GSEB Solutions Class 9 Science Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

Gujarat Board GSEB Solutions Class 9 Science Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે? Textbook Questions and Answers, Intext Questions, Textbook Activites Pdf.

આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે? Class 9 GSEB Solutions Science Chapter 2

GSEB Class 9 Science આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે? Textbook Questions and Answers

સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ ? અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો?
1. સોડિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણમાંથી
ઉત્તર :
બાષ્પીભવન

2. એમોનિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણમાંથી
ઉત્તર :
ઊર્ધ્વપાતન

3. ધાતુના નાના કણો (ટુકડા)ને મોટરકારના એન્જિન ઑઇલમાંથી
ઉત્તર :
ગાળણ

4. જુદા જુદા રંગીન કણોને ફૂલની પાંખડીઓના અર્કમાંથી
ઉત્તર :
ક્રોમેટોગ્રાફી

5. માખણને દહીંમાંથી
ઉત્તર :
સેન્ટ્રિક્ટ્રગેશન

6. તેલને પાણીમાંથી
ઉત્તર :
ભિનકારી ગળણી

GSEB Solutions Class 9 Science Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

7. ચાની પત્તીને પીવા માટે બનાવેલ ચામાંથી
ઉત્તર :
ગાળણ

8. રેતીમાંથી લોખંડની ટાંકણીઓને
ઉત્તર :
ચુંબકીય અલગીકરણ

9. ઘઉંના દાણાને ભૂસાં(છોતરા)માંથી
ઉત્તર :
ઊપણવાથી

10. માટી(કાદવ)ના બારીક કણોને પાણીમાં નિલંબિત માટીના કણોમાંથી
ઉત્તર :
નિતારણ અને ગાળણ

પ્રશ્ન 2.
ચા બનાવવા માટે તમે કયાં કયાં પગલાં લેશો? દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય, ઓગળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગાળણ અને અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કરો.
ઉત્તરઃ

  • એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લઈ તેને ગરમ કરો.
  • ખાંડને દ્રાવ્ય તરીકે લઈ પાણીમાં ઉમેરો અને ખાંડ સંપૂર્ણ ઓગળે નહીં ત્યાં સુધી ગરમ કરો.
  • આથી ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે.
  • ખાંડ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય છે.
  • આશરે અડધી ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરો, જે પાણી(દ્રાવણ)માં અદ્રાવ્ય છે.
  • પાત્રમાંના દ્રાવણને ઉકાળો, તેમાં દૂધ ઉમેરી ફરી ગરમ કરો. અહીં દૂધ એ દ્રાવણમાં સુદ્રાવ્ય થાય છે.
  • ગળણી વડે દ્રાવણને ગાળો. ગળણીમાં અદ્રાવ્ય અવશેષ રહેશે, જ્યારે કપમાં ગાળણ (ચા) તૈયાર થશે.

પ્રશ્ન 3.
પ્રજ્ઞા ત્રણ જુદા જુદા પદાર્થોની જુદા જુદા તાપમાને દ્રાવ્યતા ચકાસે છે અને નીચે દર્શાવેલા આંકડા એકત્ર કરે છે. (100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલ પદાર્થનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે, તે નીચે દર્શાવેલ કોષ્ટકમાં આપેલ છે)
GSEB Solutions Class 9 Science Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 1
(a) 318 K તાપમાને 50 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઈટ્રેટનું રે સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ નાઈટ્રેટનું કેટલું દળ જોઈએ?
ઉત્તર :
313 K તાપમાને 100 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઈટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન = 62 g
∴ 50 g પાણીમાં જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન
= \(\frac{62 \times 50}{100}\)
= 31 g

(b) પ્રજ્ઞા 353 K તાપમાને પોટેશિયમ ક્લોરાઈડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેને ઓરડાના તાપમાને ઠંડું પડવા મૂકે છે. જેમ દ્રાવણ ઠંડું પડશે તેમ તેનું અવલોકન શું હશે? સમજાવો.
ઉત્તર :
દ્રાવણને ઠંડું પાડતાં પોટેશિયમ નાઈટ્રેટના સ્ફટિક મળશે.

(c) 293 K તાપમાને દર્શાવેલ દરેક ક્ષારની દ્રાવ્યતા શોધો. 3 આ જ તાપમાને કયા ક્ષારની દ્રાવ્યતા સૌથી વધુ હશે?
ઉત્તર :
293 K તાપમાને દરેક ક્ષારની દ્રાવ્યતા (પ્રતિ 100 g પાણીમાં) નીચે મુજબ છે:

  • પોટેશિયમ નાઇટ્રેટ : 32 g
  • સોડિયમ ક્લોરાઇડ 36 g
  • પોટેશિયમ ક્લોરાઇડ : 35 g
  • એમોનિયમ ક્લોરાઇડ 37 g

293 K તાપમાને એમોનિયમ ક્લોરાઇડની દ્રાવ્યતા સૌથી . વધુ હશે.

(d) ક્ષારની દ્રાવ્યતા પર તાપમાનના ફેરફારની શી અસર થશે?
ઉત્તર :
જેમ તાપમાન વધે તેમ દ્રાવ્યતામાં વધારો થાય છે.

GSEB Solutions Class 9 Science Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રશ્ન 4.
નીચેના શબ્દો ઉદાહરણ સહિત સમજાવોઃ
1. સંતૃપ્ત દ્રાવણ
ઉત્તર :
સંતૃપ્ત દ્રાવણઃ નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય, તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. દા. ત., મીઠાનું સંતૃપ્ત દ્રાવણ

2. શુદ્ધ પદાર્થ
ઉત્તર :
શુદ્ધ પદાર્થ : એક જ પ્રકારના કણોના બનેલા પદાર્થને શુદ્ધ 9 પદાર્થ કહે છે. દા. ત., સોનું, ચાંદી.

3. કલિલ
ઉત્તર :
કલિલઃ જે વિશ્વમાંગ પ્રણાલીમાં દ્રાવ્ય પદાર્થ (વિક્ષેપિત કલા) એ દ્રાવકમાં (વિક્ષેપિત માધ્યમમાં) વિક્ષેપિત અવસ્થામાં મળે, તો આવા દ્રાવણને કલિલ દ્રાવણ (સોલ) કહે છે. દા. ત., દૂધ, ચીઝ, ધુમાડો, વાદળ વગેરે.

4. નિલંબન
ઉત્તર :
નિલંબનઃ જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં જોવા મળે ત્યારે મળતા દ્રાવણને નિલંબિત (આલંબિત) દ્રાવણ કહે છે. દા. ત., બેરિયમ સલ્ફટનું જલીય દ્રાવણ, ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ.

પ્રશ્ન 5.
નીચે દર્શાવેલ દરેકને સમાંગ કે વિશ્વમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો
સોડાવૉટર, લાકડું, હવા, જમીન, વિનેગર, ગાળેલી ચા
ઉત્તર :
સમાગ મિશ્રણ સોડાવૉટર, હવા, વિનેગર, ગાળેલી ચા વિષમાંગ મિશ્રણ લાકડું, જમીન

પ્રશ્ન 6.
તમને આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે, તે તમે કેવી રીતે નક્કી કરશો?
ઉત્તરઃ
આપેલ રંગહીન પ્રવાહીનું ઉત્કલનબિંદુ થરમૉમીટર વડે નક્કી કરવામાં આવે છે. જો પ્રવાહીનું ઉત્કલનબિંદુ 1000 (વાતાવરણના દબાણે) મળે, તો તે પુરવાર કરે છે કે આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે. કારણ કે દરેક શુદ્ધ પદાર્થનું ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ નિશ્ચિત જ હોય છે.

પ્રશ્ન 7.
નીચેના પૈકી કયા પદાર્થોને શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય છે?
1. બરફ
2. દૂધ
3. લોખંડ
4. હાઇડ્રોક્લોરિક ઍસિડ
5. કૅલ્શિયમ ઑક્સાઇડ
6. મરક્યુરી (પારો)
7. ઈંટ
8. લાકડું
9. હવા
ઉત્તરઃ
આપેલ પદાર્થો પૈકી બરફ, લોખંડ, હાઈડ્રોક્લોરિક ઍસિડ, -કેલ્શિયમ ઑક્સાઈડ અને મરક્યુરી(પારો)ને શુદ્ધ પદાર્થોના સમૂહમાં વર્ગીકૃત કરી શકાય.

પ્રશ્ન 8.
નીચે દર્શાવેલા મિશ્રણમાંથી દ્રાવણોને ઓળખો
1. માટી
2. દરિયાનું પાણી
3. હવા
4. કોલસો
5. સોડાવૉટર
ઉત્તર :
દ્રાવણોઃ દરિયાનું પાણી, હવા અને સોડાવૉટર

પ્રશ્ન 9.
નીચેના પૈકી કયો પદાર્થ ટિંડલ અસર દર્શાવશે?
1. મીઠાનું દ્રાવણ
2. દૂધ
3. કૉપર સલ્લેટનું દ્રાવણ
4. સ્ટાર્ચનું દ્રાવણ
ઉત્તર :
આપેલ પદાર્થો પૈકી દૂધ અને સ્ટાર્ચનું દ્રાવણ ટિંડેલ 3 અસર દર્શાવશે.

GSEB Solutions Class 9 Science Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રશ્ન 10.
નીચેનાને તત્ત્વ, સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો:
1. સોડિયમ
2. માટી
3. ખાંડનું દ્રાવણ
4. સિલ્વર
5. કૅલ્શિયમ કાર્બોનેટ
6. ટિન
7. સિલિકોન
8. કોલસો
9. હવા
10. સાબુ
11. મિથેન
12. કાર્બન ડાયૉક્સાઇડ
13. રુધિર
ઉત્તર :

તત્ત્વ સંયોજન મિશ્રણ
સોડિયમ કૅલ્શિયમ કાર્બોનેટ માટી
સિલ્વર સાબુ ખાંડનું દ્રાવણ
ટિન મિથેન કોલસો
સિલિકોન કાર્બન ડાયૉક્સાઈડ હવા
રુધિર

પ્રશ્ન 11.
નીચેના પૈકી કયા ફેરફારો રાસાયણિક ફેરફારો છે?
1. છોડની વૃદ્ધિ
2. લોખંડનું કરાયું
3. લોખંડની ભૂકી અને રેતીને મિશ્ર કરવા
4. ખોરાકનું રાંધવું
5. ખોરાકનું પાચન
6. પાણીનું કરવું
7. મીણબત્તીનું સળગવું
ઉત્તર :
આપેલ ફેરફારો પૈકી રાસાયણિક ફેરફારો નીચે મુજબ છે :

  • છોડની વૃદ્ધિ
  • ખોરાકનું રાંધવું
  • લોખંડનું કટાવું
  • ખોરાકનું પાચન
  • મીણબત્તીનું સળગવું

GSEB Class 9 Science આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે? Intext Questions and Answers

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 15]

પ્રશ્ન 1.
શુદ્ધ પદાર્થનો અર્થ શું થાય છે?
ઉત્તર :
જે પદાર્થમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેને શુદ્ધ પદાર્થ કહી શકાય.

પ્રશ્ન 2.
સમાંગ અને વિષયાંગ મિશ્રણ વચ્ચેના તફાવતના મુદ્દાની યાદી બનાવો.
ઉત્તર :

સમાંગ મિશ્રણને વિશ્વમાંગ મિશ્રણ
1. તે એકસમાન સંઘટન ધરાવતું મિશ્રણ છે. 1. તે અસમાન સંઘટન ધરાવતું મિશ્રણ છે.
2. તેના ભાગો ભૌતિક રીતે અલગ પડતા નથી. 2. તેના ભાગો ભૌતિક રીતે અલગ પડે છે.
3. મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે. 3. મિશ્ર થયા બાદ અલગ અલગ ભોતિક અવસ્થા ધરાવે છે.
4. ખાંડ અને પાણી, મીઠું અને પાણી; હવા, આયોડિન અને આલ્કોહોલ વગેરેનું મિશ્રણ 4. રેતી અને ખાંડ, મીઠું અને લાકડાનો વહેર, મીઠું અને સલ્ફર, પાણી અને તેલ વગેરેનું મિશ્રણ

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 18]

પ્રશ્ન 1.
સમાંગ મિશ્રણ અને વિશ્વમાંગ મિશ્રણ વચ્ચેનો તફાવત ઉદાહરણ સહિત સમજાવો. [2 ગુણ]
ઉત્તર :
જુઓ પ્રશ્ન 6નો ઉત્તર.

GSEB Solutions Class 9 Science Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રશ્ન 2.
સોલ, દ્રાવણ અને નિલંબન એકબીજાથી કઈ રીતે અલગ પડે છે?
ઉત્તર :
GSEB Solutions Class 9 Science Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 2

પ્રશ્ન 3.
સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે 36 g સોડિયમ ક્લોરાઇડને 293 K તાપમાને 100 g પાણીમાં ઓગાળેલ છે, તો તે તાપમાને દ્રાવણની સાંદ્રતા શોધો.
ઉત્તર :
દ્રાવ્ય (સોડિયમ ક્લોરાઈડ)નું વજન = 36 g
દ્રાવક(પાણી)નું વજન = 100 g
દ્રાવણનું વજન = દ્રાવ્યનું વજન + દ્રાવકનું વજન
= 36 + 100 = 136 g
દ્રાવ્યનું વજન દ્રાવણની સાંદ્રતા (% w/w) = \(\frac{\text { द्राव्यનું વજન }}{\text { द્રાવણનું વજન }}\) × 100
= 36 × 100
= 26.47 %

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 24]

પ્રશ્ન 1.
પેટ્રોલ અને કેરોસીન જે એકબીજામાં મિશ્ર થઈ શકે છે, તેના બનાવેલા મિશ્રણને (તેમના ઉત્કલનબિંદુનો તફાવત 25 °C કરતાં વધુ છે.) કેવી રીતે અલગ કરશો?
ઉત્તર :
પેટ્રોલ અને કેરોસીન જે એકબીજામાં મિશ્ર થઈ શકે છે, તેના બનાવેલા મિશ્રણને વિભાગીય નિયંદન દ્વારા અલગ કરી શકાય છે.

પ્રશ્ન 2.
નીચેનાના અલગીકરણ માટે યોગ્ય પદ્ધતિનાં નામ દર્શાવો
(1) દહીંમાંથી માખણ
ઉત્તર :
દહીંમાંથી માખણ : સેન્ટ્રિક્ટ્રગેશન

(2) દરિયાના પાણીમાંથી મીઠું
ઉત્તર :
દરિયાના પાણીમાંથી મીઠું : બાષ્પીભવન

(૩) મીઠામાંથી કપૂર
ઉત્તર :
મીઠામાંથી કપૂર : ઊર્ધ્વપાતન

પ્રશ્ન 3.
કેવા પ્રકારના મિશ્રણોને સ્ફટિકીકરણ દ્વારા અલગ કરી શકાય?
ઉત્તર :
દરિયાના પાણીમાંથી મીઠું અને દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થોને સ્ફટિકીકરણ દ્વારા અલગ કરી શકાય છે.

GSEB Solutions Class 9 Science Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રશ્ન 4.
તફાવત આપો: ભૌતિક અને રાસાયણિક ફેરફાર
ઉત્તર :

ભૌતિક ફેરફાર રાસાયણિક ફેરફાર
1. જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય તે ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે. 1. જે ફેરફાર દરમિયાન પદાર્થનું રાસાયણિક સંઘટન (બંધારણ) બદલાતું હોય તે ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે.
2. આ ફેરફારમાં પદાર્થના ભૌતિક ગુણધર્મમાં ફેરફાર થાય છે. 2. આ ફેરફારમાં પદાર્થના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે.
3. આ ફેરફાર કાયમી નથી. 3. આ ફેરફાર કાયમી છે.
4. આ ફેરફારમાં મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયાથી અથવા પ્રક્રિયા ઉલટાવીને પાછો મેળવી શકાય છે. 4. આ ફેરફારમાં મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયાથી અથવા પ્રક્રિયા ઉલટાવીને પાછો મેળવી શકાતો નથી.
5. GSEB Solutions Class 9 Science Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 3 5. GSEB Solutions Class 9 Science Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 4

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 24]

પ્રશ્ન 1.
નીચેનાને ભૌતિક અથવા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકૃત કરો :

  • ઝાડનું કાપવું.
  • તવીમાં માખણનું પીગળવું.
  • તિજોરીને કાટ લાગવો.
  • પાણી ઉકાળીને વરાળ બનાવવી.
  • પાણીમાં વિદ્યુતપ્રવાહ પસાર કરી, પાણીનું હાઇડ્રોજન અને ઑક્સિજન વાયુમાં વિઘટન કરવું.
  • પાણીમાં સામાન્ય ક્ષાર (મીઠું) ઓગાળવું.
  • કાચાં ફળો વડે ફૂટસલાડ બનાવવું.
  • કાગળ અને લાકડાનું સળગવું.

ઉત્તરઃ
આપેલ ફેરફારોનું ભૌતિક અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ નીચે મુજબ છેઃ

ભૌતિક ફેરફાર રાસાયણિક ફેરફાર
1. ઝાડનું કાપવું. તિજોરીને કાટ લાગવો.
2. તવીમાં માખણનું પીગળવું. પાણીમાં વિદ્યુતપ્રવાહ પસાર કરી, પાણીનું હાઇડ્રોજન અને ઑક્સિજન વાયુમાં વિઘટન કરવું.
3. પાણી ઉકાળીને વરાળ બનાવવી. પાણીમાં સામાન્ય ક્ષાર (મીઠું) ઓગાળવું.
4. કાચાં ફળો વડે ફ્રુટસલાડ બનાવવું. કાગળ અને લાકડાનું સળગવું.

પ્રશ્ન 2.
તમારી આસપાસ(ચોપાસ)ની વસ્તુઓને શુદ્ધ પદાર્થો અથવા મિશ્રણોમાં અલગ કરવાનો પ્રયત્ન કરો.
ઉત્તર :
શુદ્ધ પદાર્થો : પાણી, ખાંડ, સોનું, લોખંડ, આલ્કોહોલ
મિશ્રણ : સ્ટીલ, દૂધ, હવા, ચા, પિત્તળ

GSEB Class 9 Science આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે? Textbook Activities

પ્રવૃત્તિ 2.1 [પા.પુ. પાના નં. 14]

હેતુઃ મિશ્રણના પ્રકારો સમજવા.

  • તમારા વર્ગના વિદ્યાર્થીઓને A, B, C અને D જૂથમાં વિભાજિત કરો.
  • જૂથ A એક બકરમાં 50 mL પાણી અને એક ચમચી કૉપર સલ્ફટ (CuSO<sub>4</sub>) પાવડર લે છે.
  • જૂથ B એક બીકરમાં 50 mL પાણી અને બે ચમચી કૉપર સલ્ફટ પાવડર લે છે.
  • તેના રંગ અને રચનાની સમાનતા માટેનાં અવલોકનોની નોંધ કરો.

અવલોકનઃ જૂથ A અને B પાસે સમગ્ર રીતે એકસમાન સંઘટન (Composition) ધરાવતું મિશ્રણ છે. આ પ્રકારના મિશ્રણને સમાંગ મિશ્રણ અથવા દ્રાવણ (Homogeneous) કહે છે.

આ પ્રકારના મિશ્રણનાં બીજાં કેટલાંક ઉદાહરણો :

  1. મીઠાનું પાણીમાં બનાવેલ દ્રાવણ
  2. ખાંડનું પાણીમાં બનાવેલ દ્રાવણ.
  • બંને જૂથ પાસે રહેલાં દ્રાવણોના રંગની સરખામણી કરો. બંને જૂથ પાસે કૉપર સલ્ફટનું દ્રાવણ છે, તેમ છતાં બંને જૂથ પાસેનાં દ્રાવણોના રંગોની તીવ્રતા અલગ અલગ હોય છે. તે દર્શાવે છે કે માંગ મિશ્રણનું સંઘટન અલગ હોઈ શકે છે.
  • જૂથ C અને D જુદી જુદી માત્રામાં કૉપર સલ્ફટ, પોટેશિયમ પરમેંગેનેટ અથવા સામાન્ય ક્ષાર (સોડિયમ ક્લોરાઈડ) લઈ શકે છે. ઉપર્યુક્ત ઘટક કણોને મિશ્ર કરી મિશ્રણ બનાવો.
  • તેના રંગ અને રચના(Texture)ની સમાનતા માટેનાં અવલોકનોની નોંધ કરો.

અવલોકનઃ જૂથ C અને D પાસે જે મિશ્રણ છે તેના ભાગો ભોતિક રીતે અલગ છે અને અસમાન સંરચના ધરાવતા હોય છે. આવાં | મિશ્રણને વિષમાંગ મિશ્રણ (heterogeneous) કહે છે.

આ પ્રકારના મિશ્રણનાં અન્ય ઉદાહરણો: સોડિયમ ક્લોરાઈડ (મીઠું) અને લોખંડના વહેરનું મિશ્રણ, મીઠું અને સલ્ફરનું મિશ્રણ તથા પાણી અને તેલનું મિશ્રણ.

નિષ્કર્ષ : મિશ્રણમાં રહેલા ઘટક કણોની ભૌતિક અવસ્થાના (સ્વભાવના) આધારે મિશ્રણના બે પ્રકાર પડે છે.

પ્રવૃત્તિ 2.2 [પા.પુ. પાના નં. 15]

હેતુઃ સાચાં દ્રાવણ, નિલંબન અને કલિલ દ્રાવણ વિશે પ્રાથમિક અભ્યાસ કરવો.

  • ચાલો, આપણે ફરી વર્ગખંડને ચાર જૂથમાં વિભાજિત કરીએ: A, B, C અને D.
  • નીચે દર્શાવેલા નમૂનાઓની દરેક જૂથમાં નીચે પ્રમાણે વહેંચણી કરો :
  • જૂથ Aને કૉપર સલ્ફટના થોડા સ્ફટિક
  • જૂથે Bને એક ચમચી કૉપર સલ્ફટ
  • જૂથ ને ચૉકનો ભૂકો અથવા ઘઉંનો લોટ
  • જૂથ Dને દૂધ અથવા શાહીનાં થોડાં ટીપાં

GSEB Solutions Class 9 Science Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 5
[આકૃતિ : ગાળણ].
વર્ગખંડમાં પરિણામની ચર્ચા કરો અને આ ક્રિયા માટે અભિપ્રાય દર્શાવો.

1. દરેક જૂથે આપેલ નમૂનાને સમાન કદના પાણીમાં ઉમેરીને કાચના સળિયા વડે બરાબર હલાવવાનો રહેશે. શું મિશ્રણમાં સૂક્ષ્મ કણો જોઈ શકાય છે?
ઉત્તર :
માત્ર જૂથ ના વિદ્યાર્થીઓના મિશ્રણમાં જ સૂક્ષ્મ કણો જોઈ શકાય છે.

2. ટૉર્ચમાંથી પ્રકાશનાં કિરણો મિશ્રણ ધરાવતા બીકરમાંથી આરપાર પસાર કરો અને તેનું અવલોકન કરો. શું પ્રકાશનાં કિરણોનો માર્ગ જોઈ શકાય છે?
ઉત્તર :
જૂથ C અને Dના વિદ્યાર્થીઓના મિશ્રણમાં પ્રકાશનાં કિરણોનો માર્ગ જોઈ શકાય છે.

3. થોડા સમય માટે મિશ્રણને ખલેલ પહોંચાડ્યા વગર (હલાવ્યા સિવાય) મૂકી રાખો. (અને તે સમય દરમિયાન ગાળણપ્રક્રિયા માટેનાં સાધનોની ગોઠવણી કરો.) શું મિશ્રણ સ્થિર થાય છે? અથવા શું થોડા સમય પછી મિશ્રણના કોઈ ઘટક કણોનું તળિયે જમા થવાનું શરૂ થાય છે?
ઉત્તર :
જૂથ Cના મિશ્રણમાં ઘટક કણોનું તળિયે જમા થવાનું શરૂ થાય છે.

4. મિશ્રણને ગાળી લો. શું ઉપર કોઈ અવશેષ જમા થાય છે?
ઉત્તર :
જૂથ ના મિશ્રણમાં અવશેષ જમા થાય છે.

નિષ્કર્ષ : જૂથ A અને Bને સાચું દ્રાવણ મળ્યું છે, જૂથ (ને નિલંબન મળેલ છે તથા જૂથ Dને કલિલ દ્રાવણ મળેલ છે.

પ્રવૃત્તિ 2.3 [પા.પુ. પાના નં. 16]

હેતુઃ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થની દ્રાવ્યતા નક્કી કરવી.

  • બે બીકર લઈ તે દરેકમાં આશરે 50 mL પાણી ભરો. એક બીકરમાં મીઠું (NaCI) અને બીજા બીઝરમાં ખાંડ અથવા બેરિયમ ક્લોરાઇડ (BaCl ઉમેરીને તેને સતત હલાવતા રહો.
  • જો દ્રાવ્યના કણો વધુ માત્રામાં ન ઓગળે તો બકરમાંના દ્રાવણને 5 °Cના તાપમાનના વધારા સુધી ગરમ કરો.
  • ફરીથી દ્રાવ્ય ઉમેરવાનું શરૂ કરો.

1. શું આપેલ તાપમાને મીઠું અને ખાંડ અથવા બેરિયમ ક્લોરાઇડ સમાન પ્રમાણમાં દ્રાવ્ય થાય છે?
ઉત્તરઃ
ના. આપેલા તાપમાને ખાંડ એ મીઠું અને બેરિયમ ક્લોરાઇડ કરતાં વધુ પ્રમાણમાં દ્રાવ્ય થશે.

નિષ્કર્ષ : નિયત તાપમાને દરેક દ્રાવ્ય પદાર્થની આપેલા દ્રાવકમાં { દ્રાવ્યતા જુદી જુદી હોય છે.

પ્રવૃત્તિ 2.4 [પા.પુ. પાના નં. 19]

હેતુ : બાષ્પીભવન દ્વારા મિશ્રણમાંના ઘટકોનું અલગીકરણ કરવું.

  • એક બીકરમાં અડધે સુધી પાણી ભરો.
  • બીકરના ઉપરના ભાગને વૉચ ગ્લાસથી ઢાંકો.
  • વૉચ ગ્લાસમાં શાહીનાં થોડાં ટીપાં લો.
  • હવે બીકરને ગરમ કરવાનું શરૂ કરો. શાહીને સીધી (પ્રત્યક્ષ) રીતે ગરમ કરવાની નથી. વૉચ ગ્લાસમાંથી બાષ્પીભવન થતું જોઈ શકાશે.
  • બાષ્પીભવન થતું રહે ત્યાં સુધી બીકરને ગરમ કરવાનું ચાલુ રાખો અને જ્યારે વૉચ ગ્લાસમાં કોઈ જ ફેરફાર ન જોવા મળે ત્યારે બીકરને ગરમ કરવાનું બંધ કરો.
  • તેનું ધ્યાનથી અવલોકન કરી અવલોકનો નોંધો.

GSEB Solutions Class 9 Science Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 6
[આકૃતિ : બાષ્પીભવન).

1. તમારા મતે વૉચ ગ્લાસમાંથી શેનું બાષ્પીભવન થયું હશે?
ઉત્તર :
વૉચ ગ્લાસમાંથી પાણીનું બાષ્પીભવન થયું હશે.

2. શું વૉચ ગ્લાસમાં કોઈ અવશેષ બાકી રહે છે?
ઉત્તર : વૉચ ગ્લાસમાં શાહીના અવશેષ બાકી રહે છે.

3. તમે શું અર્થઘટન કરો છો? શું શાહી એ એક જ પદાર્થ (શુદ્ધ) છે કે તે મિશ્રણ છે?
ઉત્તર :
શાહી એ રંગકનું પાણીમાં બનાવેલું મિશ્રણ છે. અવલોકન : બાષ્પીભવન દ્વારા મિશ્રણના બાષ્પશીલ ઘટકને અબાષ્પશીલ ઘટકથી અલગ કરી શકાય છે.

GSEB Solutions Class 9 Science Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રવૃત્તિ 2.5 [પા.પુ. પાના નં 19]

હેતુ : દૂધમાંથી મલાઈનું અલગીકરણ કરવું.

  • એક કસનળીમાં મલાઈથી ભરપૂર દૂધ લો.
  • સેન્ટિટ્યૂકિંગ યંત્ર (કેન્દ્રત્યાગી યંત્ર) વડે તેને બે મિનિટ માટે સેન્ટ્રિક્યુજ કરો.
  • જો શાળામાં આ યંત્ર ઉપલબ્ધ ન હોય તો તમે ઘરે રસોડામાં વપરાતાં વલોણા દ્વારા આ પ્રવૃત્તિ કરી શકો છો.
  • જો તમારા ઘરની નજીક દૂધની ડેરી હોય તો તેની મુલાકાત લો અને ત્યાં જઈને પૂછો કે,
    1. તેઓ દૂધમાંથી મલાઈ કેવી રીતે અલગ કરે છે?
    2. તેઓ દૂધમાંથી ચીઝ (પનીર) કેવી રીતે બનાવે છે?

1. દૂધને વલોવીને તમે શું અવલોકન કર્યું?
ઉત્તર દૂધમાંના કેટલાક ભારે કણો કસનળીને તળિયે જમા થાય છે.

2. દૂધમાંથી મલાઈનું અલગીકરણ કેવી રીતે થાય છે તે સમજાવો.
ઉત્તર :
દૂધમાંથી મલાઈ વલોણા દ્વારા અલગ કરી શકાય છે.

પ[પા.પુ. [પાના નં. 20]

હેતુ : ભિન્નકારી ગળણી વડે મિશ્રણમાંના ઘટકોનું અલગીકરણ કરવું.

  • કેરોસીન અને પાણીના વિષયાંગ મિશ્રણને ભિન્નકારી ગળણીમાં ભરો.
  • તેને થોડા સમય સુધી ખલેલ પહોંચાડ્યા સિવાય મૂકી રાખતાં કેરોસીન અને પાણીના અલગ સ્તર રચાશે.
  • ભિન્નકારી ગળણીનો સ્ટૉપ-કૉક ખોલો અને નીચેના પાણીના સ્તરને કાળજીપૂર્વક બહાર લઈ લો.
  • જેવું કેરોસીન સ્ટૉપ-કૉક સુધી પહોંચે કે તરત જ ભિનકારી ગળણીના સ્ટૉપ-કૉકને બંધ કરી દો.

GSEB Solutions Class 9 Science Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 7
[આકૃતિ : મિશ્ર ન થઈ શકે તેવાં પ્રવાહીઓનું અલગીકરણ ]

નિષ્કર્ષ જુદી જુદી ઘનતા ધરાવતાં બે પ્રવાહીઓને તેમની ઘનતાના તફાવતના આધારે અલગીકરણ ગળણી વડે અલગ કરી શકાય છે.

પ્રવૃત્તિ 2.7 [પા.પુ. પાના નં.21].

હેતુ : મિશ્રણમાંના દ્રાવ્ય ઘટકોનું અલગીકરણ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ વડે કરવું.

  • ગાળણપત્રની એક પાતળી પટ્ટી લો.
  • તેના નીચેના છેડેથી આશરે ત્રણ સેન્ટિમીટર ઉપર પેન્સિલ વડે એક રે લીટી દોરો. (આકૃતિ (a))
  • તે લીટીની મધ્યમાં શાહી(પાણીમાં દ્રાવ્ય, સ્કેચપેન અથવા ફાઉન્ટેન પેન)નું નાનું ટીપું મૂકો. તેને સુકાવા દો.
  • ગાળણપત્રને પાણીથી ભરેલ એક બરણી કસનળી ગ્લાસ બીકરમાં એવી રીતે ડુબાડો કે જેથી શાહીનું ટીપું પાણીના સ્તરની થોડું ઉપર રહે (આકૃતિ (b)માં દર્શાવ્યા મુજબ). હવે તેને કોઈ પણ ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકો.
  • ગાળણપત્રમાં જેમ જેમ પાણી ઉપરની તરફ ચડે તેમ તેમ ધ્યાનથી તેનું અવલોકન કરો અને તેની નોંધ કરો.

GSEB Solutions Class 9 Science Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 8
[આકૃતિ : ક્રોમેટોગ્રાફી (વર્ણલેખિકી) પદ્ધતિ દ્વારા કાળી શાહીમાં રહેલ રંગક(Dye)નું અલગીકરણ)

1. જેમ જેમ પાણી ગાળણપત્રમાં ઉપર ચડે તેમ તમે શું અવલોકન કરો છો?
ઉત્તર :
જેમ જેમ પાણી ગાળણપત્રમાં ઉપર ચડે તેમ તેમ તે પોતાની સાથે રંગકના અણુઓને પણ ઉપરની તરફ લઈ જાય છે.

2. શું તમને ગાળણપત્ર પર અલગ અલગ રંગો મળશે?
ઉત્તર :
હા, ગાળણપત્ર પર અલગ અલગ રંગો મળશે.

3. તમારા મત મુજબ, રંગીન ટપકાનું (શાહીના ટીપાનું) ગાળણપત્રની પટ્ટીમાં ઉપર તરફ ચડવાનું કારણ શું હોઈ શકે?
ઉત્તર :
શાહીના ટીપામાં એક કરતાં વધુ દ્રાવ્ય ઘટકો હોવાથી જે ઘટકની દ્રાવ્યતા વધુ હશે તે ઝડપથી કેશાકર્ષણના કારણે પટ્ટીની ઉપર તરફ જશે.

પ્રવૃત્તિ 2.8 [પા.પુ. પાના નં 21]

હેતુઃ નિયંદન દ્વારા એકબીજામાં મિશ્ર થઈ શકે તેવાં બે પ્રવાહીઓનું અલગીકરણ કરવું.

  • એકબીજામાં મિશ્ર થાય તેવાં બે પ્રવાહીઓ પાણી અને એસિટોનનું ‘મિશ્રણ લો.
  • નિયંદન ફલાસ્ક(Distillation Flask)માં મિશ્રણ લઈ તેમાં થરમૉમીટર લગાવો.
  • આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણી કરો.
  • અલાસ્કમાંના મિશ્રણને ધીરે ધીરે ગરમ કરો અને ધ્યાનપૂર્વક થરમૉમીટર પર નજર રાખતા રહો.
  • એસિટોન બાષ્પમાં રૂપાંતર પામે છે અને જળ સંઘનિત્રમાં (Condenserમાં) સંઘનિત (Condense) થઈને જળ સંઘનિત્રના
  • છેડેથી તેને એકત્ર કરી શકાય છે.
  • પાણી નિયંદન ફલાસ્કમાં રહી જાય છે.

GSEB Solutions Class 9 Science Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે 9
(આકૃતિ : નિયંદન દ્વારા મિશ્ર થઈ શકે તેવાં બે પ્રવાહીઓનું અલગીકરણ)

1. જ્યારે તમે મિશ્રણને ગરમ કરવાનું શરૂ કરો છો ત્યારે તમે શું રં અવલોકન કરો છો?
ઉત્તર :
મિશ્રણને ગરમ કરવાનું શરૂ કરતાં તે ઊકળવાની શરૂઆત કરે છે.

2. કયા તાપમાને થરમૉમીટરનો આંક (Reading) થોડા સમય માટે અચળ રહે છે?
ઉત્તર :
56 °C તાપમાને થરમૉમીટરનો આંક થોડા સમય માટે અચળ રહે છે.

3. એસિટોનનું ઉત્કલનબિંદુ કેટલું છે?
ઉત્તર :
એસિટોનનું ઉત્કલનબિંદુ 56 °C (329.15 K) છે.

4. મિશ્રણના બંને ઘટકો (એસિટોન અને પાણી)ને શા માટે અલગ કરી શકાય છે?
ઉત્તર :
એસિટોન અને પાણી એકબીજામાં મિશ્ર થઈ શકે તેવા અને ઉત્કલનબિંદુનો પૂરતો તફાવત ધરાવતાં પ્રવાહી હોવાથી તેમને ગરમ કરતાં વિઘટન પામ્યા સિવાય એકબીજાથી અલગ કરી શકાય છે.
નિષ્કર્ષ : નિયંદન પદ્ધતિ દ્વારા ઉત્કલનબિંદુ વચ્ચે પૂરતો તફાવત ધરાવતાં બે કે તેથી વધુ પ્રવાહીઓને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે.

GSEB Solutions Class 9 Science Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રવૃત્તિ 2.9 [પા.પુ. પાના નં. 23]

હેતુ સ્ફટિકીકરણ દ્વારા મિશ્રણમાંના ઘટકોના અલગીકરણનો અભ્યાસ કરવો.

  • એક બાષ્પવાટકીમાં થોડો (આશરે 5 ગ્રામ) અશુદ્ધ કૉપર સલ્ફટ લો.
  • તેને ન્યૂનતમ જથ્થાના પાણીમાં દ્રાવ્ય કરો.
  • અશુદ્ધિઓને ગાળણપ્રક્રિયા દ્વારા દૂર કરો.
  • સંતૃપ્ત દ્રાવણ મેળવવા માટે કૉપર સલ્ફટના દ્રાવણમાંથી પાણીનું બાષ્પીભવન કરો.
  • દ્રાવણને ગાળણપત્ર વડે ઢાંકો અને તેને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા સિવાય ઓરડાના તાપમાને ઠંડું કરવા એક દિવસ મૂકી રાખો.
  • બાષ્પવાટકીમાં તમને કૉપર સલ્ફટના સ્ફટિક મળશે.
  • આ પદ્ધતિને સ્ફટિકીકરણ (Crystallization) કહે છે.

1. બાષ્પવાટકીમાં તમે શું અવલોકન કર્યું?
ઉત્તર :
બાષ્પવાટકીમાં કૉપર સલ્લેટનું સ્ફટિકમાં રૂપાંતર પામવાની શરૂઆત થાય છે.

2. શું સ્ફટિક એકસરખા દેખાય છે?
ઉત્તર :
બાષ્પવાટકીમાંના બધા સ્ફટિક એકસરખા દેખાય છે.

3. બાષ્પવાટકીમાં રહેલ પ્રવાહીમાંથી તમે સ્ફટિકને કેવી રીતે અલગ કરશો?
ઉત્તર :
બાષ્પવાટકીમાંના પ્રવાહીનું ગાળણ કરી સ્ફટિકને અલગ કરી શકાય છે.

પ્રવૃત્તિ 2.10 [પા.પુ. પાના નં. 25]

હેતુઃ મિશ્રણમાંના ઘટકોના ગુણધર્મોનો અભ્યાસ કરવો.

  • તમારા વર્ગખંડના વિદ્યાર્થીઓને બે જૂથમાં વિભાજિત કરો. બંને જૂથને બાખવાટકીમાં 5 g લોખંડનો ભૂકો અને ઉg સલ્ફર પાઉડર ચાઇના ડિશમાં આપો.
  • જૂથ I
    ઝલોખંડનો ભૂકો અને સલ્ફર પાઉડરને મિશ્ર કરી, તેનો બારીક ભૂકો 3 કરો.
  • જૂથ II
    લોખંડનો ભૂકો અને સલ્ફર પાઉડરને મિશ્ર કરી, તેનો બારીક ભૂકો કરો અને મિશ્રણને લાલચોળ ગરમ કરો. હવે, જ્યોતને દૂર કરી મિશ્રણને ઠંડું પડવા દો.
  • જૂથ I અને II
    પ્રાપ્ત થયેલ સામગ્રી(મિશ્રણ)નું ચુંબકત્વ ચકાસો. મળેલ સામગ્રીની નજીક ચુંબક લઈ જાઓ અને ચકાસો કે તે ચુંબક તરફ આકર્ષાય છે?
  • બંને જૂથ દ્વારા પ્રાપ્ત થયેલ મિશ્રણની બનાવટ અને તેના રંગની તુલના કરો.
  • પ્રાપ્ત થયેલ મિશ્રણના એક ભાગમાં કાર્બન ડાઇસલ્ફાઇડ ઉમેરીને બરાબર હલાવો અને ગાળી લો. પ્રાપ્ત થયેલ મિશ્રણના બીજા ભાગમાં મંદ સફ્યુરિક ઍસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ ઉમેરો.
  • નોંધઃ આ પ્રવૃત્તિ માટે શિક્ષકની દેખરેખ જરૂરી છે.
  • બંને તત્ત્વોને (લોખંડ અને સલ્ફર) અલગ રીતે લઈ ઉપર્યુક્ત પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો અને અવલોકનોની નોંધ કરો.

1. શું બંને જૂથો દ્વારા પ્રાપ્ત થતા મિશ્રણ સમાન દેખાતાં હતાં?
ઉત્તર :
બંને જૂથો દ્વારા પ્રાપ્ત મિશ્રણ સમાન દેખાતાં ન હતાં.

2. કયા જૂથને ચુંબકીય ગુણધર્મ ધરાવતું મિશ્રણ પ્રાપ્ત થયેલ છે?
ઉત્તર :
જૂથ ને ચુંબકીય ગુણધર્મ ધરાવતું મિશ્રણ પ્રાપ્ત થાય છે.

3. શું આપણે પ્રાપ્ત થતા મિશ્રણના ઘટકોને અલગ કરી શકીએ છીએ?
ઉત્તર :
જૂથ I એ મેળવેલું મિશ્રણ ચુંબકીય ગુણધર્મ દ્વારા અલગ કરી શકીએ તથા જૂથ II એ મેળવેલું મિશ્રણ દ્રાવ્યતાના આધારે અલગ કરી શકીએ.

4. મંદ સફ્યુરિક ઍસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ ઉમેરવાથી બંને જૂથને વાયુ પ્રાપ્ત થાય છે? બંને કિસ્સામાં વાયુની વાસ સમાન હોય છે?
ઉત્તરઃ

  • જૂથ I ને હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે, જે રંગહીન, વાસહીન, સ્વાદહીન અને દહનશીલ છે.
  • જૂથ IIને હાઇડ્રોજન સલ્ફાઈડ (H2S) વાયુ પ્રાપ્ત થાય છે, જે રંગહીન પરંતુ સડેલાં ઈંડાં જેવી દુર્ગધ ધરાવતો વાયુ છે.
  • આમ, બંને કિસ્સામાં વાયુની વાસ સમાન નથી.
    નિષ્કર્ષ મિશ્રણના ગુણધર્મો એ તેમાં રહેલાં ઘટક તત્ત્વોના ગુણધર્મોને મળતાં આવે છે. પરંતુ સંયોજનના ગુણધર્મો તેમાં રહેલાં ઘટક તત્ત્વોના ગુણધર્મોથી જુદા હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *