GSEB Solutions Class 9 Social Science Chapter 17 કુદરતી વનસ્પતિ

Gujarat Board GSEB Textbook Solutions Class 9 Social Science Chapter 17 કુદરતી વનસ્પતિ Textbook Exercise and Answers.

કુદરતી વનસ્પતિ Class 9 GSEB Solutions Social Science Chapter 17

GSEB Class 9 Social Science કુદરતી વનસ્પતિ Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :

પ્રશ્ન 1.
ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા ? મળે છે?
ઉત્તર:
ભારતની કુદરતી વનસ્પતિનું સર્જન આ પરિબળોથી થાય છેઃ

  1. ભૂપૃષ્ઠ,
  2. જમીન,
  3. તાપમાન તથા ભેજ,
  4. સૂર્યપ્રકાશ અને
  5. વરસાદનું પ્રમાણ.
  • ભારતનું ભૂપૃષ્ઠ પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, દરિયાકિનારાનાં મેદાનો અને રણપ્રદેશોનું બનેલું છે. ભૂપૃષ્ઠની આ વિવિધતાને કારણે દેશની કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે.
  • ભારતમાં કાંપની, રાતી, કાળી, પહાડી અને રેતાળ એવી પાંચ પ્રકારની જમીન છે. જમીનની વિવિધતા પ્રમાણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે.
  • ભારતમાં હિમાલયના બરફાચ્છાદિત તથા ઠંડા પ્રદેશોના તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશના તાપમાન અને ભેજમાં રહેલા તફાવતને કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા સર્જાઈ છે.
  • સૂર્યપ્રકાશની અસર વનસ્પતિની વૃદ્ધિ પર થાય છે. વધુ સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ ઝડપી હોય છે, જ્યારે ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ મંદ હોય છે.
  • ભારતમાં વરસાદ એકસરખો વરસતો નથી. ભારતમાં વાર્ષિક 200 સેમીથી વધુ વરસાદવાળા પ્રદેશો છે અને વાર્ષિક 10થી 12 સેમી જેટલો વરસાદ ધરાવતા પ્રદેશો પણ છે. આમ, વરસાદના અસમાન વિતરણને કારણે ભારતમાં વનસ્પતિની વિવિધતા જોવા મળે છે.

પ્રશ્ન 2.

પ્રશ્ન 3.
જંગલોના વિનાશનાં કારણો કયાં કયાં છે?
ઉત્તરઃ
જંગલોનો સૌથી વધુ વિનાશ માનવી કરે છે. જંગલોના – વિનાશ માટેનાં કારણોઃ

  • દેશનો વસ્તીવધારો
  • ઉદ્યોગોને શહેરોના રહેણાક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ
  • શહેરીકરણ અને ઉદ્યોગીકરણ
  • નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાપન
  • બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ
  • રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ
  • ઇમારતો અને બળતણ માટે લાકડાં મેળવવાની પ્રવૃત્તિ
  • ‘ઝૂમ’ પદ્ધતિની ખેતી (સ્થળાંતરિત ખેતી)
  • જંગલવાસીઓની ગરીબી
  • ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી
  • ઉદ્યોગો માટે જંગલપેદાશોની પ્રાપ્તિમાં થઈ રહેલો અવિવેક
  • આ ઉપરાંત, દાવાનળ જંગલવિનાશનું કારણ છે.

GSEB Solutions Class 9 Social Science Chapter 17 કુદરતી વનસ્પતિ

પ્રશ્ન 4.
જંગલ વિનાશની અસરો કઈ કઈ છે?
અથવા
જંગલોના આડેધડ વિનાશથી આપણા પર્યાવરણને કયાં પરિણામો ભોગવવાં પડ્યાં છે?
ઉત્તરઃ
જંગલોના આડેધડ વિનાશથી –

  • પ્રદૂષણમાં વધારો થવો
  • વરસાદના પ્રમાણમાં ઘટાડો થવો
  • દુષ્કાળ પડવા
  • ગ્લોબલ વૉર્મિંગ (Global Warming) – વૈશ્વિક તાપવૃદ્ધિ થવી
  • ગ્રીનહાઉસ ઇફેક્ટ (Greenhouse Effect) – હરિતગૃહ પ્રભાવની સમસ્યા સર્જાવી
  • રણવિસ્તારોમાં વધારો થવો
  • વન્ય જીવો નિરાશ્રિત થવા
  • જમીનનું ધોવાણ થવું
  • નદીઓમાં પૂર આવવાં
  • કેટલાંક વન્ય પ્રાણીઓ લુપ્ત થવાં
  • પ્રાકૃતિક સૌંદર્યનો હ્રાસ થવો વગેરે માઠાં પરિણામો આપણા પર્યાવરણને ભોગવવાં પડ્યાં છે.

પ્રશ્ન 5.
‘ઉષ્ણ કટિબંધીય જંગલોને ‘નિત્ય લીલાં જંગલો’ કહે છે.’ શા માટે?
ઉત્તરઃ
ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો બારે માસ લીલાં રહેતાં હોવાથી તેને નિત્ય લીલાં જંગલો’ કહે છે.

