Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 3 માહિતીનું નિયમન Ex 3.2 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 3 માહિતીનું નિયમન Ex 3.2
1. ગણિતની એક પરીક્ષામાં (25 ગુણમાંથી) 15 વિદ્યાર્થીઓના ગુણ નીચે દર્શાવેલ છેઃ
19, 25, 23, 20, 9, 20, 15, 10, 5, 16, 25, 20, 24, 12, 20
આ માહિતીના બહુલક અને મધ્યસ્થ શોધો. આ બંને સમાન છે?
ઉત્તરઃ
માહિતીમાં આપેલા ગુણને ચડતા ક્રમમાં ગોઠવીએ :
5, 9, 10, 12, 15, 16, 19, 20, 20, 20, 20, 23, 24, 25, 25
આ માહિતીમાં પ્રાપ્તાંક 20 સૌથી વધુ વખત (ચાર વખત) છે.
∴ માહિતીનો બહુલક 20 ગુણ છે.
માહિતીમાં બરાબર વચ્ચે આવેલો પ્રાપ્તાંક 20 ગુણ છે.
∴ માહિતીનો મધ્યસ્થ 20 ગુણ હા,
અહીં આપેલી માહિતીમાં બહુલક અને મધ્યસ્થ સરખા છે.
2. એક ક્રિકેટ મૅચમાં 11 ખેલાડીઓએ બનાવેલ રન નીચે પ્રમાણે છે:
6, 15, 120, 50, 100, 80, 10, 15, 8, 10, 15
આ માહિતીના મધ્યક, બહુલક અને મધ્યસ્થ શોધો.
આ ત્રણેય સમાન છે?
ઉત્તરઃ
માહિતીના પ્રાપ્તાંકો ચડતા ક્રમમાં: 6, 8, 10, 10, 15, 15, 15, 50, 80, 100, 120
(i)
(ii) પ્રાપ્તાંક 15 સૌથી વધુ વખત આવે છે. (ત્રણ વખત)
∴ માહિતીનો બહુલક = 15 રન
(iii) બરાબર વચ્ચે આવેલો પ્રાપ્તાંક 15 છે.
∴ માહિતીનો મધ્યસ્થ = 15 રન
ના, અહીં માહિતીમાં મધ્યક, બહુલક અને મધ્યસ્થની કિંમતો સમાન નથી. અહીં માત્ર બહુલક અને મધ્યસ્થની કિંમતો સમાન છે.
3. એક વર્ગના 15 વિદ્યાર્થીઓનું વજન (કિગ્રામાં) નીચે મુજબ છે :
38, 42, 35, 37, 45, 50, 32, 43, 43, 40, 36, 38, 43, 38, 47
(i) આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો.
(ii) શું એકથી વધુ બહુલક છે?
ઉત્તરઃ
માહિતીના પ્રાપ્તાંકો ચડતા ક્રમમાં :
32, 35, 36, 37, 38, 38, 38, 40, 42, 43, 43, 43, 45, 47, 50
(i) માહિતીમાં પ્રાપ્તાંક 38 (ત્રણ વખત) અને પ્રાપ્તાંક 43 (ત્રણ વખત) આવે છે.
∴ માહિતીનો બહુલક 38 કિગ્રા અને 48 કિગ્રા છે.
માહિતીમાં બરાબર વચ્ચે આવેલો પ્રાપ્તાંક 40 છે.
∴ માહિતીનો મધ્યસ્થ 40 કિગ્રા
(ii) હા, આ માહિતીમાં બે (એકથી વધુ) બહુલક છે.
4. નીચેની માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધોઃ
13, 16, 12, 14, 19, 12, 14, 13, 14
ઉત્તરઃ
આપેલી માહિતીના પ્રાપ્તાંકો ચડતા ક્રમમાં:
12, 12, 13, 13, 14, 14, 14, 16, 19
માહિતીમાં સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક 14 (ત્રણ વખત) છે.
∴ માહિતીનો બહુલક 14 છે.
વળી માહિતીમાં બરાબર વચ્ચે આવેલો પ્રાપ્તાંક 14 છે.
∴ માહિતીનો મધ્યસ્થ 14 છે.
5. નીચેના વિધાનો સાચાં છે કે ખોટાં તે કહોઃ
(i) બહુલક એ હંમેશાં માહિતીમાંની સંખ્યા હોય છે.
(ii) સરાસરી એ માહિતીમાંની એક સંખ્યા હોય છે.
(iii) મધ્યસ્થ એ હંમેશાં માહિતીમાંની એક સંખ્યા હોય છે.
(iv) માહિતી 6, 4, 5, 8, 9, 12, 13, 9ની સરાસરી 9 છે.
ઉત્તરઃ
(i) સાચું (ii) ખોટું (iii) ખોટું (iv) ખોટું; અહીં સરાસરી 8 છે.