર કરાવવા, સમરાવવા અને તેમને સ્વચ્છ રાખવા.
- શહેરના રસ્તાઓ : પર દીવાબત્તી(સ્ટ્રીટ લાઇટ)ની વ્યવસ્થા કરવી.
- પ્રાથમિક શિક્ષણનો પ્રબંધ કરવો.
- આગ બુઝાવવા માટેનું તંત્ર (ફાયર બ્રિગેડ) ઊભું કરવું.
- જન્મ-મરણ તેમજ લગ્નની નોંધ રાખવી.
- ખાદ્યસામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી.
- જાહેર દવાખાનાં, ઇસ્પિતાલો, પુસ્તકાલય, ક્રીડાંગણો, બાગબગીચા વગેરે બાંધવાં અને તેમનું સંચાલન કરવું.
પ્રશ્ન 2.
સામાજિક ન્યાય સમિતિ
ઉત્તર :
સામાજિક ન્યાયસમિતિ). સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાથ્ય તેમજ સામાજિક . અને આર્થિક સગવડો મળે એવી યોજનાઓ બનાવવા અને તેનો અમલ કરવા સામાજિક ન્યાયસમિતિની રચના કરવામાં . આવે છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે. પંચાયતીરાજના ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાત છે. આ સમિતિનું કાર્ય સમાજના નબળા વર્ગના લોકોને ન્યાય આપવાનું છે.
પ્રશ્ન 3.
પંચાયતીરાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા
ઉત્તર:
- કલેક્ટર સમગ્ર જિલ્લાના વહીવટી વડા છે.
- તે જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની પણ કામગીરી બજાવે છે.
- તે જિલ્લા સ્તરે બધા વિભાગોનાં કામોનું સંકલન અને સંચાલન કરે છે.
- તે સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ તરીકે કામ કરે છે.
- તે ગ્રામપંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરે ખરેખર, પંચાયતીરાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા ખૂબ છે.
- તે ગ્રામપંચાયતની અનામત બેઠકોની ફાળવણી કરે છે. રે મહત્ત્વની છે.
- અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદો અનામત રાખવાનો નિર્ણય કલેક્ટર કરે છે.