2. નીચેના પ્રશ્નોના જવાબ સવિસ્તર લખો :

પ્રશ્ન 1.
ભારતનાં જંગલોના પ્રકાર જણાવો.
અથવા
ભારતના કુદરતી વનસ્પતિના પ્રદેશો જણાવી તે દરેક વિશે જાણકારી આપો.
ઉત્તર:
ભારતનાં જંગલો(કુદરતી વનસ્પતિ)ના પાંચ પ્રકારો છેઃ

  1. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો,
  2. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો,
  3. ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો,
  4. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસનાં મેદાનો (હિમાલયની વનસ્પતિ) અને
  5. ભરતીનાં જંગલો (મેન્યુવ જંગલો).

1. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો:
(i) વિતરણ : ભારતમાં આ જંગલો ગરમ અને ભેજવાળી આબોહવા, વાર્ષિક 200 સેમી કરતાં વધુ વરસાદ અને 22 °સે કરતાં વધુ તાપમાનવાળા પ્રદેશોમાં આવેલાં છે.
ભારતમાં તે પશ્ચિમઘાટના વધુ વરસાદવાળા વિસ્તારો, લક્ષદ્વીપ અને અંદમાન-નિકોબાર ટાપુઓ, અસમની ઉપરના વિસ્તારો અનેતમિલનાડુના તટીય પ્રદેશોમાં જોવા મળે છે.

(ii) વૃક્ષોઃ મૅહોગની, અબનૂસ, રોઝવુડ, રબર વગેરે અહીંનાં મુખ્ય વૃક્ષો છે.

(iii) વિશેષતાઓઃ

  • અહીંનાં વૃક્ષોની ઊંચાઈ 60 મીટર કરતાં વધુ હોય છે.
  • ઝાડી-ઝાંખરાંના કારણે અહીં ભેજનું પ્રમાણ વધુ હોય છે.
  • આ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી.
  • તે બારે માસ લીલાં રહે છે, તેથી તેમને નિત્ય લીલાં જંગલો’ પણ કહે છે. હું
  • અહીંનાં વૃક્ષોનાં થડ જાડાં તથા તેમનું લાકડું કઠા અને વજનદાર હોય છે.

પ્રશ્ન 2.
જંગલોની ઉપયોગિતા લખો.
ઉત્તરઃ
(અ) જંગલોની વન્ય પેદાશો સંદર્ભે ઉપયોગિતાઃ

  • જંગલની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી સાગ, સાલ અને સીસમ જેવાં મજબૂત અને ટકાઉ ઈમારતી લાકડાં મળે છે.
  • બાવળ અને ખેર જેવાં વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે.
    દેવદાર અને ચીડ જેવાં શંકુ આકારનાં વૃક્ષોના પોચા લાકડામાંથી ચા અને દવાના પૅકિંગની પેટીઓ, રમતગમતનાં સાધનો, દીવાસળી, કાગળ, કૃત્રિમ રેસા (Synthetic fibres) વગેરે ચીજો બને છે.
  • વાંસમાંથી કાગળ અને રેયૉન તેમજ ટોપલા, ટોપલી, રમકડાં, – સાદડી અને ગૃહ-સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવે છે.
  • સુંદરવનમાં થતા સુંદરી વૃક્ષના લાકડાની હોડી બને છે.
  • કર્ણાટકનાં જંગલોમાં થતાં ચંદનનાં વૃક્ષોમાંથી સુગંધીદાર ચંદનનું લાકડું (સુખડ) તેમજ સુખડનું તેલ મળે છે.
  • ખેરના લાકડામાંથી કાથો મળે છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકેલિપ્ટસનાં પાનમાંથી ઔષધીય તેલ મળે છે.
  • સર્પગંધા, અશ્વગંધા, સિંકોના, શંખાવલી, સરગવો, ગરમાળો, હરડે, બહેડાં, આંબળાં વગેરે વનસ્પતિ ઔષધો આપે છે.
  • તાડ-ખજૂરીનાં પાનમાંથી સાવરણી, ખાખરાનાં પાનમાંથી પાતળ પડિયા અને ટીમરુનાં પાનમાંથી બીડી બનાવવામાં આવે છે.
  • જંગલની કેટલીક ગૌણ પેદાશોમાં રબર, લાખ, રાળ, મધ, ગુંદર અને નેતરનો સમાવેશ થાય છે. લાખનું મોટા ભાગનું ઉત્પાદન ભારતમાં થાય છે.
  • જંગલોમાંથી વિવિધ પ્રકારનાં ફળો પણ મળે છે.

(બ) જંગલોનું પર્યાવરણીય ઉપયોગિતા (મહત્ત્વ):
જંગલોની પર્યાવરણીય મહત્ત્વ (ઉપયોગિતા) નીચે પ્રમાણે છે:

  • જંગલો વાતાવરણને ઠંડું રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે.
  • જંગલો વાતાવરણમાં ભેજ પ્રસરાવી આબોહવાને વિષમ બનતી અટકાવે છે. જંગલો હવામાંથી કાર્બન ડાયૉક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઑક્સિજન વાયુ આપે છે.
  • નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ ઉપયોગી છે.
  • તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે.
  • તે રણને આગળ વધતું અટકાવી, ફળદ્રુપ જમીનોનું રક્ષણ કરે છે.
  • જંગલો ભેજ સંઘરી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે.
  • જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે છે અને પર્યાવરણમાં સમતુલા જાળવી રાખે છે.
  • તે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે.
  • તે હવાને શુદ્ધ રાખે છે.
  • તે વન્ય જીવસૃષ્ટિને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે.
  • જંગલો “સાહસિક – પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો છે.
  • ભારતમાં કેટલાંક જંગલો રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો માટે આરક્ષિત કરવામાં આવ્યાં છે.

GSEB Solutions Class 9 Social Science Chapter 17 કુદરતી વનસ્પતિ

પ્રશ્ન 3.
જંગલોના જતન માટેના ઉપાયો જણાવો.
ઉત્તર:
જંગલોના જતન માટેના ઉપાયોઃ ભારત સરકારે જંગલોનું જતન અને સંવર્ધન કરવા માટે ઈ. સ. 1952માં રાષ્ટ્રીય વનનીતિ અમલમાં મૂકી. એ પછી ઈ. સ. 1980માં ભારતની સંસદે વનસંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. ઈ. સ. 1988માં ભારત સરકારે નવી રાષ્ટ્રીય વનનીતિ જાહેર કરી.

  • જંગલો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, તેથી તેનું જતન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે તેવી નાગરિકોમાં સમજ કેળવવી.
  • વૃક્ષછેદન પર કડક નિયંત્રણો મૂકવાં અને ગેરકાયદે વૃક્ષ કાપતી વ્યક્તિને કડક સજા કરવી.
  • વનમહોત્સવ અને સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમોમાં લોકભાગીદારી વધારવી તેમજ આ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું.
  • જંગલ ખાતાએ તૈયાર કરેલા રોપાઓ પડતર જમીન, નદી, રેલવે, સડકો, નહેરો વગેરેની બંને બાજુએ રોપવા અને તેનો ઉછેર કરવો.
  • શાળા-કૉલેજોમાં પર્યાવરણ શિક્ષણ, પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ દ્વારા તેમજ શાળાકીય અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય જાગરૂકતા લાવવી.
  • વિશ્વ વનદિન’ અને વિશ્વ પર્યાવરણદિન જેવા પર્યાવરણલક્ષી દિન ઊજવવા.
  • જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો તેનું તાત્કાલિક શમન કરવા પૂરતી વ્યવસ્થા કરવી.
  • ઊર્જા મેળવવા માટે લાકડાને સ્થાને સૌર-ઊર્જા, બાયો-ઊર્જા, પવન-ઊર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા અને તે અંગેનાં સાધનો ખરીદવા મદદ કરવી. –
  • પ્રચાર-પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવી, લોકજાગૃતિ લાવવી.

3. નીચે આપેલ પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો :

પ્રશ્ન 1.
વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે?
A. પ્રથમ
B. ચોથું
C. દસમું
D. પાંચમું
ઉત્તર :
C. દસમું

પ્રશ્ન 2.
નીચે આપેલાં વિધાનોમાં કયું વિધાન અયોગ્ય છે?
A. ગંગા નદીના મુખત્રિકોણપ્રદેશમાં ભરતીનું જંગલ આવેલું છે.
B. ચીડના રસમાંથી ટર્પેન્ટઇન બને છે.
C. સુંદરીનું લાકડું હોડી બનાવવા માટે ઉપયોગમાં આવે છે.
D. હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કાંટાળી વનસ્પતિ થાય છે.
ઉત્તર :
D. હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કાંટાળી વનસ્પતિ થાય છે.

પ્રશ્ન 3.
જોડકાં જોડો :

‘અ’ ‘બ’
a. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો 1. ચેર
b. ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો 2. દેવદાર
c. ભરતીનાં જંગલો 3. બાવળ
d. શંકુદ્રુમ જંગલો 4. મૅહોગની

A. (a-3), (b-4), (c– 1), (d-2)
B. (a-4), (b-3), (c– 1), (d-2).
C. (a-4), (b–3), (c–2), (d- 1)
D. (a–4), (b–2), (c–3), (d-1)
ઉત્તરઃ
B. (a-4), (b–3), (c– 1), (d-2).

પ્રશ્ન 4.
ચીડના રસમાંથી શું બને છે?
A. કાળો
B. ટર્પેન્ટાઇન
C. લાખ મે.
D. ગુંદર
ઉત્તર :
B. ટર્પેન્ટાઇન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *