GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.5

Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.5 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.5

પ્રશ્ન 1.
m\(\angle \mathbf{Q}\) = 90°, QR = 8 સેમી અને PR = 10 સેમી હોય તેવો કાટકોણ ∆PQR રચો.
જવાબઃ
GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.5 1
રચનાના મુદ્દા:

  1. 8 સેમી લંબાઈનો રેખાખંડ QR દોરો.
  2. \(\overrightarrow{\mathrm{QR}}\)ના Q બિંદુએ લંબ \(\overrightarrow{\mathrm{QX}}\) રચો. જેથી m\(\angle \mathrm{XQR}\) = 90° થાય.
  3. R કેન્દ્ર લઈ 10 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે \(\overrightarrow{\mathrm{QX}}\)ને P બિંદુમાં છેદે.
  4. રેખાખંડ PR દોરો.
    આમ, ∆PQR એ માગ્યા મુજબનો ત્રિકોણ છે.

GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.5

પ્રશ્ન 2.
એવો કાટકોણ ત્રિકોણ રચો કે જેના કર્ણની લંબાઈ 6 સેમી અને એક બાજુની લંબાઈ 4 સેમી હોય.
જવાબઃ
GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.5 2
રચનાના મુદ્દા:

  1. 4 સેમી લંબાઈનો રેખાખંડ BC દોરો.
  2. \(\overline{\mathrm{BC}}\)ના B બિંદુએ લંબ \(\overrightarrow{\mathrm{BX}}\) રચો. જેથી m\(\angle \mathrm{XBC}\) = 90° થાય.
  3. C કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે \(\overrightarrow{\mathrm{BX}}\)ન A બિંદુમાં છે.
  4. રેખાખંડ AC દોરો.
    આમ, ∆ABC એ માગ્યા મુજબનો ત્રિકોણ છે.

GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.5

પ્રશ્ન 3.
સમઢિબાજુ કાટકોણ ત્રિકોણ ABC રચો, જેમાં m\(\angle \mathbf{ACB}\) = 90° અને AC = 6 સેમી છે.
જવાબઃ
GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.5 3
રચનાના મુદ્દા:

  1. 6 સેમી લંબાઈનો રેખાખંડ AC દોરો.
  2. \(\overline{\mathrm{AC}}\)ના C બિંદુએ લંબ \(\overrightarrow{\mathrm{CX}}\) રચો. જેથી m\(\angle \mathrm{XCA}\) = 90° થાય.
  3. C કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યા લઈ ચાપ દોરો જે \(\overrightarrow{\mathrm{CX}}\)ને Bમાં છે.
  4. રેખાખંડ BA દોરો.
    આમ, ∆ABC એ માગ્યા મુજબનો ત્રિકોણ છે.

Leave a Comment

Your email address will not be published.