Gujarat Board GSEB Solutions Class 8 Maths Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Ex 4.1 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 8 Maths Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Ex 4.1
1. નીચેના ચતુષ્કોણની રચના કરોઃ
પ્રશ્ન (i).
ચતુષ્કોણ ABCD
AB = 4.5 સેમી,
BC = 5.5 સેમી,
CD = 4 સેમી,
AD = 6 સેમી,
AC = 7 સેમી.
ઉત્તરઃ
રચનાના મુદ્દા (રચનાનાં સોપાન):
- 4.5 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો.
- પરિકર વડે A કેન્દ્ર અને 7 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો.
- પરિકર વડે B કેન્દ્ર અને 5.5 સેમી ત્રિજ્યા લઈ અગાઉના ચાપને છેદતો ચાપ દોરો. બંને ચાપના છેદબિંદુને C કહો.
- પરિકર વડે A કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો.
- પરિકર વડે C કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યા લઈ અગાઉના ચાપને છેદતો ચાપ દોરો. બંને ચાપના છેદબિંદુને D કહો.
- \(\overline{\mathrm{BC}}, \overline{\mathrm{CD}}, \overline{\mathrm{AD}}\) અને \(\overline{\mathrm{AC}}\) દોરો.
આમ, □ ABCD એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે.
પ્રશ્ન (ii).
ચતુષ્કોણ JUMP
JU = 3.5 સેમી,
UM = 4 સેમી,
MP = 5 સેમી,
PJ = 4.5 સેમી,
PU = 6.5 સેમી
ઉત્તરઃ
રચનાના મુદ્દા :
- 3.5 સેમી લંબાઈનો રેખાખંડ JU દોરો.
- પરિકર વડે J કેન્દ્ર અને 4.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો.
- પરિકર વડે ઇ કેન્દ્ર અને 6.5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને છે. બંને ચાપના છેદબિંદુને P કહો.
- પરિકર વડે ઇ કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો.
- પરિકર વડે ? કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને છે. બંને ચાપના છેદબિંદુને M કહો.
- \(\overline{\mathrm{JP}}, \overline{\mathrm{UM}}, \overline{\mathrm{MP}}\) અને \(\overline{\mathrm{UP}}\) દોરો.
આમ, □ JUMP એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે.
પ્રશ્ન (iii).
સમાંતરબાજુ ચતુષ્કોણ MORE
OR = 6 સેમી,
RE = 4.5 સેમી,
EO = 7.5 સેમી
ઉત્તરઃ
સમજૂતીઃ
□ MORE એ સમાંતરબાજુ ચતુષ્કોણ છે. તેની સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય.
∴RE = MO = 4.5 સેમી; OR = ME = 6 સેમી હોય.
રચનાના મુદ્દા :
- 4.5 સેમી લંબાઈનો રેખાખંડ MO દોરો.
- M કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો.
- O કેન્દ્ર અને 7.5 સેમી ત્રિજ્યા લઈ ચાપ દોરો જે અગાઉના ચાપને છેદે. બંને ચાપના છેદબિંદુને E કહો.
- O કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો.
- E કેન્દ્ર અને 4.5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને છેદે. બંને ચાપના છેદબિંદુને R કહો.
- \(\overline{\mathrm{ME}}, \overline{\mathrm{OR}}, \overline{\mathrm{RE}}\) અને \(\overline{\mathrm{OE}}\) દોરો.
આમ, □ MORE એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે.
પ્રશ્ન (iv).
સમબાજુ ચતુષ્કોણ BEST
BE = 4.5 સેમી,
ET = 6 સેમી
ઉત્તરઃ
સમજૂતીઃ □ BEST એ સમબાજુ ચતુષ્કોણ છે. તેની ચારે બાજુઓની લંબાઈ સરખી હોય.
BE = 4.5 સેમી ∴ ES = ST = TB = 4.5 સેમી તથા
ET = 6 સેમી છે.
રચનાના મુદ્દાઃ
- 4.5 સેમી લંબાઈનો રેખાખંડ BE દોરો.
- B કેન્દ્ર અને 4.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો.
- E કેન્દ્ર અને 6 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને છેદે. બંને ચાપના છેદબિંદુને T કહો.
- E કેન્દ્ર અને 4.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો.
- કેન્દ્ર અને 4.5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને છે. બંને ચાપના છેદબિંદુને s કહો.
- \(\overline{\mathrm{BT}}, \overline{\mathrm{ES}}, \overline{\mathrm{ST}}\) અને \(\overline{\mathrm{ET}}\) દોરો.
આમ, □ BEST એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે.