GSEB Solutions Class 7 Science Chapter 2 પ્રાણીઓમાં પોષણ

Gujarat Board GSEB Solutions Class 7 Science Chapter 2 પ્રાણીઓમાં પોષણ Textbook Questions and Answers, Textbook Activities Pdf.

પ્રાણીઓમાં પોષણ Class 7 GSEB Solutions Science Chapter 2

GSEB Class 7 Science પ્રાણીઓમાં પોષણ Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર

1. ખાલી જગ્યા પૂરો

પ્રશ્ન 1.
…………., …………….., ………………, ………………. અને ………………. એ મનુષ્યમાં પોષણ માટેના મુખ્ય તબક્કા છે.
ઉત્તરઃ
અંતઃગ્રહણ, પાચન, શોષણ, સ્વાંગીકરણ, મળોત્સર્જન

પ્રશ્ન 2.
…………………. માનવશરીરની સૌથી મોટી ગ્રંથિ છે.
ઉત્તરઃ
યકૃત

GSEB Solutions Class 7 Science Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 3.
જઠર હાઇડ્રોક્લોરિક ઍસિડ અને ……………… રસોનો સ્ત્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે.
ઉત્તરઃ
પાચક

પ્રશ્ન 4.
નાના આંતરડાની અંદરની દીવાલમાં ઘણાં આંગળી જેવા પ્રવધે આવેલા છે, જેને ………………… કહે છે.
ઉત્તરઃ
રસાંકુરો

પ્રશ્ન 5.
અમીબા ખોરાકનું પાચન માં કરે છે.
ઉત્તરઃ
અન્નધાની

2. સાચા વિધાન સામે ‘T’ કરો અને ખોટા વિધાન સામે ‘F’ કરો:

પ્રશ્ન 1.
સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે.
ઉત્તરઃ
F

GSEB Solutions Class 7 Science Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 2.
જીભ લાળરસને ખોરાકમાં ભેળવવામાં મદદ કરે છે.
ઉત્તરઃ
T

પ્રશ્ન 3.
પિત્તાશય થોડા સમય માટે પિત્તરસનો સંગ્રહ કરે છે.
ઉત્તરઃ
T

પ્રશ્ન 4.
વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે.
ઉત્તરઃ
T

3. સાચો વિકલ્પ પસંદ કરોઃ

પ્રશ્ન 1.
લિપિડનું સંપૂર્ણ પાચન ……………….. માં થાય છે.
A. જઠર
B. મોં
C. નાના આંતરડા
D. મોટા આંતરડા
ઉત્તરઃ
નાના આંતરડા

પ્રશ્ન 2.
અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ……………………. માં થાય છે.
A. જઠર
B. અન્નનળી
C. નાના આંતરડા
D. મોટા આંતરડા
ઉત્તરઃ
મોટા આંતરડા

GSEB Solutions Class 7 Science Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 4.
કૉલમ Iમાં આપેલી વિગતોને કોલમ II સાથે જોડોઃ

કૉલમ I (ખોરાકના ઘટકો) કૉલમ II (પાચનની પેદાશો)
(1) કાબોંદિત (a) ફેટિ ઍસિડ અને ગ્લિસરોલ
(2) પ્રોટીન (b) શર્કરા
(3) ચરબી (c) એમિનો ઍસિડ

ઉત્તરઃ
(1) → (b), (2) → (c), (3) → (a).

પ્રશ્ન 5.
રસાંકુરો એટલે શું? તેનું સ્થાન અને કાર્ય જણાવો.
ઉત્તરઃ
નાના આંતરડાની અંદરની દીવાલમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવધુ જોવા મળે છે. તેને રસાંકુરો (શોષણકેન્દ્રો) કહે છે.

સ્થાનઃ રસાંકુરો નાના આંતરડાની અંદરની દીવાલમાં આવેલાં છે.

કાર્ય : રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે. આથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતાથી થાય છે.

GSEB Solutions Class 7 Science Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 6.
પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે? ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે જવાબદાર છે?
ઉત્તરઃ
પિત્ત યકૃતમાં ઉત્પન્ન થાય છે. તે નાના આંતરડામાં થતા ચરબીના પાચનમાં મદદ કરે છે.

પ્રશ્ન 7.
કયા કાર્બોદિત ઘટકો છે, જેનું વાગોળનાર પ્રાણીઓ પાચન કરી શકે છે પરંતુ મનુષ્યો કરી શકતા નથી? શા માટે?
ઉત્તર:
ઘાસમાં સેલ્યુલોઝ નામનો કાર્બોદિત હોય છે. વાગોળનાર પ્રાણીઓ સેલ્યુલોઝને પચાવી શકે છે, જ્યારે મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી.

કારણઃ વાગોળનાર પ્રાણીઓમાં અન્નનળી અને નાના આંતરડા વચ્ચે કોથળી જેવી રચના (અંઘાંત્ર) આવેલી છે. તેમાં સેલ્યુલોઝનું પાચન કરતાં બૅક્ટરિયા આવેલાં છે. આથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોઝને પચાવી શકે છે. આ બૅક્ટરિયા મનુષ્યમાં આવેલાં નથી. તેથી મનુષ્ય સેલ્યુલોઝને પચાવી શકતો નથી.

પ્રશ્ન 8.
આપણને લૂકોઝમાંથી શા માટે તાત્કાલિક ઊર્જા મળે છે?
ઉત્તરઃ
ગ્લોઝ કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે. લૂકોઝને ખોરાક તરીકે લેવાથી તે સીધો જ રુધિરમાં શોષાઈ શકે છે. રુધિરમાં શોષાયેલો લૂકોઝ શરીરના કોષોમાં પહોંચી ઑક્સિજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે. તેથી આપણને તાત્કાલિક ઊર્જા મળે છે.

GSEB Solutions Class 7 Science Chapter 2 પ્રાણીઓમાં પોષણ

9. આ પ્રક્રિયામાં પાચનમાર્ગનો કયો ભાગ સમાયેલ છે?

પ્રશ્ન 1.
ખોરાકનું શોષણ – ……………….
ઉત્તરઃ
નાનું આંતરડું

પ્રશ્ન 2.
ખોરાકને ચાવવાની ક્રિયા – …………………..
ઉત્તરઃ
મુખગુહા

પ્રશ્ન 3.
બૅક્ટરિયાને મારવાની ક્રિયા – …………………
ઉત્તરઃ
જઠર

પ્રશ્ન 4.
ખોરાકનું સંપૂર્ણ પાચન – …………….
ઉત્તરઃ
નાનું આંતરડું

GSEB Solutions Class 7 Science Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 5.
મળનિર્માણ – ……………….
ઉત્તરઃ
મોટું આંતરડું

પ્રશ્ન 10.
અમીબા અને મનુષ્યના પોષણમાં એક-એક સામ્યતા અને જુદાપણું સમજાવો.
ઉત્તર:
અમીબા અને મનુષ્યના પોષણમાં સામ્યતા બંનેમાં ખોરાકગ્રહણ, ખોરાકનું પાચન, પચેલા ખોરાકનું શોષણ અને અપાચિત ખોરાકનો શરીરમાંથી નિકાલ પોષણના તબક્કા તરીકે જોવા મળે છે.

અમીબા અને મનુષ્યના પોષણમાં જુદાપણું અમીબામાં ખોરાકગ્રહણ ખોટા પગ વડે અને પાચન અન્નધાનીમાં થાય છે, જ્યારે મનુષ્યમાં ખોરાકગ્રહણ મુખ વડે અને પાચન પાચનમાર્ગમાં થાય છે.

પ્રશ્ન 11.
કૉલમ Iમાં આપેલી વિગતોને કોલમ II સાથે જોડોઃ

કૉલમ I કૉલમ II
(1) લાળગ્રંથિ (a) પિત્તરસનો સ્ત્રાવ
(2) જઠર (b) અપાચિત ખોરાકનો સંગ્રહ
(3) યકૃત (c) લાળરસનો સ્ત્રાવ
(4) મળાશય (d) ઍસિડનો સ્ત્રાવ
(5) નાનું આંતરડું (e) પાચન પૂર્ણ થાય છે
(6) મોટું આંતરડું (f) પાણીનું શોષણ
(g) મળનો ત્યાગ

ઉત્તરઃ
(1) → (c), (2) → (d), (3) → (a), (4) → (b), (5) → (e), (6) → (f).

પ્રશ્ન 12.
પાચનતંત્ર દર્શાવતી આકૃતિમાં નામનિર્દેશન કરો.
ઉત્તર:
GSEB Solutions Class 7 Science Chapter 2 પ્રાણીઓમાં પોષણ 1

GSEB Solutions Class 7 Science Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રશ્ન 13.
શું આપણે માત્ર કાચાં, પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખી શકીએ છીએ? ચર્ચા કરો.
ઉત્તર:
કાચાં, પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ એ સેલ્યુલોઝ ધરાવતા ખાદ્ય પદાર્થો છે. સેલ્યુલોઝ આપણે માટે અપાચ્ય પદાર્થ છે. આ પદાર્થો રાંધીને ખાવામાં આવે તોપણ સેલ્યુલોઝ, ખનીજ ક્ષારો અને વિટામિન થોડા પ્રમાણમાં મળે, પરંતુ શરીરને જરૂરી બધા ઘટકો મળે નહિ. કાર્બોદિત, ચરબી અને પ્રોટીન જેવા અગત્યના ઘટકો વગર આપણું અસ્તિત્વ ટકાવવું શક્ય નથી.

GSEB Class 7 Science પ્રાણીઓમાં પોષણ Textbook Activities

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1 :

આપેલ પ્રાણીઓના ખોરાક અને ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિનો અભ્યાસ કરવો.
આપેલ પ્રાણીઓ : ગોકળગાય, કીડી, સમડી, હમિંગબર્ડ (પક્ષી), જૂ, મચ્છર, પતંગિયું અને માખી.
પદ્ધતિ :
આપેલ પ્રાણીઓ કયો ખોરાક લે છે અને તેમની ખોરાક લેવાની રીતનું બારીકાઈથી નિરીક્ષણ કરો અને તેની માહિતી નીચેના કોષ્ટકમાં લખો :
કોષ્ટક 2.1: ખોરાક ગ્રહણ કરવાની વિવિધ પદ્ધતિઓ
GSEB Solutions Class 7 Science Chapter 2 પ્રાણીઓમાં પોષણ 6
નિર્ણયઃ
વિવિધ પ્રાણીઓ વિવિધ ખોરાક ગ્રહણ કરે છે અને તેમની ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિઓ પણ વિવિધ હોય છે.

GSEB Solutions Class 7 Science Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રવૃત્તિ 2 :

દાંતના જુદા જુદા પ્રકાર, તેમનું કાર્ય અને તેમની સંખ્યા જાણવી.
સાધન-સામગ્રી : મોંના દાંત.
પદ્ધતિઃ

  1. તમારા હાથ ધુઓ.
  2. તમારું મોં પહોળું કરો અને અરીસામાં જોઈ તમારા દાંત ગણો.
  3. તમારી એક આંગળી વડે બધા દાંતને અડકો. આ પ્રકાર નક્કી કરો.
    GSEB Solutions Class 7 Science Chapter 2 પ્રાણીઓમાં પોષણ 7
  4. સફરજનનો ટુકડો કે બ્રેડ ખાઓ.
  5. કયા દાંત કાપવા કે બટકું ભરવા માટે, કયા દાંત ચીરવા અને કયા દાંત ચાવવા કે ખોરાકને દળી ઝીણો બનાવવા વપરાય છે તે જુઓ.
    GSEB Solutions Class 7 Science Chapter 2 પ્રાણીઓમાં પોષણ 2
    તમારાં અવલોકન નીચેના કોષ્ટકમાં નોંધો.
    GSEB Solutions Class 7 Science Chapter 2 પ્રાણીઓમાં પોષણ 3
    નિર્ણયઃ
    મનુષ્યમાં જુદા જુદા પ્રકારના દાંત જુદાં જુદાં કાર્યો કરવા વપરાય છે. દાંતની કુલ સંખ્યા 32 છે. જેમાં કાપવાના છેદક) દાંત 8, ચીરવાના (રાણી દાંત) 4, ચાવવા તથા દળવા માટે અગ્ર (નાની) દાઢ 8 અને મોટી દાઢ 12 છે.

પ્રવૃત્તિ ૩:

લાળરસ સ્ટાર્ચવાળા પદાર્થોનું શર્કરામાં રૂપાંતર કરે છે તે દર્શાવવું.
સાધન-સામગ્રી: બે કસનળી, રાંધેલો ભાત, ચમચી, પાણી, આયોડિનનું દ્રાવણ, રબરની ટોટી.
GSEB Solutions Class 7 Science Chapter 2 પ્રાણીઓમાં પોષણ 4
પદ્ધતિઃ

  1. બે કસનળી લો. તેને A અને B લેબલ લગાડો.
  2. કસનળી Aમાં એક ચમચી રાંધેલો ભાત નાખો.
  3. કસનળી Bમાં એક ચમચી બરાબર ચાવેલો રાંધેલો ભાત નાખો.
  4. બંને કસનળીમાં 3-4 મિલિ પાણી નાખો.
  5. હવે બંને કસનળીમાં 2 -3 ટીપાં આયોડિનનું દ્રાવણ નાખી બરાબર હલાવો. બંને કસનળીમાં રંગપરિવર્તનનું અવલોકન કરો.

અવલોકન :

  1. કસનળી Aમાં દ્રાવણ ભૂરા-કાળા રંગનું બને છે, જે સ્ટાર્ચની હાજરી દર્શાવે છે.
  2. કસનળી Bમાં દ્રાવણના રંગમાં કોઈ ફેર થતો નથી, જે સ્ટાર્ચની ગેરહાજરી દર્શાવે છે. (એટલે કે તેમાંનો સ્ટાર્ચ ચાવવાથી શર્કરામાં રૂપાંતર થયેલ છે.)

નિર્ણય :
લાળરસ સ્ટાર્ચવાળા પદાર્થોનું શર્કરામાં રૂપાંતર કરે છે.

GSEB Solutions Class 7 Science Chapter 2 પ્રાણીઓમાં પોષણ

પ્રવૃત્તિ 4 :

જીભ પર જુદો જુદો સ્વાદ પારખતા રસાંકુરો(સ્વાદકલિકાઓ)નું સ્થાન શોધવું.
સાધન-સામગ્રી : ખાંડનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ, લીંબુનો રસ, કારેલાનો રસ (કે લીમડાના પાનનો રસ), સળી, પાટો.
GSEB Solutions Class 7 Science Chapter 2 પ્રાણીઓમાં પોષણ 5
પદ્ધતિઃ

  1. ખાંડનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ, લીંબુનો રસ અને કારેલાનો રસ એમ ચાર નમૂના તૈયાર કરો.
  2. તમારા સહપાઠીને આંખે પાટો બાંધો. તેને જીભ બહાર કાઢવા તથા તેને સીધી અને પહોળી સ્થિતિમાં રાખવા કહો.
  3. સ્વચ્છ દાંત ખોતરવાની સળી (દાંત ખોતરણી) લો. એક પછી એક ઉપરના ચાર જુદા જુદા સ્વાદના નમૂનાને જીભના જુદા જુદા ભાગ પર મૂકો. (દરેક નમૂના માટે નવી સળી લેવી.)
  4. જીભના કયા ભાગ પર ગળ્યો, ખારો, ખાટો અને કડવો સ્વાદ પારખી શકાય છે તે તમારા સહપાઠીને પૂછી નોંધો. તમારાં અવલોકન નોંધો અને આકૃતિમાં દર્શાવો.

નિર્ણયઃ
જીભના ટેરવે ગળ્યો સ્વાદ, પછી બાજુએ ખારો સ્વાદ, પછી તેની પાછળ બાજુમાં ખાટો સ્વાદ અને જીભના પાછળના ભાગે કડવો સ્વાદ પારખતા રસાંકુરો (સ્વાદકલિકાઓ) આવેલા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *