Gujarat Board GSEB Class 6 Social Science Important Questions Chapter 15 સરકાર Important Questions and Answers.
GSEB Class 6 Social Science Important Questions Chapter 15 સરકાર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે?
A. યુ.એસ.
B. રશિયા
C. ચીન
D. ભારત
ઉત્તર:
D. ભારત
પ્રશ્ન 2.
દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે કોની જરૂર પડે છે?
A. સરકારની
B. ન્યાયાધીશોની
C. દેશનેતાની
D. નાગરિક સંગઠનોની
ઉત્તર:
A. સરકારની
પ્રશ્ન 3.
વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ કયો છે?
A. રશિયા
B. ભારત
C. ગ્રેટબ્રિટન
D. યૂ.એસ.
ઉત્તર:
B. ભારત
પ્રશ્ન 4.
દેશના સુચારુ વહીવટ માટે સરકાર કેટલા સ્તરે કામ કરે છે?
A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
ઉત્તર:
B. ત્રણ
પ્રશ્ન 5.
ગામ કે શહેરનો કાર્યભાર કોણ સંભાળે છે?
A. સ્થાનિક સરકાર
B. રાજ્ય સરકાર
C. રાષ્ટ્રીય સરકાર
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. સ્થાનિક સરકાર
પ્રશ્ન 6.
આપણા દેશમાં કઈ શાસનવ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે?
A. રાજાશાહી
B. સામ્યવાદી
C. સરમુખત્યારશાહી
D. લોકશાહી
ઉત્તર:
D. લોકશાહી
પ્રશ્ન 7.
યુ.એસ.માં ક્યા પ્રકારની લોકશાહી વ્યવસ્થા છે?
A. પ્રધાનમંડળ નિષ્ઠ
B. એકતંત્રી
C. પ્રમુખશાહી
D. સમવાયતંત્રી
ઉત્તર:
C. પ્રમુખશાહી
પ્રશ્ન 8.
આપણા દેશમાં સરકારની મુદત સામાન્ય રીતે કેટલાં વર્ષની છે?
A. ચાર
B. પાંચ
C. છ
D. સાત
ઉત્તર:
B. પાંચ
પ્રશ્ન 9.
દરેક દેશમાં સરકારની આવશ્યકતા શાથી હોય છે?
A. કાયદા બનાવવા
B. કાયદામાં સુધારો કરવા :
C. કાયદાનો અમલ કરવા
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 10.
નીચેના પૈકી સરકારનો પ્રકાર કયો છે?
A. સામ્યવાદી
B. રાજાશાહી
C. લોકશાહી
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
ઉત્તરઃ
પ્રશ્ન 11.
લોકશાહીમાં સરકારની રચના કોના દ્વારા થાય છે?
A. ઉદ્યોગપતિઓ દ્વારા
B. લોકોના પ્રતિનિધિઓ દ્વારા
C. રાજ્યો દ્વારા
D. સ્થાનિક સરકારો દ્વારા
ઉત્તરઃ
B. લોકોના પ્રતિનિધિઓ દ્વારા
પ્રશ્ન 12.
લોકશાહીમાં સરકાર કોના માટે કાર્ય કરે છે?
A. પોતાના માટે
B. શ્રમિકો માટે
C. લોકો માટે
D. કર્મચારીઓ માટે
ઉત્તરઃ
C. લોકો માટે
પ્રશ્ન 13.
વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને કઈ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે?
A. લોકશાહી
B. ડાબેરી
C. વ્યક્તિકેન્દ્રી
D. દક્ષિણપંથી
ઉત્તરઃ
B. ડાબેરી
પ્રશ્ન 14.
રાજાશાહીમાં શાસક તરીકે કેટલી વ્યક્તિઓ શાસન કરે છે?
A. દસ
B. બાર
C. પાંચ
D. એક
ઉત્તરઃ
D. એક
પ્રશ્ન 15.
લોકશાહીમાં કોના આધારે લોકશાહીનાં મૂલ્યોનું જતન કરવામાં આવે છે?
A. પ્રજાના
B. સરકારના
C. બંધારણના
D. ચૂંટણીના
ઉત્તરઃ
C. બંધારણના
પ્રશ્ન 16.
લોકશાહી સરકારમાં લોકો પોતાના અધિકારો અને થયેલા અન્યાય સામે કોનો સહયોગ મેળવી શકે છે?
A. અદાલતોનો
B. વડા પ્રધાનનો
C. સામાજિક સંસ્થાઓનો
D. કાયદાનો
ઉત્તરઃ
A. અદાલતોનો
યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. ભારત વિશ્વમાં સૌથી મોટી ………………………………… ધરાવતો દેશ છે.
ઉત્તરઃ
લોકશાહી
2. લોકશાહીમાં દેશનું સંચાલન ……………………………………. કરે છે.
ઉત્તરઃ
સરકાર
૩. આપણા દેશની સરકાર ……………………………… દ્વારા ચૂંટવામાં આવે છે.
ઉત્તરઃ
મતદાન
4. …………………………….. શાસનવ્યવસ્થામાં ‘સરકાર’ મહત્ત્વનું અને આગવું સ્થાન ધરાવે છે.
ઉત્તરઃ
લોકશાહી
5. …………………………………. સરકાર ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે.
ઉત્તરઃ
સ્થાનિક
6. ………………………….. સરકાર સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે છે.
ઉત્તરઃ
રાજ્ય
7. ……………………………………… સરકાર સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે.
ઉત્તરઃ
રાષ્ટ્રીય
8. ભારતમાં ……………………………………. લોકશાહી વ્યવસ્થા છે.
ઉત્તરઃ
સંસદીય
9. આપણા દેશમાં સરકારની મુદત સામાન્ય રીતે ………………………………………. વર્ષની છે.
ઉત્તરઃ
પાંચ
10. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ‘ …………………………………………….. ‘ તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તરઃ
ડાબેરી વિચારધારા
11. રાજાશાહી શાસનવ્યવસ્થામાં રાજાનું પદ ……………………………….. માં મળે છે.
ઉત્તર:
વારસા
12. લોકશાહીમાં સરકારે ઘડેલા ………………………………. સૌએ માન્ય રાખવા પડે છે.
ઉત્તર:
કાયદા
13. લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસનવ્યવસ્થાને …………………………………………… શાસનવ્યવસ્થા કહેવામાં આવે છે.
ઉત્તર:
લોકશાહી
14. લોકશાહીમાં અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે …………………………… કરી શકે છે.
ઉત્તર:
સૂચન કે આદેશ
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ
પ્રશ્ન 1.
યુ.એસ. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 2.
વિશ્વમાં સૌથી વધારે મતદારો ભારતમાં છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન ૩.
રાજ્ય સરકાર સમગ્ર દેશમાં વહીવટ કરે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 4.
લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 5.
આપણા દેશમાં લોકો વડા પ્રધાનની પસંદગી કરે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 6.
લોકશાહીમાં માનવઅધિકારોનું રક્ષણ અને સંવર્ધન થાય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 7.
કેટલાક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકાર રચાય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 8.
વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ‘દક્ષિણપંથી’ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 9.
રાજાશાહીમાં રાજ્યના પ્રતિનિધિઓ રાજ્યનો વહીવટ કરે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 10.
રાજાશાહીમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 11.
રાજાશાહીમાં વ્યક્તિકેન્દ્રી શાસન હોય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 12.
લોકશાહીમાં સરકારે ઘડેલા કાયદામાં સુધારા થઈ શકતા નથી.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 13.
લોકશાહી સરકારે ઘડેલા કાયદાઓને અદાલતમાં પડકારી રે શકાતા નથી.
ઉત્તરઃ
ખોટું
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
લોકશાહી સરકાર કર્યું કાયદાકીય કાર્ય કરે છે?
ઉત્તર:
લોકશાહી સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને તેમજ લોકમત અનુસાર કાયદા બનાવવાનું, કાયદામાં સુધારા કરવાનું તેમજ કાયદાનો અમલ કરવાનું કાર્ય કરે છે.
પ્રશ્ન 2.
લોકશાહી શાસનવ્યવસ્થા કોને કહેવામાં આવે છે? અથવા લોકશાહી એટલે શું?
ઉત્તર:
અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત અનુસાર, લોકોનુ, લોકો માટે અને લોકો વડે ચાલતા તંત્રને લોકશાહી શાસનવ્યવસ્થા’ કહેવામાં આવે છે.
પ્રશ્ન 3.
સરકાર વિવિધ સ્તરે શા માટે કાર્ય કરે છે?
ઉત્તર:
આપણો દેશ વિશાળ છે તેમજ અનેક પ્રકારની ભિન્નતાઓ ધરાવે છે. તેથી એક જ સ્થળેથી દેશના સંચાલનમાં અનેક સમસ્યાઓ ઊભી થાય. એ સમસ્યાઓની સામે દેશનો સારો વહીવટ કરવા માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે.
પ્રશ્ન 4.
લોકશાહી સરકાર કયા કયા સ્તરે કાર્યો કરે છે?
ઉત્તર:
લોકશાહી સરકાર સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર એમ ત્રણ સ્તરે કાર્યો કરે છે.
પ્રશ્ન 5.
લોકશાહીમાં સરકારનું સંચાલન કોણ કરે છે?
ઉત્તર:
લોકશાહીમાં સરકારનું સંચાલન લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ મતદાન દ્વારા કરે છે.
પ્રશ્ન 6.
દરેક દેશને સરકારની જરૂર શા માટે પડે છે?
ઉત્તર:
દરેક દેશને વહીવટ માટે જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે સરકારની જરૂર પડે છે.
પ્રશ્ન 7.
લોકશાહી સરકારનાં મુખ્ય કાર્યો કયાં કયાં છે?
ઉત્તરઃ
લોકશાહી સરકારનાં મુખ્ય કાર્યો આ પ્રમાણે છે તે કાયદા બનાવે છે, કાયદાનો અમલ કરે છે, કાયદામાં સુધારાવધારા કરે છે તેમજ ન્યાય આપે છે.
પ્રશ્ન 8.
સમગ્ર રાજ્યનો વહીવટ કોણ કરે છે?
ઉત્તર:
સમગ્ર રાજ્યનો વહીવટ રાજ્ય સરકાર કરે છે.
પ્રશ્ન 9.
સમગ્ર દેશનો વહીવટ કોણ કરે છે?
ઉત્તર:
સમગ્ર દેશનો વહીવટ રાષ્ટ્ર કક્ષાની સરકાર (રાષ્ટ્રીય સરકાર) કરે છે.
પ્રશ્ન 10.
આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે કેટલાં વર્ષની હોય છે?
ઉત્તરઃ
આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે.
પ્રશ્ન 11.
સામ્યવાદી સરકાર શાસનવ્યવસ્થાનું સંચાલન કેવી રીતે કરે છે?
ઉત્તરઃ
સામ્યવાદી સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે 3 શાસનવ્યવસ્થાનું સંચાલન કરે છે.
પ્રશ્ન 12.
વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને કઈ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે?
ઉત્તર:
વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા’ તરીકે ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 13.
રાજાશાહીમાં કોને જ મહત્ત્વ આપવામાં આવે છે?
ઉત્તરઃ
રાજાશાહીમાં શાસકની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ મહત્ત્વ આપવામાં આવે છે.
પ્રશ્ન 14.
લોકશાહીનાં મૂલ્યોનું જતન કઈ રીતે કરવામાં આવે છે?
ઉત્તર:
લોકોની સુખાકારી, સુવિધા અને વિકાસને પ્રાધાન્ય આપી, બંધારણને આધારે લોકશાહીનાં મૂલ્યોનું જતન કરવામાં આવે છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ-ચાર વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
ભારતમાં એક જ સ્થળેથી વહીવટ કરવો શા માટે શક્ય નથી?
ઉત્તર:
ભારત ખૂબ વિશાળ અને વિવિધતા ધરાવતો દેશ છે. તેમાં 29 રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્લી સહિત 7 કેન્દ્રશાસિત પ્રદેશો છે. જો એક જ સ્થળેથી વહીવટ કરવામાં આવે તો અનેક સમસ્યાઓ અને મુશ્કેલીઓ ઊભી થાય; નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે. તેથી ભારતમાં એક જ સ્થળેથી વહીવટ કરવો શક્ય નથી.
પ્રશ્ન 2.
લોકશાહીમાં સરકારનું શું મહત્ત્વ છે?
ઉત્તર:
લોકશાહીમાં સરકારનું મહત્ત્વ:
- લોકશાહીમાં સરકાર લોકોને કેન્દ્રમાં રાખીને કાર્ય કરે છે.
- લોકશાહી સરકારમાં જ માનવઅધિકારોનું રક્ષણ અને જતન થાય છે.
- લોકોના સર્વાગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.
પ્રશ્ન 3.
સરકારે ઘડેલા કાયદાઓનો બરાબર અમલ ન થતો છે હોય તો શું કરી શકાય?
ઉત્તરઃ
સરકારે ઘડેલા કાયદાઓનો બરાબર અમલ ન થતો હોય છું અને અન્યાય થાય તો તેની સામે અવાજ ઉઠાવવામાં આવે છે. કાયદાનો બરાબર અમલ કરાવવા માટે અદાલત સમક્ષ ફરિયાદ કરી શકાય છે. અદાલત કાયદાનો બરાબર અને યોગ્ય અમલ કરવા સરકારને આદેશ આપી શકે છે.
ટૂંક નોંધ લખો:
પ્રશ્ન 1.
લોકશાહી સરકાર
ઉત્તરઃ
- લોકશાહી સરકારમાં લોકો મતદાન કરીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે.
- એ પ્રતિનિધિઓમાંથી બહુમતી પક્ષના સભ્યોમાંથી સરકારની રચના થાય છે.
- લોકશાહી સરકાર લોકો વતી દેશની શાસનવ્યવસ્થા સંભાળે છે.
- આ સરકારમાં સત્તાનો અંતિમ દોર પ્રજાના હાથમાં હોય છે.
- લોકશાહી સરકારનું સંચાલન પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે લોકો જ કરતા હોય છે.
- લોકશાહી સરકાર હંમેશાં માનવઅધિકારોનું રક્ષણ અને જતન કરે છે.
- તે લોકોના સર્વાગી વિકાસ અને અધિકારોના રક્ષણ માટે કામ કરે છે.
- આ સરકારમાં નિયત સમયે ચૂંટણીઓ થાય છે.
પ્રશ્ન 2.
સામ્યવાદી સરકાર
ઉત્તર:
- સામ્યવાદી સરકારમાં બધાં માટે સામ્યતા કે . સરખાપણાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે.
- તેમાં સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસનવ્યવસ્થાનું સંચાલન કરે છે.
- વિશ્વના કેટલાક દેશોમાં ચૂંટણીઓ દ્વારા સામ્યવાદી સરકારો રચાય છે. એ સરકારનો નેતા લાંબા ગાળે રાજ્યની તમામ સત્તા પોતાના હાથમાં લઈ લે છે. તે સામ્યવાદના નામે નીચે એક વ્યક્તિકેન્દ્રી શાસન કરે છે.
- સામ્યવાદી સરકારમાં સમાજના દરેક વર્ગને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના ધોરણે જોડીને સરકારનું સંચાલન થાય છે.
- વિશ્વમાં સામ્યવાદી સરકારની વિચારધારાને ડાબેરી વિચારધારાના નામે ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 3.
રાજાશાહી સરકાર
ઉત્તરઃ
- રાજાશાહી સરકારમાં એક વ્યક્તિનું શાસન હોય છે.
- શાસક તરીકે સત્તા ભોગવતા રાજાનું પદ વારસાગત હોય છે.
- રાજાશાહીમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી.
- રાજાશાહીમાં લોકોના અધિકારો જળવાતા નથી.
- રાજાશાહીમાં રાજાની ઇચ્છા એ જ કાયદો. તે રાજ્યનાં બધાં કાર્યો જાતે જ કરે છે. રાજાના નિર્ણયો આખરી ગણાય છે.
- રાજાશાહી સરકારમાં લોકોની સુખાકારી, સુવિધાઓ કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી, સુવિધાઓ કે વ્યવસ્થાને જ મહત્ત્વ આપવામાં આવે છે.
પ્રશ્ન 4.
લોકશાહીનાં મૂલ્યો
ઉત્તરઃ
સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવના એ લોકશાહીનાં મૂલ્યો છે. લોકશાહી સરકાર બંધારણને કેન્દ્રમાં રાખી, લોકશાહી મૂલ્યોનું જતન કરે છે. સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા મળે એ માટે લોકશાહી સરકાર લોકશાહીનાં મૂલ્યોને ધ્યાનમાં રાખીને આયોજનો અને યોજનાઓનો અમલ કરે છે.
પ્રવૃત્તિઓ
1. દૈનિકપત્રો અને અન્ય સાહિત્યમાંથી સરકારના સંદર્ભે છપાયેલ વિગતો એકઠી કરી ‘સરકારનાં કાર્યો’ અંગે સંગ્રહપોથી બનાવો.
2. સરકારનાં કાર્યોની અને જીવનમાં સુવિધા અંગે ચર્ચા કરી, સરકાર તરફથી મળતી સુવિધાઓની યાદી બનાવો.
૩. શિક્ષકશ્રી સાથે ચર્ચા કરી વિવિધ શાસનવ્યવસ્થા ધરાવતા દેશોને નકશામાંથી શોધો.
4 વિવિધ દેશોના શાસકો અંગેની વિગતો એકઠી કરો અને શાસક અંકનું નિર્માણ કરો.
5. તમારા શિક્ષકશ્રી પાસેથી અદાલતનાં કાર્યો વિશે જાણકારી મેળવી તેની ચર્ચા કરો.
6. અદાલતે સરકારને આપેલા આદેશો કે સૂચનોને સમાચારપત્રો કે સામયિકોમાંથી શોધી એકઠાં કરો.
નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામેના માં લખો :
પ્રશ્ન 1.
લોકોની આર્થિક અને સામાજિક સમસ્યાઓનો ઉકેલ કોણ લાવે છે?
A. વડા પ્રધાન
B. અર્થશાસ્ત્રીઓ
C. સમાજશાસ્ત્રીઓ
D. સરકાર
ઉત્તર:
D. સરકાર
પ્રશ્ન 2.
લોકશાહીનું અગત્યનું લક્ષણ કર્યું છે?
A. લશ્કરનું પ્રભુત્વ
B. વ્યક્તિવાદ
C. પ્રજાનું સાર્વભૌમત્વ
D. સલાહકાર મંડળ
ઉત્તર:
C. પ્રજાનું સાર્વભૌમત્વ
પ્રશ્ન ૩.
ભારતે કઈ શાસનપદ્ધતિ અપનાવી છે?
A. સામ્યવાદી
B. સંસદીય લોકશાહી
C. રાજાશાહી
D. સરમુખત્યારશાહી
ઉત્તર:
B. સંસદીય લોકશાહી
પ્રશ્ન 4.
ભારતના નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?
A. 18 વર્ષની
B. 17 વર્ષની
C. 20 વર્ષની
D. 21 વર્ષની
ઉત્તર:
A. 18 વર્ષની
પ્રશ્ન 5.
આપણા દેશમાં કોના આધારે લોકશાહીનાં મૂલ્યોનું જતન કરવામાં આવે છે?
A. સરકારના
B. લોકોના
C. બંધારણના
D. આયોજનોના
ઉત્તર:
C. બંધારણના
પ્રશ્ન 6.
ન્યાયની દેવીનું ચિત્ર કયાં સ્થળોએ જોવા મળે છે?
A. સંસદમાં
B. અદાલતોમાં
C. રેલવે સ્ટેશનોમાં
D. વિધાનગૃહમાં
ઉત્તર:
B. અદાલતોમાં
પ્રશ્ન 7.
નીચેનામાંથી કઈ બાબત લોકશાહી સરકાર ધરાવતા દેશને લાગુ પડતી નથી?
A. ચૂંટણી પ્રક્રિયા
B. લોકોનું પ્રતિનિધિત્વ
C. વારસાગત શાસન
D. લોકોની ભાગીદારી
ઉત્તર:
C. વારસાગત શાસન
પ્રશ્ન 8.
નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે?
A. ભારતમાં રાજાશાહી શાસનવ્યવસ્થા છે.
B. રાજાશાહીમાં રાજા કે રાણી તમામ નિર્ણયો લે છે.
C. રાજા કે રાણીનું પદ વારસાગત હોય છે.
D. રાજા પાસે સલાહકારોનું એક નાનું મંડળ હોય છે.
ઉત્તર:
A. ભારતમાં રાજાશાહી શાસનવ્યવસ્થા છે.
પ્રશ્ન 9.
નીચેનામાંથી કયું કાર્ય સરકારનું છે?
A. સરકારી આરોગ્ય કેન્દ્રો ચલાવવાં.
B. કુદરતી આપત્તિ સમયે લોકોને મદદ કરવી.
C. વિશ્વના અન્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવા.
D. આપેલ તમામ સાચાં છે.
ઉત્તર:
D. આપેલ તમામ સાચાં છે.
પ્રશ્ન 10.
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં લખો:
1. ગુજરાત સરકાર એ કયા સ્તરની શાસનવ્યવસ્થા છે?
ઉત્તરઃ
ગુજરાત સરકાર એ રાજ્યસ્તરની શાસનવ્યવસ્થા છે.
2. તમે સરકારના કયા કયા પ્રકાર વિશે જાણો છો?
ઉત્તરઃ
હું સરકારના આ પ્રકારો જાણું છું :
- લોકશાહી. સરકાર,
- સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર.