Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 8 રાશિઓની તુલના Ex 8.1 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 8 રાશિઓની તુલના Ex 8.1
1. નીચેનાનો ગુણોત્તર શોધોઃ
(a) ₹ 5નો 50 પૈસા સાથે
(b) 15 કિગ્રાનો 210 ગ્રામ સાથે
(c) 9 મીનો 27 સેમી સાથે
(d) 30 દિવસનો 36 કલાક સાથે
ઉત્તરઃ
(a) ₹ 5નો 50 પૈસા સાથે
₹ 5 = 5 × 100 પૈસા = 500 પૈસા
(b) 15 કિગ્રાનો 210 ગ્રામ સાથે
15 કિગ્રા = 15 × 1000 ગ્રામ = 15,000 ગ્રામ
(c) 9 મીનો 27 સેમી સાથે
9 મી = 9 × 100 સેમી = 900 સેમી
(d) 30 દિવસનો 36 કલાક સાથે
30 દિવસ = 30 × 24 કલાક = 720 કલાક
2. એક કપ્યુટર લેબમાં 6 વિદ્યાર્થીઓ દીઠ ૩ કપ્યુટર છે, તો 24 વિદ્યાર્થીઓ માટે કેટલાં કયૂટર જોઈશે?
ઉત્તરઃ
પહેલી રીતઃ
6 વિદ્યાર્થીઓ માટે જરૂરી કયૂટર = 3
∴ 1 વિદ્યાર્થી માટે જરૂરી કમ્યુટર = \(\frac {3}{6}\) = \(\frac {1}{2}\)
હવે, 24 વિદ્યાર્થી માટે જરૂરી કમ્યુટર = 24 × \(\frac {1}{2}\) = 12
24 વિદ્યાર્થીઓ માટે 12 કમ્યુટર જોઈએ.
બીજી રીતઃ
ધારો કે 24 વિદ્યાર્થીઓ માટે x કમ્યુટર જરૂરી છે.
∴ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર = કમ્યુટરની સંખ્યાનો ગુણોત્તર
∴ 6 : 24 = 3 : x
∴ \(\frac {6}{24}\) = \(\frac{3}{x}\)
6 × x = 3 × 24
x = \(\frac{3 \times 24}{6}\)
∴ x = 12
આમ, 24 વિદ્યાર્થીઓ માટે 12 કપ્યુટર જોઈએ.
3. રાજસ્થાનની વસ્તી = 570 લાખ અને ઉત્તર પ્રદેશની વસ્તી = 1660 લાખ.
રાજસ્થાનનું ક્ષેત્રફળ = 3 લાખ કિમી2 અને ઉત્તર પ્રદેશનું ક્ષેત્રફળ = 2 લાખ કિમી2.
(i) આ બંને રાજ્યોમાં પ્રતિ કિમી2 કેટલી વ્યક્તિઓ છે?
(ii) કયા રાજ્યમાં વસ્તી ઓછી છે?
ઉત્તરઃ
(i) રાજસ્થાન માટે:
વસ્તી = 570 લાખ અને ક્ષેત્રફળ = 3 લાખ કિમી2
∴ પ્રતિ કિમી2 દીઠ વસ્તી = \(\frac {570}{3}\) લાખ / કિમી2
= 190 લાખ / કિમી2
ઉત્તર પ્રદેશ માટે:
વસ્તી = 1660 લાખ અને ક્ષેત્રફળ = 2 લાખ કિમી2
∴ પ્રતિ કિમી2 દીઠ વસ્તી = \(\frac {1660}{2}\) લાખ / કિમી2
= 830 લાખ / કિમી2
આમ, રાજસ્થાનમાં પ્રતિ કિમી2 190 લાખ અને
ઉત્તર પ્રદેશમાં પ્રતિ કિમી2 830 લાખ વ્યક્તિઓ છે.
(ii) રાજસ્થાનમાં વસ્તી 570 લાખ અને ઉત્તર પ્રદેશમાં વસ્તી 1660 લાખ છે.
હવે, 570 લાખ < 1660 લાખ
∴ રાજસ્થાન ઓછી વસ્તીવાળું રાજ્ય છે.