Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 5 એક મુલાકાત Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 8 Gujarati Textbook Solutions Chapter 5 એક મુલાકાત
Class 8 Gujarati Textbook Solutions Chapter 5 એક મુલાકાત Textbook Questions and Answers
એક મુલાકાત અભ્યાસ
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ- અક્ષરો પ્રશ્ન સામેના [ ] માં લખો :
પ્રશ્ન 1.
કોઈ પણ રાજ્યનું વડું મથક કયા નામે ઓળખાય છે?
(ક) ગાંધીનગર
(ખ) પાટનગર
(ગ) રાજ્યનું હૃદય
(ઘ) હરિયાળું નગર
ઉત્તર :
(ખ) પાટનગર
પ્રશ્ન 2.
ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે?
(ક) સરદાર પટેલ
(ખ) ઇન્દિરા ગાંધી
(ગ) રાજીવ ગાંધી
(ઘ) મહાત્મા ગાંધી
ઉત્તર :
(ઘ) મહાત્મા ગાંધી
પ્રશ્ન 3.
ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે?
(ક) 25
(ખ) 28
(ગ) 30
(ઘ) 35
ઉત્તર :
(ગ) 30
2. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
પ્રશ્ન 1.
ગાંધીનગરને ગ્રીનસિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે?
ઉત્તરઃ
ગાંધીનગરના કુલ 30 સેક્ટરમાં માર્ગો વિભાજિત થયેલા છે. ત્યાં ઠેરઠેર નાનાં-મોટાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં છે. દરેક માર્ગ વિવિધ પ્રકારનાં ફૂલ-છોડથી રળિયામણા લાગે છે. આથી વૃક્ષો અને ફૂલોથી હરિયાળા અને સુંદર લાગતાં ગાંધીનગરને “ગ્રીન સિટી’ તરીકે ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 2.
ગાંધીનગરના માર્ગો શી વિશેષતા ધરાવે છે?
ઉત્તરઃ
ગાંધીનગરના રસ્તા પહોળા અને સ્વચ્છ છે. આ શહેર કુલ 30 સેક્ટરમાં વિભાજિત થયેલું છે. આમાં ‘કથી “જ’ સુધી કક્કાવારી પ્રમાણે સાત આડા મુખ્ય માર્ગો અને 0 – 1 – 2 -3 એ અંકો પ્રમાણે ઊભા કુલ 8 માર્ગો છે. ચારે બાજુ વૃક્ષો ગાંધીનગરની શોભા વધારી રહ્યાં છે. પ્રાકૃતિક સૌંદર્યથી શોભતું ગાંધીનગર “ગ્રીન સિટી’ તરીકે ખ્યાતિ પામ્યું છે.
પ્રશ્ન 3.
વિધાનસભાગૃહ ક્યાં આવેલું છે?
ઉત્તર :
ગાંધીનગરમાં
પ્રશ્ન 4.
વિધાનસભાગૃહને કોનું નામ આપવામાં આવ્યું છે?
ઉત્તર :
વિઠ્ઠલભાઈ પટેલ ભવન
પ્રશ્ન 5.
વિધાનસભાને ધારાસભા તરીકે કેમ ઓળખવામાં આવે છે?
ઉત્તર :
વિધાનસભાને ધારાસભા’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એમાં ‘ધારા’ એટલે કાયદા ઘડાય છે.
પ્રશ્ન 6.
મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓનાં કાર્યાલયો કેટલા બ્લૉકમાં વહેંચાયેલાં છે?
ઉત્તર :
7
એક મુલાકાત સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
પ્રશ્ન 1.
વિધાનસભાગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે?
ઉત્તરઃ
કોઈ પણ અજાણી વ્યક્તિ વિધાનસભાગૃહમાં પ્રવેશી સભાગૃહને નુકસાન ન પહોંચાડે, વિધાનસભાના કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે એ માટે વિધાનસભાગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી લેવી જરૂરી છે.
પ્રશ્ન 2.
જો તમે ધારાસભ્ય હો તો તમે વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરશો?
ઉત્તર :
જો હું ધારાસભ્ય હોત તો મને સરકાર તરફથી મળેલ ફંડનો મારા વિસ્તારના વિકાસ માટે ઉપયોગ કરત. મારા વિસ્તારમાં બાગ-બગીચા તૈયાર કરાવત. પ્રજાને પૂરતું પાણી તથા વીજળી મળી રહે તેની વ્યવસ્થા કરાવત. પ્રજાની ફરિયાદો સાંભળી તેને દૂર કરવાના પૂરતા પ્રયાસ કરત.
પ્રશ્ન 3.
એક નાગરિક તરીકે તમને રાજ્યની કઈ બાબતો સારી લાગે છે?
ઉત્તરઃ
એક નાગરિક તરીકે મને રાજ્યના પહોળા રસ્તા, શિક્ષણની સુવિધા, પીવાના પાણીની વ્યવસ્થા, સારાં મકાનો, રોજગારીની સવલતો, વાહન માટે પાર્કિંગની વ્યવસ્થા જેવી અનેક બાબતો સારી લાગે છે.
પ્રશ્ન 4.
તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય?
ઉત્તર :
અમારા ગામને હરિયાળું બનાવવા આટલાં કામો કરી શકાય :
- જાહેર રસ્તા પર ઠેર-ઠેર વૃક્ષો ઉગાડવાં.
- દરેક સોસાયટીના પ્રાંગણમાં વૃક્ષો ઉગાડવાં, દરેક સભ્ય પોતાના ઘરની ગેલેરીમાં જુદા જુદા છોડનાં કૂંડાં મૂકવાં.
- ગ્રામપંચાયત દ્વારા હરિયાળાં મેદાન તૈયાર કરાવવાં.
- શાળા અને કૉલેજના પટાંગણમાં વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરવું.
- ગામમાં એવા બાગ-બગીચા તૈયાર કરાવવા, જ્યાં ખળખળ વહેતાં ઝરણાં હોય, તળાવ હોય અને તેમાં રંગબેરંગી ફૂલોના છોડ અને પુષ્કળ વૃક્ષો હોય.
પ્રશ્ન 5.
તમે લીધેલા કોઈ એક ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો.
ઉત્તરઃ
આ વર્ષે અમે દિવાળીની રજાઓમાં આબુના પ્રવાસે ગયા હતા. રાજસ્થાનમાં આવેલ માઉન્ટ આબુ એક હવાખાવાનું સ્થળ છે. અમે પહેલે દિવસે ત્યાંનાં ગૌમુખ, સનસેટ પૉઇન્ટ, નખી તળાવ વગેરે સ્થળોની મુલાકાત લીધી. અમે ત્યાનું પ્રકૃતિસૌંદર્ય મનભરીને માણ્યું.
બીજે દિવસે ગુરુશિખરની ઊંચાઈએથી ચારે બાજુનાં કુદરતી દશ્યો જોવાનો લહાવો લીધો. એ પછી અદ્ધરદેવીનાં દર્શન કર્યા. બપોરે ભોજન કર્યા બાદ સાંજે ચાર વાગે અમે માઉન્ટ આબુના ઐતિહાસિક સ્થળ દેલવાડાનાં દહેરાની મુલાકાત લીધી.
દેલવાડાની શિલ્પકલાનું સૌંદર્ય જોઈને અમે આભા બની ગયા. એક રાજાના બે મંત્રી વસ્તુપાળ અને તેજપાળને ધરતી ખોદતાં મળેલા ધનના ચરુનો ઉપયોગ આબુ પર્વત ઉપર સુંદર દેરાસર બનાવવા માટે કર્યો છે. તે શિલ્પકળાની દષ્ટિએ અનુપમ છે.
ત્રીજે દિવસે અમે ભર્તુહરિની ગુફા અને કુંભારણનના મહેલનાં ખંડિયેરો જેવાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી.
પ્રશ્ન 6.
તમારા વિસ્તારમાં આવેલ જોવાલાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો.
ઉત્તર :
ઘૂઘવતા દરિયાકિનારે સોમનાથ મહાદેવનું ભવ્ય અને કલાત્મક મંદિર આવેલું છે. તેના પટાંગણમાં ભારતના શિલ્પી સરદાર પટેલનું પૂતળું છે. તેની ચારે તરફ સુંદર બગીચો છે. મંદિરની બહારની અને અંદરની કોતરણી ઊડીને આંખે વળગે તેવી છે. ભારતનાં બાર જ્યોતિર્લિંગમાં સોમનાથની ગણના થાય છે.
સાંજનો આરતીનો સમય હતો. બીલીપત્ર તથા પુષ્પોથી શિવલિંગ સજાવેલું હતું. મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ હતી. ઝાલર અને ઘંટનાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. તે પછી પંદરથી વીસ મિનિટનો સ્લાઇડ શૉ પણ દેખાડવામાં આવ્યો. બીજે દિવસે અમે ગીતામંદિરની મુલાકાત લીધી. એ મંદિરની દીવાલો પર ગીતાના શ્લોકો લખેલા છે.
અહીં રાધાકૃષ્ણની ભવ્ય અને નમણી મૂર્તિઓ છે. ત્યાંના ત્રિવેણી સંગમમાં અમે સ્નાન કર્યું. આ પવિત્ર તીર્થસ્થાનમાં અમને તાજગી અને દિવ્ય શાંતિનો અનુભવ થયો.
2. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :
પ્રશ્ન 1.
રાજ્યના કાયદા ઘડનારી સભા
ઉત્તર :
વિધાનસભા, ધારાસભા
પ્રશ્ન 2.
રાજ્યનું વડું મથક
ઉત્તર :
પાટનગર
3. (અ) નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
અસ્તિત્વ, સ્વચ્છ, પ્રવૃત્તિ, પ્રકૃતિ, વ્યવસ્થા, પ્રવેશ.
ઉત્તર :
અસ્તિત્વ, પ્રકૃતિ, પ્રવૃત્તિ, પ્રવેશ, વ્યવસ્થા, સ્વચ્છ
(બ) પાઠમાં ‘ઈક” પ્રત્યયથી બનેલો શબ્દ ‘સાંસ્કૃતિક’ આપેલ છે. એવા બીજા પાંચ શબ્દો બનાવો.
ઉત્તર :
- સમાજ + ક = સામાજિક
- અર્થ + ઇક = આર્થિક
- વિજ્ઞાન + ઇક = વેજ્ઞાનિક
- ભૂગોલ + ઇક = ભૌગોલિક
- સ્વભાવ + ઇક = સ્વાભાવિક
એક મુલાકાત પ્રવૃત્તિ
પ્રશ્ન 1.
તમારા ગામની ગ્રામપંચાયત કચેરીની મુલાકાત લઈ તેની માહિતી એકત્ર કરો.
ઉત્તર :
ગ્રામપંચાયત કચેરીની મુલાકાત અમે આઠમા ધોરણના વિદ્યાર્થીઓ અમારા વર્ગશિક્ષક સાથે અમારા ગામની ગ્રામપંચાયત કચેરીની મુલાકાતે ગયા. કચેરીમાં સરપંચશ્રી અને તલાટી-કમ-મંત્રીશ્રીએ અમને આવકાર્યા. ગ્રામપંચાયતની માહિતી મેળવવાનો અમારો હેતુ જણાવ્યો. સરપંચશ્રીએ ઉત્સાહભેર અને ગ્રામપંચાયત કચેરી વિશે જણાવતાં કહ્યું કે:
(1) ગામના મતદારોના મતથી ચૂંટાયેલા સરપંચ ગામનો વહીવટ સંભાળે છે.
(2) તલાટી જમીન અંગેના રેકર્ડ રાખે છે અને જમીન-મહેસૂલ વસૂલ કરે છે. મંત્રી તરીકે તે ગ્રામપંચાયતના વહીવટમાં માર્ગદર્શન આપે છે.
(3) ગ્રામપંચાયતની ફરજો :
- બાલમંદિર અને પ્રાથમિક શાળાના સંચાલન ઉપર ધ્યાન આપવું.
- રમતગમતના મેદાનની જાળવણી કરવી.
- પુસ્તકાલય બનાવી, તેની જાળવણી કરવી.
- પીવા માટે પાણીની વ્યવસ્થા કરવી.
- સ્ટ્રીટ લાઇટોની જાળવણી કરવી.
- ગામની નિયમિત સફાઈ કરાવવી.
- આરોગ્ય કેન્દ્રનું સંચાલન કરવું.
- તળાવની જાળવણી કરવી અને વૃક્ષારોપણ કરવું.
- રમતગમત જેવી સ્પર્ધાઓ ગોઠવવી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવું.
- ખેડૂતોને પાક અંગે માર્ગદર્શન આપવું.
(4) આવકનાં સાધનો :
- જમીન-મહેસૂલની આવક
- સરકારની વિવિધ યોજનાની નાણાકીય મદદ
- સરકારની ગ્રાંટ
- દાન
- લોકફાળો
આમ, ગ્રામપંચાયતની માહિતી મેળવીને અમે ધન્યતા અનુભવી.
પ્રશ્ન 2.
તમારા ગામમાં કઈ કઈ સુવિધાઓ છે ? યાદી તૈયાર કરો.
ઉત્તરઃ
મારા ગામમાં મળતી સુવિધાઓની યાદી :
- શાળા
- કૉલેજ
- હૉસ્પિટલ
- બસ-સ્ટેશન
- ઍબ્યુલન્સ
- જીવનજરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટેની વિવિધ દુકાનવાળા કૉપ્લેક્ષ
- બાળકોને રમવા માટે મેદાન તથા બાગબગીચા
- દવાની દુકાન
- હૉટેલ
- પોલીસ-સ્ટેશન.
Std 8 Gujarati Textbook Solutions Chapter 5 એક મુલાકાત Additional Important Questions and Answers
એક મુલાકાત પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:
પ્રશ્ન 1.
વિધાનસભા વિશે ટૂંકમાં લખો.
ઉત્તર :
વિધાનસભાને ધારાસભા’ પણ કહે છે. વિધાનસભામાં ધારા એટલે કાયદા ઘડવામાં આવે છે. વિધાનસભામાં અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે અને એમની સામે નીચેના ભાગમાં રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓ બેસે છે. સભાગૃહમાં એક બાજુ શાસકપક્ષના સભ્યો અને બીજી બાજુ વિરોધપક્ષના સભ્યોને બેસવાની વ્યવસ્થા હોય છે.
ગેલેરીમાં મુલાકાતીઓ માટે બેસવાની વ્યવસ્થા હોય છે. મુલાકાતીઓ ત્યાં બેસીને ગૃહની કાર્યવાહી જોઈ શકે છે. વિધાનસભામાં બંને પક્ષના સભ્યો માનનીય અધ્યક્ષને સંબોધીને પોતાના મતવિસ્તારના પ્રશ્નો રજૂ કરે છે અને મંત્રીઓ પાસેથી તેના જવાબો મેળવે છે.
2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો?
પ્રશ્ન 1.
વિધાનસભાગૃહમાં પ્રવેશવા માટેની કાર્યવાહી વિશે જણાવો.
ઉત્તરઃ
વિધાનસભાગૃહમાં પ્રવેશવા માટે પ્રથમ પરવાનગી મેળવવી પડે છે અને પછી ગેટપાસ લેવા પડે છે. અંદર પ્રવેશતી વખતે મેટલ ડિટેક્ટર દ્વારા દરેક વ્યક્તિની જરૂરી તપાસ કરવામાં આવે છે. ત્યાં પોલીસનો કડક બંદોબસ્ત હોય છે.
પછી ઇલેક્ટ્રિક સીડી દ્વારા આપોઆપ પ્રથમ માળે પહોંચી જવાય છે. ત્યાં વિધાનસભાની ગેલેરીમાં દાખલ થવા માટે ફરી તપાસ કરવામાં આવે છે.
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
વિધાનસભા ગૃહમાં શાની કાર્યવાહી થાય છે?
ઉત્તરઃ
મંત્રીઓ અને તેમના સચિવો દ્વારા રાજ્યના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરવી, તેમના ઉકેલ લાવવા અને વિકાસલક્ષી આયોજન કરવું વગેરે કાર્યવાહી વિધાનસભાગૃહમાં થાય છે.
4. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
ગાંધીનગર શહેરના સૌંદર્યની શોભા શેનાથી વધી છે?
ઉત્તરઃ
ગાંધીનગર શહેરના સૌંદર્યની શોભા ઠેરઠેર ઉગાડેલાં ફૂલ-છોડ અને વૃક્ષોથી વધી છે.
પ્રશ્ન 2.
વિધાનસભાગૃહમાં પ્રવેશ મેળવવા શું કરશો?
ઉત્તરઃ
વિધાનસભાગૃહમાં પ્રવેશ મેળવવા જરૂરી ગેટપાસ સાથે રાખીશું.
પ્રશ્ન 3.
વિધાનસભાગૃહમાં મુલાકાતીઓ માટે શી વ્યવસ્થા છે?
ઉત્તરઃ
વિધાનસભાગૃહમાં મુલાકાતીઓ માટે ઉપર ગેલેરીમાં બેસવાની વ્યવસ્થા છે.
પ્રશ્ન 4.
વિધાનસભાની મુલાકાતનો અનુભવ વિદ્યાર્થીઓ માટે કેવો હતો?
ઉત્તર :
વિધાનસભાની મુલાકાતનો અનુભવ વિદ્યાર્થીઓ માટે અત્યંત રોમાંચક અને આનંદદાયક હતો.
5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો
પ્રશ્ન 1.
ગુજરાતની સ્થાપના થઈ ત્યારે રાજ્યનું પાટનગર કયું હતું?
A. રાજકોટ
B. અમદાવાદ
C. વડોદરા
D. જામનગર
ઉત્તર :
B. અમદાવાદ
પ્રશ્ન 2.
“ગ્રીન સિટી’ એટલે શું?
A. લીલાંછમ વૃક્ષો
B. લીલુંછમ મેદાન
C. હરિયાળું નગર ! (લીલુંછમ શહેર !)
D. હરિયાળું વન
ઉત્તર :
C. હરિયાળું નગર ! (લીલુંછમ શહેર !)
પ્રશ્ન 3.
ગાંધીનગર કઈ કઈ પ્રવૃત્તિઓથી ધમધમે છે?
A. હસ્તકલાની
B. રાજકીય અને સાંસ્કૃતિક
C. પર્યાવરણની
D. રમતગમતની
ઉત્તર :
B. રાજકીય અને સાંસ્કૃતિક
6. કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો : (ધારાસભા, સ્વચ્છ, ગાંધીનગર, ગેટપાસ)
પ્રશ્ન 1.
(1) અમે લક્ઝરી બસમાં બેસી ………………………………………….. આવ્યાં.
(2) અમે જરૂરી ………………………………………….. મેળવી વિધાનસભાગૃહમાં પ્રવેશ્યાં.
(3) શહેરની સડકો પહોળી અને ………………………………………….. છે.
(4) વિધાનસભાને ………………………………………….. પણ કહેવામાં આવે છે.
ઉત્તરઃ
(1) ગાંધીનગર
(2) ગેટપાસ
(3) સ્વચ્છ
(4) ધારાસભા
7. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?
પ્રશ્ન 1.
(1) લોકમાન્ય ટિળકની સ્મૃતિમાં ગાંધીનગર વસાવ્યું છે.
(2) ગાંધીનગર શહેરના સૌંદર્યમાં વધારો કરે છે વૃક્ષો !
(3) અમારી બસ “જ’ રોડ પરથી પસાર થઈ રહી હતી.
(4) વિધાનસભાગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટપાસ મેળવી અમે અંદર પ્રવેશ્યાં.
ઉત્તરઃ
(1) ખોટું
(2) ખરું
(3) ખોટું
(4) ખરું
એક મુલાકાત વ્યાકરણ Vyakaran
1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો:
- ધારાસભ્ય = વિધાનસભ્ય
- અચરજ = નવાઈ
- પ્રારંભ = શરૂઆત
- ઇશારો = સંકેત
- હરિયાળું = લીલુંછમ
- શાળા = નિશાળ
- શહેર = નગર
- ભવન = મકાન
- બંદોબસ્ત = વ્યવસ્થા, ગોઠવણ
- અલ્પાહાર = નાસ્તો
- સ્મૃતિ = યાદ
- વૃક્ષ = ઝાડ
2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો :
- નિશ્ચિત ✗ અનિશ્ચિત
- સ્મૃતિ ✗ વિસ્મૃતિ
- પ્રારંભ ✗ અંત
- પહોળી ૪ સાંકડી
- હરિયાળું ✗ સૂકું
- શહેર ✗ ગામડું
- કડક ✗ નરમ
- સ્થિર ✗ અસ્થિર
- જરૂરી ✗ બિનજરૂરી
- ઊંચે ✗ નીચે
- શાંત ✗ અશાંત
- પરિચિત ✗ અપરિચિત
3. નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો:
- સ્મૃતિ = સ્ + મ્ + + સ્ + ઇ
- બંદોબસ્ત = ન્ + અ + ન્ + + ઓ + બૂ + અ + સ્ + ત્ + આ
- વિદ્યાર્થી = વ્ + ઇ + ૬ + યુ + આ + ૨ + ક્ + ઈ.
- પ્રસન્નતા = પુ + ૨ + અ + સ્ + અ + નું + ન્ + અ + ૮ + આ
4. નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો:
- શું + અ + ૨ + ઊ + આ + સ્ + અ = શરૂઆત
- ન્ + આ + ન્ + + ઈ – ન્ + અ + ન્ + અ + ૨ + અ = ગાંધીનગર
- મ્ + અ + ન્ + સ્ + ૨ + ઈ = મંત્રી
- પુ + ૨ + અ + + = + ત્ + અ = પ્રકૃતિ
5. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો
- સ્મતી
- અસ્તીત્ત્વ
- હરીયાળુ
- પરવરતી
- અધિયક્ષ
- પ્રશનતા
ઉત્તરઃ
- સ્મૃતિ
- અસ્તિત્વ
- હરિયાળું
- પ્રવૃત્તિ
- અધ્યક્ષ
- પ્રસન્નતા
7. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :
- રાજ્ય કે દેશનું વડું મથક – પાટનગર, રાજધાની
- રક્ષક તરીકેની કામગીરી બજાવનાર– સુરક્ષાકર્મી
8. નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપી, તેમનો વાક્યોમાં પ્રયોગ કરો:
- સૂર પુરાવવો – હામાં હા ભણવી, સમર્થન આપવું
વાક્ય : પિતાએ દીકરીનાં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો કે તરત માએ તેમના સૂરમાં સૂર પુરાવ્યો. - અધીરા બનવું – ઉતાવળા થવું
વાક્યઃ સૌ વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાણવા અધીરા બન્યા.
10. સૂચના પ્રમાણે કરો:
- અમારાથી એની વાતમાં સૂર પુરાયો. (કર્તરિવાક્ય બનાવો.)
- શિક્ષકે વિદ્યાર્થીઓને સમજાવ્યું. (કર્મણિવાક્ય બનાવો.)
- અમે વિધાનસભાગૃહમાં પ્રવેશ કર્યો. (ભાવેવાક્ય બનાવો.)
- સુરક્ષાકર્મીએ અક્ષયને સંકેતથી શાંત કર્યો. (પ્રેરકવાક્ય બનાવો.)
ઉત્તરઃ
- અમે એની વાતમાં સૂર પૂર્યો.
- શિક્ષકથી વિદ્યાર્થીઓને સમજાવાયું.
- અમારાથી વિધાનસભાગૃહમાં પ્રવેશ કરાયો.
- શિક્ષકે સુરક્ષાકર્મી દ્વારા સંકેતથી અક્ષયને શાંત કરાવ્યો.
એક મુલાકાત Summary in Gujarati
એક મુલાકાત પાઠપરિચય
“એક મુલાકાત’ પાઠમાં વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર અને વિધાનસભાગૃહની લીધેલી મુલાકાતનું વર્ણન કરવામાં આવ્યું છે.
ગાંધીનગર શહેરની રચના, ત્યાં આવેલું વિધાનસભાગૃહ, એમાં પ્રવેશવા માટેની જરૂરી કાર્યવાહી, ગૃહની બેઠક વ્યવસ્થા અને ગૃહમાં ચાલતી કાર્યપદ્ધતિ વગેરે જોઈને વિદ્યાર્થીઓ રોમાંચિત અને પ્રસન્ન થઈ જાય છે.
એક મુલાકાત શબ્દાર્થ
- સ્મૃતિ – યાદ, ભૂતકાળના પ્રસંગો, અનુભવો, વિચારો વગેરે ચિત્તમાં સંઘરવાની શક્તિ.
- ગણતરીનાં વર્ષોમાં – બહુ ઓછા સમયમાં.
- વિભાજિત કરવું – વહેંચવું.
- સડક – પાકો રસ્તો, ધોરીમાર્ગ.
- ગ્રીન સિટી – હરિયાળું નગર, લીલુંછમ નગર.
- રોમાંચિત – પ્રસન્ન.
- ભવ્ય – પ્રભાવશાળી.
- રમણીય – સુંદર,
- અગાઉથી – પહેલેથી.
- પરવાનગી – મંજૂરી.
- ગેટપાસ – મકાન કે દરવાજામાં દાખલ થવા માટેનું ઓળખપત્ર.
- મેટલ ડિટેક્ટર – શરીરમાં કે બૅગમાં છુપાયેલી પ્રતિબંધિત વસ્તુને શોધી કાઢવાનું સાધન.
- ગેલેરી – છજું, (અહીં) વિધાનસભામાં ચાલતી કાર્યવાહી જાણવા માટે પ્રેક્ષકો માટે તૈયાર કરેલી ખાસ જગ્યા.
- બંદોબસ્ત – વ્યવસ્થા.
- એસ્કેલેટર – લિફ્ટની જેમ વ્યક્તિઓને ઉપર – નીચે લઈ જતી સરતી સીડી.
- ધારો – કાયદો.
- સુરક્ષાકર્મી – રક્ષણ કરનાર સૈનિક, ચોકીદાર.
- સંકેત – ઇશારો.
- સંચાલન – ચલાવવાનું કાર્ય.
- અલ્પાહાર – નાસ્તો.
- કૅન્ટિન – ચાનાસ્તો મળે તે સ્થળ.
- બેવડાયો – બમણો થયો. વાગોળતાં – યાદ કરતાં.
રૂઢિપ્રયોગ
- અધીરા બનવું – ઉતાવળા થવું.