GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો

Gujarat Board GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો પ્લાસ્ટિક Important Questions and Answers.

GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો

વિશેષ પ્રશ્નોત્તર

(A) હેતુલક્ષી પ્રસ્તો:

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
મરઘીનું ઈંડું શું છે?
A. પેશી
B. અંગ
C. અંગતંત્ર
D. કોષ
ઉત્તર:
D. કોષ

પ્રશ્ન 2.
પેશી શાનો સમૂહ છે?
A. અંગિકાનો
B. કોષોનો
C. અંગોનો
D. સજીવનો
ઉત્તર:
B. કોષોનો

GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો

પ્રશ્ન 3.
નીચેનામાંથી કોણ પોતાનો આકાર બદલી શકે છે?
A. અમીબા
B. શ્વેતકણ
C. A અને B બંને
D. આપેલ એક પણ નહીં
ઉત્તર:
C. A અને B બંને

પ્રશ્ન 4.
તે કોષની ક્રિયાઓનું નિયમન કરે છે?
A. કોષકેન્દ્ર
B. કોષરસ
C. કોષદીવાલ
D. કોષરસસ્તર
ઉત્તર:
A. કોષકેન્દ્ર

પ્રશ્ન 5.
રૉબર્ટ હૂકે શાની શોધ કરી?
A. કોષકેન્દ્ર
B. કોષ
C. રંગસૂત્ર
D. જનીન
ઉત્તર:
B. કોષ

પ્રશ્ન 6.
પ્રકાશસંશ્લેષણ ક્રિયા માટે વનસ્પતિમાં કઈ અંગિકા અગત્યની છે?
A. રસધાની
B. ગોલ્ગીકાય
C. કણાભસૂત્ર
D. હરિતકણ
ઉત્તર:
D. હરિતકણ

પ્રશ્ન 7.
સજીવનો મૂળભૂત રચનાત્મક એકમ કયો છે?
A. કોષ
B. પેશી
C. અંગ
D. કોષકેન્દ્ર
ઉત્તર:
A. કોષ

GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો

પ્રશ્ન 8.
સૌથી મોટો કોષ કયો છે?
A. મરઘીનું ઈંડું
B. શાહમૃગનું ઈંડું
C. મનુષ્યના રક્તકણ
D. હાથીનો ચેતાકોષ
ઉત્તર:
B. શાહમૃગનું ઈંડું

પ્રશ્ન 9.
કોષકેન્દ્રમાં જોવા મળતી નાની ગોળાકાર સંરચના કઈ છે?
A. રિબોઝોમ્સ
B. રંજકકણ
C. કોષકેન્દ્રિકા
D. રસધાની
ઉત્તર:
C. કોષકેન્દ્રિકા

પ્રશ્ન 10.
આદિકોષકેન્દ્રીય સજીવો કયા છે?
A. મરઘી, શાહમૃગ
B. ઉંદર, હાથી
C. અમીબા, પેરામીશિયમ
D. બૅક્ટરિયા, નીલહરિત લીલ
ઉત્તર:
D. બૅક્ટરિયા, નીલહરિત લીલ

પ્રશ્ન 11.
કોષને આકાર અને દઢતા આપવાનું કાર્ય કોણ કરે છે?
A. કોષદીવાલ
B. કોષકેન્દ્ર
C. રસધાની
D. આપેલ તમામ
ઉત્તર:
A. કોષદીવાલ

પ્રશ્ન 12.
લાંબો અને શાખિત પ્રાણીકોષ કયો છે?
A. સ્નાયુકોષ
B. ચેતાકોષ
C. રુધિરકોષ
D. અસ્થિકોષ
ઉત્તર:
B. ચેતાકોષ

પ્રશ્ન 13.
પ્રાણીકોષમાં નીચેના પૈકી શું ગેરહાજર છે?
A. કણાભસૂત્ર
B. રિબોઝોમ
C. રંગસૂત્ર
D. હરિતકણ
ઉત્તર:
D. હરિતકણ

પ્રશ્ન 14.
કોને કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે?
A. કોષરસ
B. ધાનીરસ
C. જીવરસ
D. આપેલ તમામ
ઉત્તર:
C. જીવરસ

GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો

પ્રશ્ન 15.
અમીબામાં ખોટા પગ શામાં મદદરૂપ થાય છે?
A. શ્વસન
B. ઉત્સર્જન
C. પ્રજનન
D. ખોરાકગ્રહણ
ઉત્તર:
D. ખોરાકગ્રહણ

પ્રશ્ન 16.
ઊર્મિવેગના વહનનું કાર્ય કયા કોષ વડે થાય છે?
A. ચેતાકોષ
B. સ્નાયુકોષ
C. રુધિરકોષ
D. ગાલના કોષ
ઉત્તર:
A. ચેતાકોષ

પ્રશ્ન 17.
સજીવમાં આનુવંશિકતાનો એકમ કયો છે?
A. રિબોઝોમ
B. જનીન
C. ફલિતાંડ
D. કણાભસૂત્ર
ઉત્તર:
B. જનીન

પ્રશ્ન 18.
નીચે આપેલા કોષો પૈકી કેટલા સુકોષકેન્દ્રી કોષો છે? બૅક્ટરિયા, રક્તકણ, ડુંગળીનો કોષ, અમીબા, શાહમૃગનું ઈંડું, નીલહરિત લીલ, સ્નાયુકોષ, રીહોના પર્ણનો કોષ
A. 2
B. 4
C. 6
D. 8.
ઉત્તર:
C. 6

2. યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
………………… નામના વૈજ્ઞાનિકે બૂચનો પાતળો છેદ લઈ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અભ્યાસ કર્યો.
ઉત્તર:
રૉબર્ટ હૂક

પ્રશ્ન 2.
ફલિત ……………………. ને ફલિતાંડ કહે છે.
ઉત્તર:
અંડકોષ

પ્રશ્ન 3.
અમીબામાં ખોરાકગ્રહણ અને ગતિ પ્રદાન કરવામાં ……………… મદદ કરે છે.
ઉત્તર:
ખોટા પગ

પ્રશ્ન 4.
મનુષ્યના રુધિરમાં ………………….. પોતાનો આકાર બદલી શક્તા કોષ છે.
ઉત્તર:
શ્વેતકણ

GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો

પ્રશ્ન 5.
ચેતાકોષ …………….. ના વહનનું કાર્ય કરે છે.
ઉત્તર:
ઊર્મિવેગ

પ્રશ્ન 6.
નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને ………………………. કહે છે.
ઉત્તર:
પેશી

પ્રશ્ન 7.
સજીવોમાં જનીન ……………………. નો એકમ છે.
ઉત્તર:
આનુવંશિકતા

પ્રશ્ન 8.
કોષમાં રંગસૂત્રો ……………………… દરમિયાન જ જોવા મળે છે.
ઉત્તર:
કોષવિભાજન

પ્રશ્ન 9.
નીલહરિત લીલ ……………………… સજીવનું ઉદાહરણ છે.
ઉત્તર:
આદિકોષકેન્દ્રી

પ્રશ્ન 10.
પર્ણના હરિતકણમાં હરિતદ્રવ્ય ……………………….. ની ક્રિયા માટે આવશ્યક છે.
ઉત્તર:
પ્રકાશસંશ્લેષણ

પ્રશ્ન 11.
કોષકેન્દ્ર અને કોષરસપટલની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે ………………………. હોય છે.
ઉત્તર:
કોષરસ

પ્રશ્ન 12.
વનસ્પતિમાં …………………. પાણી અને ખનીજ ક્ષારના શોષણમાં મદદરૂપ છે.
ઉત્તરઃ
મૂળ

GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો

પ્રશ્ન 3.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો. ખોટાં વિધાનો સુધારીને ફરીથી લખોઃ
(1) મરઘીનું ઈંડું ઘણા કોષોનો બનેલી રચના છે.
(2) નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોવાથી તેમના શરીરની ્રક્રિયાઓ પ્રભાવિત થાય છે.
(3) અમીબા સુકોષકેન્દ્રી એકકોષી સજીવ છે.
(4) વિભિન્ન કોષો અંગોનું નિર્માણ કરે છે.
(5) અમીબા આકાર બદલી શકતો પૂર્ણ વિકસિત સજીવ છે. જ્યારે શ્વેતકણ આકાર બદલી શકતી કોષીય સંરચના છે.
(6) સ્નાયુકોષો શરીરમાં સંકલન અને સહનિયમનનું કાર્ય કરે છે.
(7) કોષનું કદ વનસ્પતિના અને પ્રાણીના કદ સાથે સંબંધિત હોતું નથી.
(8) કોષમાં વિવિધ પદાર્થોની અવરજવરનું નિયમન કોષકેન્દ્રપટલ કરે છે.
(9) ટ્રેડેસ્કેન્શિયા પર્ણના કોષના કોષરસમાં રંજકકણ વેરવિખેર આવેલા છે.
(10) ગાલના કોષમાં એક મોટી રસધાની હોય છે.
ઉત્તરઃ
ખરાં વિધાનો (3), (5), (7), (9)
ખોટાં વિધાનો (1), (2), (4), (6), (8), (10)
સુધારીને લખેલાં વિધાનોઃ
(1) મરઘીનું ઈંડું એકકોષીય રચના છે.
(2) નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોવા છતાં તેમના શરીરની પ્રક્રિયાઓ પ્રભાવિત થતી નથી.
(4) વિભિન્ન પેશી અંગોનું નિર્માણ કરે છે.
(6) ચેતાકોષો શરીરમાં સંકલન અને સહનિયમનનું કાર્ય કરે છે. (8) કોષમાં વિવિધ પદાર્થોની અવરજવરનું નિયમન કોષરસપટલ કરે છે.
(10) ગાલના કોષમાં નાની નાની રસધાનીઓ હોય છે.

4. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપો?

પ્રશ્ન 1.
રૉબર્ટ હૂક દ્વારા બૂચના પાતળા છેદમાં નિહાળવામાં આવેલા વિભાજિત ખંડો કોના ખાનાં જેવાં હતાં?
ઉત્તરઃ
મધમાખીના મધપૂડાનાં પાનાં

પ્રશ્ન 2.
બહુકોષી સજીવમાં કોના વિભાજનથી વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો થાય છે?
ઉત્તરઃ
ફલિત અંડકોષ (ફલિતાંડ)

પ્રશ્ન 3.
અમીબામાં કોષની સપાટી પર જોવા મળતા વિવિધ લંબાઈના પ્રવધુને શું કહે છે?
ઉત્તરઃ
ખોટા પગ

પ્રશ્ન 4.
મનુષ્યના રક્તકણ કયા આકારના છે?
ઉત્તરઃ
ગોળાકાર

પ્રશ્ન 5.
શાહમૃગના ઈંડાનું કદ કેટલું છે?
ઉત્તરઃ
170 mm × 130 mm

પ્રશ્ન 6.
કોષના મધ્ય ભાગમાં જોવા મળતી ગોળાકાર ઘટ્ટ સંરચનાને શું કહેવાય છે?
ઉત્તરઃ
કોષકેન્દ્ર

પ્રશ્ન 7.
સજીવકોષમાં સમગ્ર જીવંત સંઘટકને શું કહે છે?
ઉત્તરઃ
જીવરસ

GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો

પ્રશ્ન 8.
ડુંગળીના કોષના કોષરસમાં જોવા મળતી ખાલી જગ્યાઓ શું છે?
ઉત્તરઃ
રસધાની

પ્રશ્ન 9.
લીલા રંગના રંજકકણને શું કહે છે?
ઉત્તરઃ
હરિતકણ

પ્રશ્ન 10.
પિતૃપેઢીમાંથી બાળપેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કોણ કરે છે?
ઉત્તરઃ
જનીન

5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
રૉબર્ટ હૂકે ઉપયોગમાં લીધેલ બૂચ શું છે?
ઉત્તરઃ
રૉબર્ટ હૂકે ઉપયોગમાં લીધેલ બૂચ વનસ્પતિની છાલનો ભાગ છે.

પ્રશ્ન 2.
હૂક દ્વારા જોવામાં આવેલી ખાનામય સંરચના વાસ્તવમાં શું હતા?
ઉત્તરઃ
હૂક દ્વારા જોવામાં આવેલી ખાનામય સંરચના વાસ્તવમાં મૃત કોષો હતા.

પ્રશ્ન 3.
કોષની રચના તેમજ કાર્યોની વિશેષ જાણકારી શાની મદદથી શક્ય બની છે?
ઉત્તરઃ
કોષની રચના તેમજ કાર્યોની વિશેષ જાણકારી વધારે વિવર્ધન ક્ષમતા ધરાવતા સૂક્ષ્મદર્શક યંત્ર તથા અન્ય તકનિકની મદદથી શક્ય બની છે.

પ્રશ્ન 4.
શું મરઘીનું ઈંડું એક જ કોષનું બનેલું છે કે કોષોનો સમૂહ છે?
ઉત્તરઃ
મરઘીનું ઈંડું એક જ કોષનું બનેલું છે.

પ્રશ્ન 5.
સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તરઃ
સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે.

પ્રશ્ન 6.
સજીવનાં અંગો કઈ બાબતે ભિન્ન હોય છે?
ઉત્તરઃ
સજીવનાં અંગો કદ, આકાર અને કોષોની સંખ્યા બાબતે ભિન્ન હોય છે.

પ્રશ્ન 7.
અબજો કોષોવાળા સજીવનું જીવન શામાંથી શરૂ થાય છે?
ઉત્તર:
અબજો કોષોવાળા સજીવનું જીવન ફલિત અંડકોષ (ફલિતાંડ) તરીકે કે ઓળખાતા એક જ કોષમાંથી શરૂ થાય છે.

પ્રશ્ન 8.
એકકોષીય સજીવોનાં ઉદાહરણ આપો.
ઉત્તર:
એકકોષીય સજીવો : અમીબા, પેરામીશિયમ.

પ્રશ્ન 9.
એકકોષી સજીવમાં જોવા મળતી આવશ્યક ક્રિયાનાં નામ આપો.
ઉત્તર:
એકકોષી સજીવમાં જોવા મળતી આવશ્યક ક્રિયા : ખોરાક અંતઃગ્રહણ, પાચન, શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ, પ્રજનન.

GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો

પ્રશ્ન 10.
કયું એકકોષી સજીવ તેનો આકાર સતત બદલે છે?
ઉત્તરઃ
અમીબા એકકોષી સજીવ તેનો આકાર સતત બદલે છે.

પ્રશ્ન 11.
અમીબામાં ખોટા પગ ક્યારે દેખાય છે?
ઉત્તર:
અમીબામાં ખોટા પગ ગતિ કરતી વખતે તથા ખોરાક અંતઃગ્રહણ કે કરતી વખતે દેખાય છે.

પ્રશ્ન 12.
મનુષ્યના રક્તકણ અને શ્વેતકણનો આકાર જણાવો.
ઉત્તરઃ
મનુષ્યના રક્તકણ ગોળાકાર અને શ્વેતકણનો આકાર અનિયમિત હોય છે.

પ્રશ્ન 13.
કોષો કયા કયા આકારમાં જોવા મળે છે?
ઉત્તરઃ
કોષો ગોળ, ચપટા, લંબાયેલા, શાખિત, ત્રાકાકાર કે અનિયમિત આકારમાં જોવા મળે છે.

પ્રશ્ન 14.
GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો 1
આકૃતિમાં દર્શાવેલા કોષ ઓળખી, xનું નામનિર્દેશન જણાવો.
ઉત્તર:
આકૃતિમાં સ્નાયુકોષ દર્શાવેલા છે. નું નામ કોષકેન્દ્ર છે.

પ્રશ્ન 15.
કોષદીવાલ વનસ્પતિકોષને શું પ્રદાન કરે છે?
ઉત્તર:
કોષદીવાલ વનસ્પતિકોષને આકાર અને દઢતા પ્રદાન કરે છે.

પ્રશ્ન 16.
સૌથી મોટો કોષ ક્યો છે? તેનું કદ જણાવો.
ઉત્તર:
સૌથી મોટો કોષ શાહમૃગનું ઈંડું છે. તેનું કદ 170 mm × 130 mm છે.

પ્રશ્ન 17.
કોષોના કદનો સંબંધ સજીવના કદ સાથે છે કે તેમનાં કાર્યો સાથે તે જણાવો.
ઉત્તરઃ
કોષોના કદનો સંબંધ તેમનાં કાર્યો સાથે છે.

પ્રશ્ન 18.
શું હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા કદના છે? શા માટે?
ઉત્તરઃ
ના, કારણ કે કોષોના કદને સજીવના કદ સાથે નહિ, પરંતુ તેમનાં કાર્યો સાથે સંબંધ છે.

પ્રશ્ન 19.
પાચનતંત્ર કયા વિશિષ્ટ કાર્ય સાથે સંકળાયેલું છે?
ઉત્તરઃ
પાચનતંત્ર પાચન, અભિશોષણ, તથા સ્વાંગીકરણ જેવા વિશિષ્ટ કાર્ય સાથે સંકળાયેલું છે.

પ્રશ્ન 20.
પેશી એટલે શું?
ઉત્તરઃ
પેશી એટલે નિશ્ચિત કાર્ય કરતા કોષોનો સમૂહ.

પ્રશ્ન 21.
કોષની રચનાના મૂળભૂત ઘટકો કયા છે?
ઉત્તર:
કોષની રચનાના મૂળભૂત ઘટકો કોષકેન્દ્ર, કોષરસ અને કોષરસપટલ છે.

પ્રશ્ન 22.
કોષરસપટલ કોષને શાનાથી અલગ કરે છે?
ઉત્તર:
કોષરસપટલ કોષને બીજા કોષો તથા ઘેરાયેલા આસપાસના દ્રવ્યોથી અલગ કરે છે.

GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો

પ્રશ્ન 23.
વનસ્પતિકોષોને કોષદીવાલ કયાં પરિબળોથી રક્ષણ આપે છે?
ઉત્તર:
વનસ્પતિકોષોને કોષદીવાલ – તાપમાન, પવન, વાતાવરણીય ભેજ તેમજ રોગકારકો જેવાં પરિબળોથી રક્ષણ આપે છે.

પ્રશ્ન 24.
કોષરસપટલનું ડુંગળીના કોષ અને ગાલના કોષમાં સ્થાન જણાવો.
ઉત્તર:
કોષરસપટલ ડુંગળીના કોષમાં કોષદીવાલની અંદરની તરફ અને ગાલના કોષમાં સૌથી બહાર છે.

પ્રશ્ન 25.
કોષરસપટલ વડે કોષના કયા ઘટકો ઘેરાયેલા છે?
ઉત્તર:
કોષરસપટલ વડે કોષના કોષકેન્દ્ર અને કોષરસ ઘટકો ઘેરાયેલા છે.

પ્રશ્ન 26.
કોષકેન્દ્રને કોષરસથી અલગ કરતી રચના કઈ છે?
ઉત્તર:
કોષકેન્દ્રને કોષરસથી અલગ કરતી રચના કોષકેન્દ્રપટલ છે.

પ્રશ્ન 27.
કોષરસપટલ અને કોષકેન્દ્રપટલ વચ્ચે શું સમાનતા છે?
ઉત્તર:
કોષરસપટલ અને કોષકેન્દ્રપટલ બંને છિદ્રાળુ હોય છે.

પ્રશ્ન 28.
કોષના જીવંત ઘટક તરીકે કોણ ઓળખાય છે? તેમાં કોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
કોષના જીવંત ઘટક તરીકે જીવરસ ઓળખાય છે. તેમાં કોષરસ અને મા લેષકેન્દ્રનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 29.
સજીવોમાં જનીન શું છે?
ઉત્તરઃ
સજીવોમાં જનીન આનુવંશિકતાનો એકમ છે.

પ્રશ્ન 30.
માતાપિતાનાં લક્ષણો તેમના સંતાનને કોના દ્વારા પ્રાપ્ત થાય છે?
ઉત્તરઃ
માતાપિતાનાં લક્ષણો તેમના સંતાનને જનીન દ્વારા પ્રાપ્ત થાય છે.

પ્રશ્ન 31.
કોષમાં કોષવિભાજન દરમિયાન જ જોવા મળતી રચના કઈ છે?
ઉત્તર:
કોષમાં કોષવિભાજન દરમિયાન જ જોવા મળતી રચના રંગસૂત્ર છે.

પ્રશ્ન 32.
બૅક્ટરિયલ કોષનું કોષકેન્દ્ર કેવું હોય છે?
ઉત્તર:
બૅક્ટરિયલ કોષનું કોષકેન્દ્ર કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકા વગરનું હોય છે.

પ્રશ્ન 33.
રંજકકણ કોને કહે છે?
ઉત્તરઃ
વનસ્પતિના કોષમાં અનેક નાની, જુદા જુદા રંગો ધરાવતી અને કોષરસમાં વેરવિખેર જોવા મળતી સંરચનાઓને રંજકકણ કહે છે.

પ્રશ્ન 34.
પર્ણોને લીલો રંગ કોણ પ્રદાન કરે છે?
ઉત્તરઃ
પર્ણને લીલો રંગ તેમાં આવેલા હરિતકણમાં રહેલ હરિતદ્રવ્ય (ક્લોરોફિલ) પ્રદાન કરે છે.

પ્રશ્ન 35.
હરિતકણમાં હરિતદ્રવ્ય શાના માટે આવશ્યક છે?
ઉત્તર:
હરિતકણમાં હરિતદ્રવ્ય પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક છે.

GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો

પ્રશ્ન 36.
અભિરંજક Stain) એટલે શું?
ઉત્તરઃ
અભિરંજક એટલે સૂક્ષ્મદર્શક યંત્રમાં કોષીય અંગિકા, કોષ કે પેશીના સ્પષ્ટ અવલોકન માટે ઉપયોગમાં લેવાતાં રંગીન રાસાયણિક દ્રાવણો.

પ્રશ્ન 37.
અભિરંજકનાં બે નામ આપો.
ઉત્તરઃ
અભિરંજકનાં બે નામ મિથીલિન બ્લ્યુ અને સેક્રેનીન છે.

(B) ટૂંકજવાબી પ્રોઃ

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
કોષની શોધ સમજાવો.
ઉત્તરઃ
ઈ. સ. 1665માં રૉબર્ટ હૂકે બૂચનો પાતળો છેદ લઈ સામાન્ય વિપુલદર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો. તેઓએ બૂચના છેદમાં અનેક ખાના (વિભાજિત – ખંડો) જેવી રચના જોઈ. આ ખાનાં મધમાખીના મધપૂડાનાં પાનાં જેવાં હતાં. તેમણે જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે દીવાલ વડે અલગ પડેલા હતા.
હૂકે પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું.
GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો 2
[આકૃતિ 8.1 રૉબર્ટ હૂક દ્વારા નિહાળવામાં આવેલ બૂચના કોષો]

પ્રશ્ન 2.
કોષોની સંખ્યાને આધારે સજીવના પ્રકાર સમજાવો.
ઉત્તર:
કોષોની સંખ્યાને આધારે સજીવના બે પ્રકાર છે:

  1. એકકોષી સજીવો એક જ કોષના બનેલા સજીવોને એકકોષી સજીવો કહે છે.
    ઉદાહરણઃ અમીબા, પેરામીશિયમ, બૅક્ટરિયા.
  2. બહુકોષી સજીવો એકથી વધારે કોષોના બનેલા શરીર ધરાવતા સજીવોને બહુકોષી સજીવો કહે છે.
    ઉદાહરણ: મનુષ્ય, વનસ્પતિ

પ્રશ્ન 3.
એકકોષી સજીવો કયાં કાર્યો કરે છે? આ બધાં કાર્યો બહુકોષી સજીવોમાં કોના વડે થાય છે?
ઉત્તરઃ
એકકોષી સજીવો ખોરાક અંતઃગ્રહણ, પાચન, શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ, પ્રજનન વગેરે કાર્યો કરે છે.
આ બધાં કાર્યો બહુકોષી સજીવોમાં કોષોના સમૂહ પેશી, અંગ કે તંત્ર વડે થાય છે.

પ્રશ્ન 4.
અમીબામાં ખોટા પગનું નિર્માણ અને તેનું કાર્ય જણાવો.
ઉત્તરઃ
અમીબા અનિયમિત આકારનું પ્રાણી છે. તે તેનો આકાર સતત બદલે છે. આ દરમિયાન તેની કોષ સપાટી પર વિવિધ લંબાઈના પ્રવધુ તરીકે ખોટા પગનું નિર્માણ થાય છે.
ખોટા પગનું કાર્ય અમીબાને ગતિ પ્રદાન કરવાનું અને ખોરાક ગ્રહણમાં મદદ કરવાનું છે.

પ્રશ્ન 5.
અમીબા અને મનુષ્યના શ્વેતકણમાં રહેલી સામ્યતા અને ભિન્નતા જણાવો.
ઉત્તર:
GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો 3

પ્રશ્ન 6.
વનસ્પતિકોષમાં કોષદીવાલનાં કાર્ય લખો.
ઉત્તરઃ
વનસ્પતિકોષમાં કોષદીવાલનાં કાર્ય:

  1. કોષોને આકાર અને દઢતા આપે છે.
  2. કોષોને તાપમાન, પવન, વાતાવરણના ભેજ વગેરેથી રક્ષણ આપે છે.

પ્રશ્ન 7.
વનસ્પતિમાં મૂળ અને પર્ણનાં કાર્ય જણાવો.
ઉત્તરઃ
GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો 4

પ્રશ્ન 8.
ટૂંકી નોંધ લખો જનીન
ઉત્તર:
જનીન રંગસૂત્રો પર આવેલા હોય છે. જનીન સજીવોમાં આનુવંશિકતાનો એકમ છે.
તે પિતૃપેઢીમાંથી સંતતિ(બાળપેઢી)માં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે. માતાપિતાનાં કેટલાંક લક્ષણો આપણને જનીનો દ્વારા પ્રાપ્ત થાય છે.

પ્રશ્ન 9.
રસધાની શું છે? વનસ્પતિ અને પ્રાણીના કોષમાં તેના આધારે જોવા મળતો ભેદ સ્પષ્ટ કરો.
ઉત્તરઃ
રસધાની કોષના કોષરસમાં રહેલી ખાલી જગ્યાઓ છે. વનસ્પતિના કોષમાં એક મોટી કેન્દ્રિય રસધાની જોવા મળે છે. પ્રાણીકોષમાં અત્યંત નાની-નાની રસધાની જોવા મળે છે.

GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો

પ્રશ્ન 10.
રંજકકણના એક પ્રકાર તરીકે હરિતકણ સમજાવો.
ઉત્તર:
હરિતકણ લીલા રંગના રંજકકણ છે. તેમાં હરિતદ્રવ્ય (ક્લૉરોફિલ) આવેલું છે.
હરિતકણ પર્ણના કોષોમાં હોય છે. તે પર્ણોને લીલો રંગ આપે છે. પ્રકાશસંશ્લેષણની ક્રિયા હરિતકણ અંગિકામાં થાય છે.

પ્રશ્ન 11.
વનસ્પતિકોષ અને પ્રાણીકોષની તુલના કરી નીચેનું કોષ્ટક ભરો.
ઉત્તર:
વનસ્પતિકોષ અને પ્રાણીકોષની તુલના

ક્રમ

ભાગ વનસ્પતિકોષ

પ્રાણીકોષ

(1) કોષરસપટલ હાજર હાજર
(2) કોષદીવાલ હાજર ગેરહાજર
(3) કોષકેન્દ્ર હાજર હાજર
(4) કોષરસ હાજર હાજર
(5) રંજકકણ હાજર ગેરહાજર
(6) રસધાની મોટી નાની

2. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ

પ્રશ્ન 1.
કોષ સજીવનો મૂળભૂત માળખાકીય એકમ છે.
ઉત્તરઃ

  1. ઈંટો જોડીને ઇમારતનું નિર્માણ થાય છે. તે રીતે કોષો એકબીજા સાથે જોડાઈને સજીવશરીરનું નિર્માણ કરે છે.
  2. એકકોષી સજીવો ફક્ત એક જ કોષથી બનેલા છે.
  3. બહુકોષી સજીવનું જીવન પણ એક જ કોષ ફલિતાંડથી શરૂ થાય છે.
  4. બહુકોષી સજીવ દ્વારા કરવામાં આવતી બધી આવશ્યક ક્રિયાઓ એકકોષી સજીવ તેના એક કોષ વડે કરી શકે છે.
  5. જટિલ રચના ધરાવતા સજીવમાં કોષોના સમૂહથી પેશી બને છે. પેશીના સમૂહથી અંગો અને અંગોના સમૂહથી તંત્ર બને છે.

આથી કોષ સજીવનો મૂળભૂત એકમ છે.

પ્રશ્ન 2.
બહુકોષી સજીવજીવન એક જ કોષમાંથી શરૂ થાય છે.
ઉત્તરઃ

  1. બહુકોષી સજીવ મોટા ભાગે લિંગી પ્રજનન કરે છે.
  2. લિંગ પ્રજનનમાં અંડકોષ ફલિત થતાં ફલિતાંડ બને છે.
  3. ફલિતાંડ એકકોષી છે.
  4. ફલિતાંડ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરે છે.
  5. આ રીતે બહુકોષી સજીવનું નિર્માણ થાય છે.

આથી, બહુકોષી સજીવજીવન એક જ કોષ(ફલિત અંડકોષ)માંથી શરૂ થાય છે.

GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો

પ્રશ્ન 3.
હાથીના કોષો ઉંદરના કોષોથી કદમાં મોટા હોતા નથી.
ઉત્તરઃ

  1. હાથીનું કદ ઉંદરના કદથી ઘણું મોટું છે.
  2. કોષના કદનો સંબંધ તેના કાર્ય સાથે હોય છે.
  3. કોષનું કદ સજીવના કદ સાથે સંબંધિત નથી.
  4. હાથીના શરીરમાં થતાં બધાં જ કાર્યો ઉંદરના શરીરમાં પણ થાય છે.
  5. કાર્ય સંબંધિત કદ ધરાવતા કોષ બંનેના શરીરમાં આવેલા છે. દા. ત.,

ઊર્મિવેગ:
સ્કન માટે હાથી અને ઉંદર બંનેમાં ચેતાકોષ લાંબા અને શાખિત છે.
આથી, હાથીના કોષો ઉંદરના કોષોથી કદમાં મોટા હોતા નથી.

પ્રશ્ન 4.
સજીવકોષ તેના બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા છતાં તેની સાથે દ્રવ્યોની આપ-લે કરી શકે છે.
ઉત્તરઃ

  1. દરેક સજીવકોષમાં કોષરસ અને કોષકેન્દ્ર કોષરસપટલથી ઘેરાયેલા છે.
  2. કોષરસપટલ એક કોષને બીજા કોષથી તેમજ બાહ્ય પર્યાવરણ / ઘેરાયેલા દ્રવ્યોથી અલગ કરે છે.
  3. કોષરસપટલ છિદ્રાળુ હોય છે.
  4. કોષરસપટલનાં છિદ્રો વડે વિવિધ દ્રવ્યોની કોષમાં અવરજવર થઈ શકે છે.

આમ, સજીવ કોષ બાહ્ય પર્યાવરણથી અલગ હોવા છતાં તેની સાથે દ્રવ્યોની આપ-લે કરી શકે છે.

પ્રશ્ન 5.
વનસ્પતિકોષ સખત છે જ્યારે પ્રાણીકોષ પ્રમાણમાં નરમ હોય છે.
ઉત્તરઃ

  1. વનસ્પતિકોષમાં સૌથી બહારના આવરણ તરીકે કોષદીવાલ આવેલી છે.
  2. કોષદીવાલ વનસ્પતિકોષને દઢતા (સખતતા) પ્રદાન કરે છે.
  3. પ્રાણીકોષ પાસે સૌથી બહારનું આવરણ કોષરસપટલ છે.
  4. પ્રાણીકોષ પાસે કોષદીવાલ નથી.

આથી, વનસ્પતિકોષ કોષદીવાલની હાજરીથી સખત છે, જ્યારે પ્રાણીકોષ કોષદીવાલની ગેરહાજરીના કારણે પ્રમાણમાં નરમ છે.

પ્રશ્ન 6.
સંતાનો તેમનાં માતાપિતાને લક્ષણોની રીતે મળતા આવે છે.
ઉત્તરઃ

  1. સજીવોમાં આનુવંશિકતાનો એકમ જનીન છે.
  2. જનીન કોષકેન્દ્રમાં આવેલા રંગસૂત્રો પર ગોઠવાયેલા છે.
  3. આ જનીનો પિતૃપેઢીમાંથી ? સંતતિ(બાળપેઢી)માં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે.
  4. માતાપિતાના જનીનો આનુવંશિક (વારસાગત) રીતે તેમના સંતાનને મળે છે.

આથી, સંતાનો લક્ષણોની રીતે તેમના માતાપિતાને મળતા આવે છે.

3. તફાવત આપોઃ

પ્રશ્ન 1.
કોષરસપટલ અને કોષકેન્દ્રપટલ,
ઉત્તરઃ

કોષરસપટલ

કોષકેન્દ્રપટલ

 1. તે બધા જ સજીવકોષોમાં આવેલું છે. 1. તે ફક્ત સુકોષકેન્દ્રી કોષમાં આવેલું હોય છે.
2. તે જીવરસને ઘેરતું પટલ છે. 2. તે કોષકેન્દ્રદ્રવ્યને ઘેરતું પટલ છે.
3. તે કોષમાં વિવિધ પદાર્થોની અવર-જવરનું નિયમન કરે છે. 3. તે કોષરસ અને કોષકેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવરનું નિયમન કરે છે.

પ્રશ્ન 2.
ડુંગળીનો કોષ અને ગાલનો કોષ.
ઉત્તરઃ

ડુંગળીનો કોષ

ગાલનો કોષ

1. તે વનસ્પતિ કોષ છે. 1. તે પ્રાણીકોષ છે.
2. તેને સેલ્યુલોઝની બનેલી કોષદીવાલ હોય છે. 2. તેને કોષદીવાલ હોતી નથી.
૩. તેમાં હરિતકણો હોય છે. 3. તેમાં હરિતકણો હોતાં નથી.
4. તેમાં મોટી એક કે વધુ સંખ્યામાં રસધાનીઓ હોય છે. 4. તેમાં રસધાની હોતી નથી.

GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો

પ્રશ્ન 3.
એકકોષી સજીવ અને બહુકોષી સજીવ
ઉત્તરઃ

એકકોષી સજીવ

બહુકોષી સજીવ

1. શરીર માત્ર એક જ કોષનું બનેલું હોય છે. 1. શરીર એક કરતાં વધુ કોષોનું બનેલું હોય છે.
2. પેશી, અંગ કે અંગતંત્રો હોતાં નથી. 2. પેશી, અંગ કે અંગતંત્રો હોઈ શકે છે.
3. અમીબા, પૅરામીશિયમ, યુગ્લિના વગેરે એકકોષી સજીવો છે. 3. કીડી, માછલી, દેડકો, હંસરાજ, બારમાસી વગેરે બહુકોષી સજીવો છે.

4. યોગ્ય જોડકાં બનાવોઃ

પ્રશ્ન 1.

વિભાગ ‘A’

વિભાગ ‘B’

(1) શ્વેતકણ (a) ગોળાકાર
(2) રક્તકણ (b) અનિયમિત આકાર
(3) ચેતાકોષ (c) ત્રાકાકાર
(4) સ્નાયુકોષ (d) લાંબા અને શાખિત

ઉત્તરઃ
(1) → (b), (2) → (a), (3) → (d), (4) → (c).

પ્રશ્ન 2.

વિભાગ ‘A’

વિભાગ ‘B’

(1) કોષરસ (a) દોરી જેવી સંરચના
(2) કોષકેન્દ્રિકા (b) રંગીન સંરચના
(3) રંગસૂત્ર (c) જેલી જેવું સ્વરૂપ
(4) હરિતકણ  (d) નાની ગોળાકાર સંરચના

ઉત્તરઃ
(1) → (c), (2) → (d), (3) → (a), (4) → (b).

પ્રશ્ન 3.

વિભાગ ‘A’

વિભાગ ‘B’

(1) એકકોષી સજીવ (a) શાહમૃગનું ઈંડું
(2) આદિકોષકેન્દ્રી (b) ડુંગળીનો કોષ
(3) સૌથી મોટો કોષ (c) નીલહરિત લીલ
(4) મોટી રસધાની (d) પેરામીશિયમ

ઉત્તરઃ
(1) → (d), (2) → (c), (3) → (a), (4) → (b).

GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો

પ્રશ્ન 4.

વિભાગ ‘A’

વિભાગ ‘B’

(1) ચેતાકોષ (a) પ્રકાશસંશ્લેષણ
(2) કોષદીવાલ (b) સંક્લન તેમજ સહનિયમન
(3) કોષરસપટલ (c) દઢતા
(4) હરિતદ્રવ્ય (d) પદાર્થોની કોષમાં અવરજવર

ઉત્તરઃ
(1) → (b), (2) → (c), (3) → (d), (4) → (a).

(C) વિસ્તૃત પ્રસ્નોઃ

પ્રશ્ન. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો

પ્રશ્ન 1.
મનુષ્યશરીરમાં આવેલા કોઈ પણ ત્રણ વિવિધ આકારના કોષની આકૃતિ દોરી, તેના નામ, આકાર અને કાર્ય જણાવો.
ઉત્તર:
GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો 5

પ્રશ્ન 2.
કોષકેન્દ્રને આધારે કોષના પ્રકારની સમજૂતી આપો.
ઉત્તર:
કોષકેન્દ્રને આધારે કોષના બે પ્રકાર છેઃ
(1) આદિકોષકેન્દ્રી કોષઃ

  1. તેમાં કોષકેન્દ્ર સુયોજિત હોતું નથી.
  2. તેમાં કોષકેન્દ્રદ્રવ્ય અને કોષરસને અલગ કરતું કોષકેન્દ્રપટલ આવેલું નથી.
  3. આ પ્રકારના કોષોવાળા સજીવો આદિકોષકેન્દ્રી સજીવો તરીકે ઓળખાય છે.
    ઉદાહરણઃ બૅક્ટરિયા, નીલહરિત લીલ.

(2) સુકોષકેન્દ્રી કોષઃ

  1. તેમાં સુયોજિત કોષકેન્દ્ર આવેલું છે.
  2. કોષકેન્દ્ર રસ અને કોષરસને અલગ પાડતું કોષકેન્દ્રપટલ આવેલું હોય છે.
  3. કોષરસમાં કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રંજકકણ વગેરે અંગિકાઓ આવેલી હોય છે.
  4. આ પ્રકારના કોષોવાળા સજીવો સુકોષકેન્દ્રી સજીવો તરીકે ઓળખાય છે.
    ઉદાહરણ મનુષ્ય, મરધી, શાહમૃગ, ઉંદર.

GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો

પ્રશ્ન 3.
કોષકેન્દ્ર અને તેને સંબંધિત રચનાઓ સમજાવો.
ઉત્તરઃ
કોષકેન્દ્રમાં નીચેની રચનાઓ સમાવિષ્ટ છેઃ

  1. કોષકેન્દ્રપટલઃ તે કોષકેન્દ્રને કોષરસથી અલગ કરે છે. કોષકેન્દ્રપટલ છિદ્રો ધરાવે છે. કોષકેન્દ્ર અને કોષરસ વચ્ચે પદાર્થોની અવરજવરનું નિયંત્રણ કરે છે.
  2. કોષકેન્દ્રિકાઃ કોષકેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે. તેને કોષકેન્દ્રિકા કહે છે.
  3. રંગસૂત્રોઃ કોષકેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ જોવા મળે છે. તેને રંગસૂત્રો કહે છે. રંગસૂત્રો જનીનો ધરાવે છે.
    રંગસૂત્રો કોષવિભાજન દરમિયાન જ જોવા મળે છે. રંગસૂત્રો તેમજ તેના પર આવેલા જનીનો DNAના બનેલા છે, તેઓ આનુવંશિક લક્ષણોનું પિતૃપેઢીમાંથી સંતતિ(બાળપેઢી)માં વહન કરે છે. કોષકેન્દ્રનું કાર્ય આનુવંશિક લક્ષણો ઉપરાંત કોષની ક્રિયાઓનું નિયમન કરે છે.

પ્રશ્ન 4.
પેશી, અંગ અને તંત્રનું આયોજન કેવી રીતે થાય છે? વનસ્પતિ અને પ્રાણીમાં અંગ વડે થતાં વિશિષ્ટ કાર્યોનાં ઉદાહરણ આપો.
ઉત્તરઃ

  1. પેશીનું આયોજન નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહથી થાય છે.
  2. વિવિધ પેશીઓના સંગઠનથી અંગોનું આયોજન થાય છે. તેમાં પેશી તે ખરેખર કોષોથી બનેલી હોય છે.
  3. ચોક્કસ કાર્યો કરતાં અંગોના સંગઠનથી તંત્રનું આયોજન થાય છે. આમ, સજીવોમાં કોષોથી → પેશી → અંગ અને અંતે તંત્રનું આયોજન થાય છે.
  4. પ્રાણીમાં કોઈ તંત્રનાં અંગો અલગ અલગ કાર્ય કરે છે. દા. ત., પોષણ કાર્ય માટે પાચનતંત્રનાં અંગો પાચન, અભિશોષણ, સ્વાંગીકરણ કાર્ય કરે છે.
  5. વનસ્પતિમાં મૂળ દ્વારા પાણી અને ખનીજક્ષારોના શોષણનું જ્યારે પર્ણ દ્વારા પ્રકાશસંશ્લેષણ ક્રિયાથી ખોરાક નિર્માણનું કાર્ય કરવામાં આવે છે.

પ્રશ્ન 5.
કોષોના કદમાં વિવિધતા સમજાવો.
ઉત્તર:
કોષોના કદમાં વિવિધતા જોવા મળે છે.

  1. સજીવોમાં કોષનું કદ 1 મીટરના 10 લાખમા ભાગ જેટલું સૂક્ષ્મ હોઈ શકે છે.
  2. મોટા ભાગના કોષો કદમાં સૂક્ષ્મ હોય છે. તે નરી આંખે જોઈ શકાતા નથી. તેમનું અવલોકન સૂક્ષ્મદર્શક યંત્ર વડે થઈ શકે છે.
  3. કેટલાક કોષ સેન્ટિમીટર જેટલા લાંબા પણ હોય છે. દા. ત., પ્રાણીઓમાં ચેતાકોષ અને સ્નાયુકોષ લાંબા હોય છે.
  4. એસિટોબુલેરિયા લીલનો એક કોષ 10 સેન્ટિમીટર લંબાઈ ધરાવતો હોય છે.
  5. સૌથી નાના બૅક્ટરિયલ કોષનું કદ 0.1થી 0.5 માઈક્રોમીટર છે.
  6. સૌથી મોટો કોષ શાહમૃગનું ઈંડું છે. તેનું કદ 170 mm × 130 mm છે.
  7. કોષોનું કદ સજીવના કદ સાથે સંબંધિત નથી.
  8. કોષોના કદનો સંબંધ તેનાં કાર્યો સાથે હોય છે. જુદાં જુદાં કાર્ય કરતા કોષોના કદ જુદા જુદા હોય છે.

GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો

પ્રશ્ન 6.
વનસ્પતિકોષોમાં જોવા મળતી પરંતુ પ્રાણીકોષોમાં ન હોય તેવી રચનાઓ સમજાવો.
ઉત્તર:
વનસ્પતિકોષોમાં જોવા મળતી પરંતુ પ્રાણીકોષોમાં ન હોય તેવી રચનાઓ કોષદીવાલ અને રંજકકણ છે.
કોષદીવાલ:

  1. વનસ્પતિકોષમાં કોષરસપટલની બહાર કોષદીવાલ આવેલી છે.
  2. તે કોષોને આકાર તેમજ દઢતા આપે છે.
  3. કોષરસપટલની સાથે વધારાના જાડાં પડ તરીકે કોષદીવાલ વનસ્પતિકોષોના રક્ષણ માટે જરૂરી છે.
  4. વનસ્પતિકોષો તાપમાન, પવનની ગતિ, વાતાવરણમાં ભેજના પરિવર્તનથી પ્રભાવિત થતા હોવાથી તેમાં કોષદીવાલ જરૂરી છે.

રંજકકણ :

  1. પર્ણના કોષના કોષરસમાં વેરવિખેર સંરચનાઓ રંજકકણ છે.
  2. તે જુદા જુદા રંગમાં હોય છે.
  3. કેટલાક રંજકકણ લીલા રંગના હોય છે. તેને હરિતકણ કહે છે.
  4. હરિતકણ પર્ણના લીલા રંગ માટે જવાબદાર છે. (5) હરિતકણમાં પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક હરિતદ્રવ્ય (ક્લોરોફિલ) હોય છે.

HOTS પ્રકારના પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો 6 માં લખો.

પ્રશ્ન 1.
કઈ કોષીય અંગિકા આદિકોષકેન્દ્રી કોષ અને સુકોષકેન્દ્રી કોષ બંનેમાં જોવા મળે છે?
A. રંજકકણ
B. રિબોઝોમ
C. મેસોઝોમ
D. લાયસોઝોમ
ઉત્તર:
B. રિબોઝોમ

પ્રશ્ન 2.
શ્વેતકણ માનવશરીરના કયા તંત્રના કોષો ગણાય છે?
A. પાચનતંત્ર
B. શ્વસનતંત્ર
C. પ્રજનનતંત્ર
D. રુધિરપરિવહનતંત્ર
ઉત્તર:
D. રુધિરપરિવહનતંત્ર

પ્રશ્ન 3.
નીચેનામાંથી કયો સુકોષકેન્દ્રી કોષ કોષકેન્દ્ર ધરાવતો નથી?
A. અસ્થિકોષ
B. કાસ્થિકોષ
C. રક્તકણ
D. સ્નાયુકોષ
ઉત્તર:
C. રક્તકણ

GSEB Class 8 Science Important Questions Chapter 8 કોષ – રચના અને કાર્યો

પ્રશ્ન 4.
પિતૃપેઢીમાંથી શું પ્રાપ્ત થવાને કારણે સંતતિમાં ભિન્ન લક્ષણો જોવા મળે?
A. વિકૃત જનીન
B. સંયોજિત જનીન
C. A અથવા B
D. વિકલ્પી જમીન
ઉત્તર:
C. A અથવા B

પ્રશ્ન 5.
પ્રકાશસંશ્લેષી આદિકોષકેન્દ્રી સજીવ કયું છે?
A. યુગ્લિના
B. સ્પાયરોગાયરા
C. યીસ્ટ
D. સાયેનો બૅક્ટરિયા
ઉત્તર:
D. સાયેનો બૅક્ટરિયા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *