Gujarat Board GSEB Solutions Class 8 Science Chapter 18 હવા અને પાણીનું પ્રદૂષણ Textbook Questions and Answers, Textbook Activities Pdf.
હવા અને પાણીનું પ્રદૂષણ Class 8 GSEB Solutions Science Chapter 18
GSEB Class 8 Science હવા અને પાણીનું પ્રદૂષણ Textbook Questions and Answers
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર
પ્રશ્ન 1.
પાણી જુદી જુદી કઈ રીતે દૂષિત થાય છે?
ઉત્તરઃ
પાણી નીચે દર્શાવેલી જુદી જુદી રીતે દૂષિત થાય છે:
- પ્રક્રિયા કર્યા વગરનો મળમૂત્રનો કચરો (સુએઝ) સીધો જ નદીમાં નિકાલ કરવામાં આવે.
- ઉદ્યોગોનો હાનિકારક રસાયણો ધરાવતો કચરો પાણીમાં નિકાલ કરવામાં આવે.
- ખેતરમાં પાકના રક્ષણ માટે ઉપયોગમાં લેવાતાં જેતુનાશકો અને નીંદણનાશકો પાણીમાં દ્રાવ્ય થઈ જળાશયો કે નદીમાં ઉમેરાય.
- નહાવા, કપડાં-વાસણ ધોવાની પ્રવૃત્તિ, પશુઓને તળાવ કે જળાશયના પાણીમાં નવડાવવામાં આવે.
- નદીમાં ફૂલ, અસ્થિ વિસર્જન તેમજ દેવી-દેવતાઓની મૂર્તિઓના વિસર્જન કરવામાં આવે.
પ્રશ્ન 2.
વાયુ પ્રદૂષણ ઘટાડવા અંગત રીતે તમે કઈ રીતે મદદરૂપ થઈ શકો?
ઉત્તરઃ
વાયુ પ્રદૂષણ ઘટાડવા અંગત રીતે આપણે નીચે પ્રમાણે મદદરૂપ થઈ શકીએ :
- વૃક્ષોનાં વાવેતર અને ઉછેર વડે કાર્બન ડાયૉક્સાઇડના પ્રમાણમાં ઘટાડો કરી શકીએ.
- શક્ય હોય ત્યાં સુધી રાજ્ય કે મ્યુનિસિપાલિટી પરિવહન સેવાનો ઉપયોગ કરીએ.
- વાહનોમાં CNG કે સીસારહિત પેટ્રોલનો ઉપયોગ કરીએ.
- નજીકના અંતરો માટે વાહનના બદલે સાઇકલનો ઉપયોગ કરીએ.
- ટ્રાફિક જંક્શનોએ સાઈડ બંધ હોય ત્યારે વાહન બંધ કરીએ.
- જૈવવિઘટનીય કચરો બાળવાને જાહેર વાહનવ્યવહારની બસો બદલે ખાતર બનાવવા ઉપયોગમાં લઈએ.
- અમિઈંધણના વૈકલ્પિક સ્રોત તરીકે સૌર-ઊર્જા પર આધારિત ઉપકરણોનો ઉપયોગ કરીએ.
- દિવાળી તેમજ લગ્નપ્રસંગે ફટાકડા ફોડવાની પ્રવૃત્તિ અટકાવીએ.
પ્રશ્ન 3.
ચોખ્યું અને પારદર્શક પાણી હંમેશાં પીવાલાયક હોય છે. ટિપ્પણી આપો.
ઉત્તરઃ
ચોખ્ખું અને પારદર્શક પાણી હંમેશાં પીવાલાયક હોય છે. તે સાચું નથી. આ પાણીમાં રોગજન્ય સૂક્ષ્મ જીવો તથા દ્રાવ્ય અશુદ્ધિઓ હોઈ શકે છે. આ પ્રદૂષકો નરી આંખે જોઈ શકાતા નથી. તેથી પાણીને ઉકાળીને શુદ્ધ કર્યા પછી જ પીવાલાયક ગણવું જોઈએ.
પ્રશ્ન 4.
તમે તમારા ગામની નગરપાલિકા સમિતિના સભ્ય છો. તમારા ગામના રહીશોને ચોખ્ખા પાણીનો પુરવઠો મળે તેવી ખાતરી આપતાં પગલાંની યાદી તૈયાર કરો.
ઉત્તર:
ગામના રહીશોને ચોખ્ખા પાણીનો પુરવઠો મળે તેવાં પગલાંઓની યાદી :
- પાણીની ટાંકીને નિયત સમયાંતરે સાફ કરાવવી.
- પાણીની ટાંકીમાં ક્લોરિન ટેબ્લેટો નિયત માત્રામાં ઉમેરવી.
- પાણીની ટાંકીથી રહેઠાણ વિસ્તાર સુધી પાણી પહોંચાડતી પાઈપોની યોગ્ય ચકાસણી કરાવવી.
- પાણીના સ્રોતને પ્રદૂષિત કરે તેવી પ્રવૃત્તિઓ બંધ કરાવવી.
પ્રશ્ન 5.
શુદ્ધ અને પ્રદૂષિત હવા વચ્ચેના તફાવત જણાવો.
ઉત્તર:
શુદ્ધ હવા | પ્રદૂષિત હવા |
(1) શુદ્ધ હવા રોગકારકો અને હાનિકારક પ્રદૂષકોથી મુક્ત યુક્ત હોય છે. | (1) પ્રદૂષિત હવા ધુમાડા, રજકણો, ક્યારેક ધુમ્મસહોય છે. |
(2) તેમાં 78 % નાઇટ્રોજન, 21 % ઑક્સિજન અને અન્ય વાયુઓ કાર્બન ડાયૉક્સાઈડ, આર્ગોન, ઓઝોન, મિથેન, પાણીની બાષ્પ ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. | (2) તેમાં ઑક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. ઓછું હોય છે. વાયુઓ મુખ્યત્વે નાઈટ્રોજન અને સલ્ફરના ઑક્સાઈડ ભળેલા હોય છે. |
પ્રશ્ન 6.
ઍસિડવર્ષા થવા માટેના સંજોગો જણાવો. ઍસિડવર્ષા આપણને કઈ રીતે અસર કરે છે?
ઉત્તરઃ
ઍસિડવર્ષા થવા માટેના સંજોગો અશ્મિબળતણના વપરાશથી સલ્ફર – ડાયૉક્સાઈડ અને નાઈટ્રોજન ડાયૉક્સાઈડ પ્રદૂષકો વાતાવરણમાં ઉમેરાય છે. આ પ્રદૂષક વાયુઓ વાતાવરણમાં રહેલી પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરી સક્યુરિક ઍસિડ અને નાઇટ્રિક ઍસિડ બનાવે છે. આ ઍસિડ વરસાદના પાણીમાં ભળી નીચે પડે છે. તેથી ઍસિડવર્ષા થાય છે.
ઍસિડવર્ષાથી થતી અસરો:
- ઐતિહાસિક ઇમારતો, સ્મારકો અને પ્રતિમાઓની શોભા ખંડિત થાય છે.
- પીવાના પાણીને ઍસિડિક બનાવે છે. તે પાચનમાર્ગમાં બળતરા સર્જે છે.
- કૃષિ પાક અને વૃક્ષોને હાનિ પહોંચાડે છે.
- ભૂમિની ઍસિડિકતા વધારે છે. ભૂમિ પાક-ઉત્પાદન માટે નકામી બનતી જાય છે.
- આપણી ચામડી પર દાહક અસર સર્જે છે.
પ્રશ્ન 7.
નીચેનામાંથી કયો વાયુ ગ્રીનહાઉસ વાયુ નથી?
A. કાર્બન ડાયૉક્સાઈડ
B. સલ્ફર ડાયૉક્સાઇડ
C. મિથેન
D. નાઇટ્રોજન
ઉત્તર:
D. નાઈટ્રોજન
પ્રશ્ન 8.
હવા અને પાણીનું પ્રદૂષણ પ્રશ્ન 8. તમારા પોતાના શબ્દોમાં ‘ગ્રીનહાઉસ અસર’ વર્ણવો.
ઉત્તર:
પૃથ્વી પર આપાત સૂર્યનાં વિકિરણોનો કેટલોક ભાગ પૃથ્વી દ્વારા શોષાઈ જાય છે, જ્યારે કેટલોક ભાગ અવકાશમાં પાછો પરાવર્તિત થાય છે. પરાવર્તિત થતાં વિકિરણોનો કેટલોક ભાગ વાતાવરણ દ્વારા રોકાય છે. જે પૃથ્વીને ફરીથી ગરમ કરે છે.
કેટલીક નર્સરીમાં તૈયાર કરવામાં આવતા ગ્લાસ હાઉસમાં અંદરની ગરમી બહાર ન જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. પૃથ્વીના વાતાવરણ દ્વારા વિકિરણો રોકી ઉષ્ણ કરવાની બાબતને ગ્રીનહાઉસ અસર કહે છે.
ગ્રીનહાઉસ અસર સર્જવા માટે મુખ્ય જવાબદાર વાયુ CO2 છે.
પ્રશ્ન 9.
ગ્લોબલ વૉર્મિંગ પર ટૂંકું વક્તવ્ય તૈયાર કરી તમારા વર્ગમાં રજૂ કરો.
ઉત્તરઃ
પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ધીમે ધીમે થતાં વધારાને ગ્લોબલ વૉર્મિંગ કહે છે.
વનકટાઈને કારણે પૃથ્વી પર વનસ્પતિ આવરણો ઘટતા જાય છે. પરિણામે વાતાવરણમાં CO2ના પ્રમાણમાં વધારો થાય છે. CO2 પૃથ્વી પરથી પરાવર્તિત કિરણોને શોષી અવકાશમાં જતા રોકે છે. માનવ પ્રવૃત્તિઓ દ્વારા CO2 ઉપરાંત અન્ય ગ્રીનહાઉસ વાયુઓ મિથેન, નાઇટ્રસ ઑક્સાઈડ, ક્લોરોફ્યુરોકાર્બન વાતાવરણમાં ઉમેરાતા જાય છે. આ સ્થિતિને નિયંત્રિત કરવામાં ન આવે તો 21મી સદીના અંત સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જવાનું અનુમાન છે.
ગ્લોબલ વૉર્મિંગને કારણે ધ્રુવ પ્રદેશો પર બરફ ઓગળે અને દરિયાની સપાટીમાં વધારો જોવા મળે. દરિયાકિનારાના વિસ્તારોનું અસ્તિત્વ ભયમાં મૂકાવાની શક્યતા વધે. ગ્લોબલ વૉર્મિંગથી વરસાદ પડવાની પદ્ધતિમાં, કૃષિ-ઉત્પાદન, જંગલો, વનસ્પતિઓ અને પ્રાણીઓની વિશાળ શ્રેણી પર હાનિકારક અસરો ઊભી થઈ શકે છે.
પૃથ્વી પર જંગલોની જાળવણી અને શક્ય તેટલાં વધુ વૃક્ષો ઉછેરી ગ્લોબલ વૉર્મિંગની અસરોને નિયંત્રિત કરી શકાય.
પ્રશ્ન 10.
તાજમહાલની સુંદરતા પર રહેલું જોખમ વર્ણવો.
ઉત્તર:
આગ્રામાં આવેલો તાજમહાલ ભારતમાં પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. તાજમહાલ સફેદ આરસથી બનાવાયેલી ઐતિહાસિક ઈમારત છે.
આગ્રા અને તેની આસપાસ રબર પ્રોસેસિંગ, વાહન તેમજ રસાયણ ઉદ્યોગો અને મથુરા ઑઇલ રિફાઈનરી આવેલી છે. આ ઉદ્યોગો સલ્ફર ડાયૉક્સાઈડ અને વિજ્ઞાન નવનીત: ધોરણ 8 નાઇટ્રોજન ડાયૉક્સાઈડ વાતાવરણમાં ઉમેરે છે. સલ્ફર ડાયૉક્સાઇડ અને નાઇટ્રોજન ડાયૉક્સાઇડ વાતાવરણમાં પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરી ઍસિડ બનાવે છે. વરસાદ સાથે સફ્યુરિક ઍસિડ અને નાઇટ્રિક ઍસિડ ભળી ઍસિડવર્ષો સર્જે છે. ઍસિડવર્ષોથી તાજમહાલનો આરસ ખવાતો જાય છે. તેને આરસનું કેન્સર (આકૃતિ 18.3: તાજમહાલ] કહે છે. મથુરા ઑઇલ રિફાઇનરી દ્વારા ઉત્સર્જિત થતા સૂક્ષ્મ કણો આરસને પીળો પાડે છે.
આમ, તાજમહાલની સુંદરતા પર હવાના પ્રદૂષકોનું જોખમ રહેલું છે.
પ્રશ્ન 11.
શા માટે પોષક દ્રવ્યોનું પાણીમાં વધતું પ્રમાણ જલીય જીવોના ટકી રહેવાને અસરકર્તા હોય છે?
ઉત્તરઃ
ખેતરોમાં કૃષિ-ઉત્પાદન વધારે મેળવવા અનિયંત્રિત રાસાયણિક ખાતરોનો વપરાશ થાય છે. આવા રસાયણો પાણીમાં દ્રાવ્ય થઈ વરસાદના પાણી વડે ધોવાણ પામી જળાશયોમાં એકત્રિત થાય છે. આ રસાયણોમાં રહેલા નાઇટ્રેટ અને ફૉસ્ફટ – લીલના વિકાસ માટે પોષક દ્રવ્યો તરીકે વર્તે છે. પાણીમાં આ પોષકદ્રવ્યો વધતાં લીલનું પ્રમાણ વધે છે. લીલ મૃત થાય ત્યારે વિઘટકો (બૅક્ટરિયા) તેનું વિઘટન કરે છે. આ ક્રિયામાં પાણીમાં દ્રાવ્ય ઑક્સિજન વધારે માત્રામાં વપરાઈ જાય છે. જળાશયના પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનના સ્તરમાં ઘટાડો જલીય જીવોનું મૃત્યુ પ્રેરે છે.
આમ, પાણીમાં પોષક દ્રવ્યોનું વધતું પ્રમાણ જલીય જીવોના અસ્તિત્વને ભયમાં મૂકે છે.
GSEB Class 8 Science હવા અને પાણીનું પ્રદૂષણ Textbook Activities
પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ
પ્રવૃત્તિ 1:
વિવિધ સ્થળોની હવાની ગુણવત્તાની સરખામણી કરવી.
પદ્ધતિ :
વિવિધ સ્થળો બગીચો તથા વ્યસ્ત રસ્તો, રહેઠાણ વિસ્તાર તથા ઔદ્યોગિક વિસ્તાર, શહેરના વ્યસ્ત ટ્રાફિક ધરાવતી જગ્યા, ગામડા તથા શહેરની મુલાકાત ગોઠવો. શહેરના વ્યસ્ત ટ્રાફિક જંક્શન પર સવાર, બપોર અને સાંજે જુદા જુદા સમયે પસાર થાઓ. આ દરેક સ્થળ વિસ્તારની હવાની ગુણવત્તા વિશે તમે શું અનુભવો છો? તે નોંધો.
અવલોકનઃ
- બગીચાની હવા શુદ્ધ અને શ્વાસ લેવામાં ખૂબ આરામદાયક જ્યારે વ્યસ્ત રસ્તાની હવા ઓછી ગુણવત્તા ધરાવતી છે.
- રહેણાંક વિસ્તાર કરતાં ઔદ્યોગિક વિસ્તારની હવામાં ધુમાડા અને રજકણો ધરાવતી છે.
- શહેરના વ્યસ્ત ટ્રાફિક ધરાવતી જગ્યા જ્યાં સવારે વાહનવ્યવહાર પ્રમાણ ઓછો હોવાથી બપોર અને સાંજ કરતાં ઓછી પ્રદૂષિત છે.
- ગામડાની હવા શુદ્ધ છે. ક્યારેક ધૂળ અને રાખના રજકણો ઊડતા જોવા મળી શકે. શહેરની હવા ગામડાં કરતાં પ્રમાણમાં વધારે પ્રદૂષિત છે.
નિર્ણયઃ
વનસ્પતિઓ પ્રદૂષણ ઓછું કરવા માટે ઉપયોગી છે. વધારે માનવ વસતિ તેમજ વધુ વાહનવ્યવહાર અને ઔદ્યોગિક સંકુલો ધરાવતા વિસ્તારોમાં હવાની ગુણવત્તા નીચલી કક્ષાની હોય છે.
પ્રવૃત્તિ 2:
બાળકોમાં શ્વાસના રોગોના પ્રમાણનું સર્વેક્ષણ કરવું.
પદ્ધતિ:
તમારા અડોશપડોશનાં ઘરોમાં તથા તમારી શાળાના મિત્રોનાં ઘરો તેમજ તેમની અડોશપડોશનાં ઘરોમાં જઈ બાળકોની સંખ્યા, વય તેમજ તેમને શ્વાસ સંબંધિત કોઈ મુશ્કેલી કે રોગ છે કે નહીં તેની નોંધ કરો. તમારી નોંધ આધારે તારણ નક્કી કરો.
અવલોકન નોંધ:
તારણઃ
નાની વયનાં બાળકોમાં રોગ પ્રતિકારકતા ઓછી હોય છે. હવાના પ્રદૂષણને કારણે ઉધરસ, અસ્થમાની તકલીફો વધુ જોવા મળે છે.
પ્રવૃત્તિ 3:
વાયુપ્રદૂષકોનાં નામ, સ્ત્રોત અને તેની અસરો દર્શાવતું કોષ્ટક તૈયાર કરવું.
પ્રવૃત્તિ 4:
પ્રશ્ન 1.
તમારી શાળાએ જવા માટે તમારી પાસે ઘણાં વિકલ્પો છે, જેવા કે ચાલીને જવું, સાઇકલથી જવું, બસ દ્વારા જવું કે જાહેર વાહનવ્યવહાર દ્વારા જવું, ખાનગી મોટર દ્વારા જવું કે મોટરમાં સાથે જવું તમારા વર્ગમાં આ દરેક વિકલ્પની હવાની ગુણવત્તા પર શું અસર થાય તેની ચર્ચા કરો.
ઉત્તર:
જો શાળા રહેઠાણથી એક કે દોઢ કિમી અંતરે હોય તો પગે ચાલીને કે સાઈકલ ચલાવીને જવું વધારે યોગ્ય છે. તેનાથી પ્રદૂષણ થતું નથી. સાથે સાથે શારીરિક વ્યાયામ મળે છે. જો 4થી 5 કિમી અંતર હોય અને જાહેર બસ પરિવહન સેવા ઉપલબ્ધ હોય તો અંગત વાહનના બદલે તેનો ઉપયોગ વધારે યોગ્ય છે. ગુજરાત રાજ્યમાં અને શહેરોમાં જાહેર પરિવહન સેવાઓ સ્વચ્છ બળતણ CNGનો ઉપયોગ કરે છે. તે પ્રદૂષણરહિત છે. જો ખાનગી સ્વતંત્ર મોટરના બદલે અન્ય વિદ્યાર્થીઓ સાથે ભાગીદારીમાં જવું વધારે યોગ્ય છે.
પગપાળા કે સાઇકલથી હવાની ગુણવત્તામાં ઘટાડો થતો નથી. પરંતુ સ્વતંત્ર વાહનોમાં પેટ્રોલ કે ડીઝલનો વપરાશ હવામાં પ્રદૂષકો ઉમેરી ગુણવત્તા ઘટાડે છે.
પ્રવૃત્તિ 5:
વિવિધ સ્થાનેથી પાણીના નમૂના એકત્ર કરી તેની ગુણવત્તા ચકાસવી.
સાધન-સામગ્રીઃ કાચના 4થી 5 પાત્ર, લિટમસ પેપર કે pH પેપર
પદ્ધતિ :
કાચના 4 – 5 પાત્ર લો. દરેક પર એક, બે, ત્રણ એમ ક્રમ લખો. અલગ અલગ આ કાચના પાત્રમાં પાણીના જુદા જુદા નમૂના નળ, તળાવ, નદી, કૂવા અને સરોવરમાંથી એકઠા કરો. દરેકની ગંધ, ઍસિડિકતા, રંગનું અવલોકન કરો. નીચેના કોષ્ટકમાં નોંધ કરો.
તારણઃ
કૂવાના પાણી અને નળના પાણીની ગુણવત્તા વધારે છે. ગુણવત્તા આધારે તળાવનું પાણી < સરોવરનું પાણી < નદીનું પાણી – કૂવાનું પાણી < નળનું પાણી
પ્રવૃત્તિ 6 :
પ્રશ્ન 1.
રહેઠાણ વિસ્તારમાં મળમૂત્રને સુએઝ કચરાના નિકાલની વ્યવસ્થા સમજવી.
ઉત્તરઃ
નગરો અને મહાનગરોમાં રહેઠાણ વિસ્તારનાં મકાનો(ફ્લેટ, ટેનામેન્ટ, બંગલો)ના બાથરૂમોમાં મળમૂત્ર વહન માટે નાની પાઇપો(ડ્રેનેજ પાઇપો)ની ગોઠવણી હોય છે. આ નાની પાઇપ સોસાયટી કે મહોલ્લાની પાઇપો સાથે જોડી તેને વિસ્તારની મુખ્ય ગટર સાથે જોડાણ કરવામાં આવે છે. છેવટે આ કચરો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જવામાં આવે છે.
ગામડાઓમાં જ્યાં શૌચાલયોની વ્યવસ્થા હોય છે. ત્યાં મળમૂત્રને જમીનમાં શોષખાડાઓ બનાવી તેમાં નિકાલ કરવાની વ્યવસ્થા ગોઠવેલી હોય છે.
પ્રવૃત્તિ 7:
વૉટર ફિલ્ટર (પાણીની ગળણી) બનાવવી.
સાધન-સામગ્રી : પ્લાસ્ટિક બૉટલ, કટર, પાતળું કપડું, રૂ, રેતી, કાંકરા.
પદ્ધતિઃ
પ્લાસ્ટિકની એક બૉટલ લો. તેને કટર કે ધારદાર છરી વડે મધ્યમાંથી કાપી બે ભાગ કરો. ઉપરના ભાગને નીચેના ભાગમાં આકૃતિ બતાવ્યા મુજબ ઊંધો ગોઠવો. તેમાં નીચેથી ઉપર તરફ ક્રમિક રીતે પાતળા કાપડનું સ્તર પછી રૂ, રેતી અને કાંકરાના સ્તર બનાવો. તૈયાર થયેલી ગળણીમાં ગંદું પાણી રેડો. ગળાયેલા પાણીનું અવલોકન કરો. તમારા અભ્યાસ આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
અવલોકનઃ
ગંદું પાણી ગળણી વડે ગાળતાં ગળાયેલું પાણી ચોખ્ખું અને પારદર્શક જણાય છે.
પ્રશ્નો:
પ્રશ્ન 1.
પીતાં પહેલાં આપણને પાણીને ગાળવાની શા માટે જરૂર પડે છે?
ઉત્તરઃ
પાણીમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરવા માટે પીતાં પહેલાં આપણને પાણીને ગાળવાની જરૂર પડે છે.
પ્રશ્ન 2.
તમારું પીવાનું પાણી તમે ક્યાંથી મેળવો છો?
ઉત્તરઃ
પીવાનું પાણી નગરપાલિકા કે ગ્રામપંચાયત દ્વારા બનાવેલી પાણીની ટાંકીમાંથી પીવાના પાણીની પાઇપલાઇનની ગોઠવણી ઘર સુધી થયેલી છે. તેના દ્વારા પીવાનું પાણી મેળવીએ છીએ.
પ્રશ્ન 3.
પ્રદૂષિત પાણી પીવાથી આપણને શું થાય?
ઉત્તર:
પ્રદૂષિત પાણી પીવાથી આપણને પાણીજન્ય રોગો થાય.
પ્રવૃત્તિ 8:
પ્રશ્ન 1.
તમારા વિસ્તારમાં જલ પ્રદૂષણ વિશેની જાગૃતિનાં સ્તર વિશે સંશોધન કરો. પીવાના પાણીના સ્ત્રોત તથા મળમૂત્રના નિકાલની પદ્ધતિઓ વિશે માહિતી એકઠી કરો. સામાન્ય રીતે સમાજમાં થતાં પાણીજન્ય રોગો કયા છે? તમે તમારા સ્થાનિક ડૉક્ટર / સ્વાથ્ય કર્મીને આ માટે મળી શકો. આ બાબત પર કામ કરતી સરકારી અને બિનસરકારી સંસ્થાઓ કઈ છે? જનજાગૃતિ માટે તેઓ કયાં પગલાં લે છે?
ઉત્તરઃ
પીવાના પાણીનો સ્ત્રોત નર્મદા કેનાલ અને સાબરમતી નદી છે. તેમાંથી નગરપાલિકાઓની સંસ્થા દ્વારા પાઇપો દ્વારા ઘરવપરાશ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. મળમૂત્રના નિકાલ માટે ડ્રેનેજ (ગટર) લાઈન અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની વ્યવસ્થા છે.
સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ભૌતિક અને રાસાયણિક ક્રિયાઓ દ્વારા ગંદું પાણી શુદ્ધ કરી જળાશયોમાં છોડવામાં આવે છે.
સામાન્ય રીતે સમાજમાં થતા પાણીજન્ય રોગો કૉલેરા, મરડો, ટાઇફૉઈડ, કમળો, ડાયેરિયા તેમજ ચામડીના રોગો છે.
આ બાબત પર કામ કરતી સરકારી અને બિનસરકારી સંસ્થાઓ
(1) Central Pollution Control Board
(2) Water Environment Federation
(3) Water Conservation and Control of Pollution Board
જનજાગૃતિ માટે પગલાં પાણીનો વ્યય અટકાવવાનાં પગલાંથી લોકોને માહિતગાર કરવા, પાણીને દૂષિત થતું અટકાવવાનાં પગલાંથી માહિતગાર કરવા માટે સમાચારપત્રો તેમજ દશ્ય-શ્રાવ્ય સાધનોમાં વિજ્ઞાપનો આપે છે.
વિશેષ પ્રવૃત્તિઓ
પ્રવૃત્તિ 1:
કેટલાંક શહેરમાં, વાહનો માટે પ્રદૂષણ માટેની ચકાસણી ફરજિયાત છે. પ્રદૂષણ ચકાસવાની પદ્ધતિ શીખવા માટે પેટ્રોલપંપની મુલાકાત લો. તમે નીચેના વિભાગમાં તમારાં તારણો વ્યવસ્થિત રીતે નોંધો.
પ્રશ્ન 1.
દર મહિને સરેરાશ ચકાસણી થયેલાં વાહનોની સંખ્યા
ઉત્તરઃ
650
પ્રશ્ન 2.
દરેક વાહને ચકાસતાં લાગતો સમય
ઉત્તરઃ
15 – 20 મિનિટ
પ્રશ્ન 3.
જે પ્રદૂષકો માટે ચકાસણી થઈ હોય તે
ઉત્તરઃ
કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોકાર્બન, કાર્બન ડાયૉક્સાઇડ
પ્રશ્ન 4.
ચકાસણીની પદ્ધતિ
ઉત્તરઃ
સ્વયંસંયાબિત
પ્રશ્ન 5.
વિવિધ વાયુઓનું પ્રમાણિત ઉત્સર્જન સ્તર
ઉત્તરઃ
કાર્બન મોનૉક્સાઇડ 0.5 હાઇડ્રોકાર્બન 750 ppm
પ્રશ્ન 6.
જો ઉત્સર્જિત વાયુઓનું સ્તર પ્રમાણિત સ્તર કરતાં વધુ હોય તો લેવાયેલાં પગલાં
ઉત્તરઃ
PUC આપવામાં ન
આવે – વાહન જપ્ત
કરાય. – વાહન ઍન્જિનની સર્વિસ.
પ્રશ્ન 7.
પ્રદૂષણ ચકાસણી કેટલાં સમયાંતરે અનિવાર્ય છે?
ઉત્તરઃ
માસ
પ્રવૃત્તિ 2:
તમારી શાળામાં હાથ ધરવામાં આવેલી પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓની એક મોજણી (survey) કરો. વર્ગને જાતે જ બે જૂથમાં વિભાજિત કરો, જેમાં દરેક જૂથ જુદી બાબતનું ધ્યાન રાખે. ઉદાહરણ તરીકે એક જૂથ એ જાણી લાવે કે શું શાળામાં પર્યાવરણ ક્લબ છે? તેના હેતુઓ શું છે?
પર્યાવરણ ક્લબના હેતુઓ:
- વિદ્યાર્થીઓને પ્રદૂષણ નિયંત્રણનાં પગલાંથી માહિતગાર કરવા.
- વૃક્ષારોપણનું મહત્ત્વ સમજે.
- પાણીનો વ્યય થતો અટકાવવા સભાન બને.
- કાગળનો વ્યય અટકાવવા સભાન બને.
પર્યાવરણ ક્લબની પ્રવૃત્તિઓનું સમયપત્રક
- પર્યાવરણ ક્લબના જૂથ I શાળાની પ્રાર્થનાસભા પછી પાણીના નળ ચેક કરી, ખુલ્લા હોય તો બંધ કરે. ટૉઇલેટમાં નળ ચેક કરે. સફાઈ કામદાર વડે થતી ટૉઇલેટની સફાઈનું ધ્યાન રાખે.
- પર્યાવરણ ક્લબના જૂથ II રિશેષ સમય દરમિયાન શાળાના મેદાનમાં ઉગાડેલા છોડને પાણી પાવાનું કાર્ય કરે.
- પર્યાવરણ ક્લબના જૂથે III રિશેષ સમય બાદ દરેક વર્ગમાંથી નકામા કાગળના ડૂચા તેમજ મેદાનમાંથી વનસ્પતિનો સૂકો કચરો એકત્ર કરી ખાતરના ખાડામાં ભેગા કરે.