Gujarat Board GSEB Solutions Class 7 Science Chapter 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત Textbook Questions and Answers, Textbook Activities Pdf.
પાણી એક અમૂલ્ય સ્ત્રોત Class 7 GSEB Solutions Science Chapter 16
GSEB Class 7 Science પાણી એક અમૂલ્ય સ્ત્રોત Textbook Questions and Answers
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર
1. સાચા વિધાન સામે ‘T’ કરો અને ખોટા વિધાન સામે ‘F’ કરોઃ
પ્રશ્ન 1.
વિશ્વની નદીઓ અને તળાવમાં રહેલા પાણી કરતાં ભૂમિય જળ ખૂબ જ વધુ પ્રમાણમાં છે.
ઉત્તરઃ
T
પ્રશ્ન 2.
માત્ર ગામડાના લોકો જ પાણીની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.
ઉત્તરઃ
F
પ્રશ્ન 3.
ખેતરોમાં સિંચાઈ માટે નદીઓ જ એકમાત્ર સ્ત્રોત છે.
ઉત્તરઃ
F
પ્રશ્ન 4.
વરસાદ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે.
ઉત્તરઃ
T
પ્રશ્ન 2.
ભૂગર્ભજળની પુનઃપૂર્તિ કેવી રીતે થાય છે?
ઉત્તરઃ
વરસાદનું પાણી અને અન્ય સ્ત્રોતો જેવા કે નદીઓ અને તળાવોનું પાણી જમીનમાં ઊતરીને જમીનની નીચે ઊંડાઈમાં આવેલ ખાલી સ્થાનો તથા તિરાડોને ભરી દે છે. ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને અનુસરવણ કહે છે. આ પ્રક્રિયા દ્વારા ભૂગર્ભજળની પુનઃપૂર્તિ થઈ જાય છે.
પ્રશ્ન 3.
50 ઘરોની લાઈનમાં 10 ટ્યુબવેલ છે. આની લાંબાગાળે જળ સપાટી પર શું અસર થઈ શકે?
ઉત્તરઃ
50 ઘરોની લાઈનમાં 10 ટ્યૂબવેલ છે. એટલે કે 1 ટ્યૂબવેલનું પાણી 5 ઘરોની પાણીની જરૂરિયાત પૂરી પાડે છે. આની જળસપાટી પર ખાસ અસર ન થાય. પરંતુ પાણીની અછતના દિવસોમાં જળસપાટી નીચી ઊતરે. વળી 50 ઘરો પાણીની જરૂર કરતાં વધારે ઉપયોગ કરે તો આ દરે વપરાતું પાણી રહે તો તેને કારણે જળસપાટી ઘણી જ નીચી ઊતરે.
પ્રશ્ન 4.
જો તમને બગીચાની રખેવાળી માટે રાખ્યાં હોય તો તમે પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ કેવી રીતે કરશો?
ઉત્તર:
બગીચામાં છોડ અને વૃક્ષોને ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરીશું. એક લાઈનમાં વાવેલા છોડને નીક દ્વારા પાણી આપીશું. મોટાં વૃક્ષોને ગોળ ખાડો કરી પાણી આપીશું. આ રીતે ઓછામાં ઓછો પાણીનો ઉપયોગ થાય તેમ કરીશું. પાણીના વહન માટેની પાઈપમાંથી પાણી નકામું વહી ન જાય તેની કાળજી રાખીશું.
પ્રશ્ન 5.
કયાં કારણોસર ભૂગર્ભજળ સપાટી નીચી થતી જાય છે? સમજાવો.
ઉત્તરઃ
ભૂગર્ભજળ સપાટી નીચી થતી જવાનાં કારણો નીચે મુજબ છે :
- જનસંખ્યામાં વધારોઃ વસ્તીવધારો થતાં લોકોની પાણીની જરૂરિયાત વધે છે. પરિણામે વધુ બોરવેલ ખોદવા પડે છે અને તેમાંથી પાણી ખેંચવું પડે છે, જે ભૂગર્ભજળની સપાટી નીચે જવાનું કારણ બને છે.
- વધતા જતાં ઉદ્યોગો : ઉદ્યોગોમાં પુષ્કળ પ્રમાણમાં પાણી વપરાય છે. આ પાણી મોટે ભાગે બોરિંગ કરી ભૂગર્ભજળ દ્વારા મેળવાય છે. ઉદ્યોગો વધતાં છૂટી અને પડતર જમીન ઘટે છે. પરિણામે જમીનમાં પૂરતું પાણી શોષાતું નથી. પરિણામે ભૂગર્ભજળની પુનઃપૂર્તિ થઈ શકતી નથી. આથી ભૂગર્ભજળ સપાટી નીચી જાય છે.
- કૃષિ પ્રવૃત્તિઓ : કૃષિ માટે પાણીની જરૂર પડે છે. ઓછો વરસાદ અને અનિયમિત વરસાદને લીધે પાકને કૂવા કે બોરવેલ દ્વારા પાણી આપવું પડે છે. બધે નહેરોની વ્યવસ્થા નથી. આથી બોરવેલ કે કૂવામાંથી પાણી ખેંચવું પડે છે. ૬ જેટલું પાણી ઉપયોગમાં લેવાય તેટલા પાણીની પુનઃપૂર્તિ થઈ શકતી નથી. આથી ભૂગર્ભજળ સપાટી નીચે જાય છે.
- ઓછો વરસાદઃ ઓછો વરસાદ પડવાને લીધે જમીનમાં પાણીનું અનુસ્ત્રવણ ઓછું થાય છે. જો ભૂગર્ભજળ વધુ વપરાય અને તેટલા પ્રમાણમાં ભૂગર્ભજળની પુનઃપૂર્તિ ન થાય, તો ભૂગર્ભજળની સપાટી નીચી જાય છે.
- જંગલોનો નાશઃ જંગલોનો નાશ થાય છે અને ઉદ્યોગો તથા શહેરો સ્થપાતાં જાય છે. પરિણામે જમીનમાં પાણીના અનુસ્ત્રવણ માટે અસરકારક વિસ્તારમાં ઘટાડો થાય છે. શહેરો અને ઉદ્યોગોના પાકા રસ્તા વડે જમીનમાં પાણીનું શોષણ થઈ શકતું નથી. આથી ભૂગર્ભજળની સપાટી નીચે જાય છે.
6. યોગ્ય શબ્દો દ્વારા ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
લોકો ………………… અને ………………….. દ્વારા ભૂમિ જળ પ્રાપ્ત કરે છે.
ઉત્તરઃ
કૂવા, બોરવેલ
પ્રશ્ન 2.
……………., ……………… અને ………………….. સ્વરૂપે પાણી જોવા મળે છે.
ઉત્તરઃ
ઘન, પ્રવાહી, વાયુ
પ્રશ્ન 3.
જમીનનું જળ ધારણ કરતું સ્તર …………………… કહેવાય છે.
ઉત્તરઃ
ભૂમિ . જળસ્તર
પ્રશ્ન 4.
ભૂમિની અંદર પાણી શોષાવાની પ્રક્રિયાને ……………………… કહે છે.
ઉત્તરઃ
અનુસરણ
પ્રશ્ન 7.
નીચે આપેલ પૈકી પાણીની અછત માટે શું જવાબદાર નથી?
A. ઔદ્યોગિકીકરણનો વિસ્તાર
B. વસ્તીવધારો
C. અતિવર્ષા
D. જળસ્ત્રોતોનું અવ્યવસ્થાપન
ઉત્તર:
C. અતિવર્ષા
પ્રશ્ન 8.
સાચો વિકલ્પ પસંદ કરો:
પાણીનો કુલ જથ્થો …
A. વિશ્વમાં નદીઓ અને તળાવમાં અચળ રહે છે.
B. ભૂમિ સ્તરોમાં અચળ રહે છે.
C. સમુદ્રો અને મહાસાગરોમાં અચળ રહે છે.
D. વિશ્વમાં અચળ રહે છે.
ઉત્તર:
D. વિશ્વમાં અચળ રહે છે.
પ્રશ્ન 9.
ભૂમિ જળ અને ભૂમિય જળસ્તર દર્શાવતું ચિત્ર દોરો અને નામનિર્દેશન કરો.
ઉત્તર:
GSEB Class 7 Science પાણી એક અમૂલ્ય સ્ત્રોત Textbook Activities
‘પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ’
પ્રવૃત્તિ 1 :
વિદ્યાર્થીઓએ જાતે કરવી.
પ્રવૃત્તિ 2 :
માનવ વપરાશ માટે ઉપલબ્ધ મીઠા પાણીની સાપેક્ષ માત્રાનું અનુમાન કરવું.
પદ્ધતિઃ
નીચેની માહિતી પરથી ઉપલબ્ધ પાણીનું પ્રમાણ ગણીએ.
- બકેટમાં વધેલું પાણી સમુદ્રો અને મહાસાગરોમાં ઉપસ્થિત ખારું પાણી છે અને આંશિક રૂપે તે ભૂમિ જળ સ્વરૂપે જોવા મળે છે. આ પાણી માનવ વપરાશ માટે ઉચિત નથી.
- સ્નાન કરવાના ટમ્બલરમાં વધેલ પાણી હિમત સ્વરૂપ, ધ્રુવીય બરફ અને પર્વતો પર સ્થાયી બરફ સ્વરૂપે જોવા મળે છે. આ પાણી પણ આપણને સરળતાથી ઉપલબ્ધ નથી.
અવલોકનઃ
પૃથ્વી પરનો કુલ પાણીનો જથ્થો 20 લિટર હોય ત્યારે વિશ્વના કુલ મીઠા પાણીનો જથ્થો \(\frac{1}{4}\) ચમચી (કે \(\frac{1}{4}\) ml) છે. નિર્ણયઃ વિશ્વના કુલ પ્રાપ્ય પાણીમાંથી પીવાલાયક પાણી 0.006 % છે.
પ્રવૃત્તિ 3 :
વિદ્યાર્થીઓએ જાતે કરવી.
પ્રવૃત્તિ 4 :
ઉદ્યોગો અને તેના ઉત્પાદનોની માહિતી મેળવવી.
પદ્ધતિ :
જેનાથી તમે પરિચિત છો એવા કેટલાક ઉદ્યોગોનાં નામ જણાવો. આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા અને તેનાથી પ્રાપ્ત ઉત્પાદનોની યાદી બનાવો. તમારા શિક્ષક અને માતાપિતા સાથે આના વિશે ચર્ચા કરો.
માહિતીનું કોષ્ટક:
ઉદ્યોગોનાં નામ | પ્રાપ્ય ઉત્પાદનો |
કાપડ ઉદ્યોગ | સુતરાઉ, રેશમી, પોલિએસ્ટર કાપડ, સાડીઓ, શર્ટ અને પેન્ટના કાપડ |
પેટ્રોકેમિકલ ઉદ્યોગ અને રસાયણ ઉદ્યોગ | રંગો, રસાયણો, ઍસિડ, બેઈઝ, ધોવાનો સોડા, પ્લાસ્ટિક, પૉલિમર, ડિટરજન્ટ, રબર |
રાસાયણિક ખાતર (ફર્ટિલાઈઝર) ઉદ્યોગ | જુદા જુદા પ્રકારના ખાતર જેમ કે યુરિયા, એમોનિયમ સલ્ફટ, DAP, કૅલ્શિયમ ફોસ્ફટ |
પ્રવૃત્તિ 5 :
આપણા ભારત દેશના સરેરાશ વાર્ષિક વરસાદના વિતરણનો નકશો જોઈ માહિતી મેળવવી.
પદ્ધતિઃ
આપણા ભારત દેશમાં સરેરાશ વાર્ષિક વરસાદનું વિતરણ દર્શાવતો નકશો પાઠ્યપુસ્તકની આકૃતિ 16.8માં બતાવવામાં આવ્યો છે.
- નકશામાં એ વિસ્તારને શોધો, જ્યાં તમે વસવાટ કરો છો.
- શું તમારા વિસ્તારમાં પર્યાપ્ત વરસાદ પડે છે?
- શું તમારા વિસ્તારમાં વર્ષ દરમિયાન પર્યાપ્ત પાણી ઉપલબ્ધ રહે છે?
[નોંધઃ દરેક વિદ્યાર્થીએ પોતાનો વિસ્તાર શોધી પ્રશ્નોના ઉત્તર અંગેની જાતે માહિતી મેળવવી.].