GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ

Gujarat Board GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ Textbook Questions and Answers, Textbook Activities Pdf.

તરુણાવસ્થા તરફ Class 8 GSEB Solutions Science Chapter 10

GSEB Class 8 Science તરુણાવસ્થા તરફ Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર

પ્રશ્ન 1.
શરીરમાં જોવા મળતાં પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવિત પદાર્થનું નામ શું છે?
ઉત્તરઃ
શરીરમાં જોવા મળતાં પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સવિત પદાર્થનું નામ અંતઃસ્ત્રાવ છે.

પ્રશ્ન 2.
તરુણાવસ્થાની વ્યાખ્યા આપો.
ઉત્તર:
જીવનકાળની એ અવસ્થા જેમાં શરીરમાં પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્તિ માટેનાં પરિવર્તનો થાય છે તેને તરુણાવસ્થા કહે છે.

GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ

પ્રશ્ન 3.
ઋતુસ્ત્રાવ શું છે? વર્ણવો.
ઉત્તરઃ
સ્ત્રીમાં 12 – 13 વર્ષની વયથી લગભગ 28 – 30 દિવસના અંતરાલે પ્રજનનમાર્ગથી શરીરની બહાર થતા રક્તસ્રાવને ઋતુસ્ત્રાવ કહે છે.

સ્ત્રી ગર્ભવતી ન થાય ત્યાં સુધી 12 – 13 વર્ષની વયથી લગભગ 45 – 50 વર્ષની ઉંમર સુધી પ્રતિમાસ ઋતુસ્ત્રાવ થાય છે.

અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું જો ફલન ન થાય, તો તેવી સ્થિતિમાં અફલિત અંડકોષ તથા ગર્ભાશયનું અંદરનું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે. તેને તુસ્ત્રાવ કે રજોસાવ કહે છે.

ઋતુસ્ત્રાવ થવો એ સ્ત્રી ગર્ભવતી નથી તેની નિશાની છે.

પ્રશ્ન 4.
યૌવનારંભ દરમિયાન જોવા મળતાં શારીરિક પરિવર્તનોની યાદી બનાવો.
ઉત્તર:
યોવનારંભ દરમિયાન જોવા મળતાં શારીરિક પરિવર્તનોઃ

  1. ઊંચાઈમાં એકાએક વધારો થાય છે.
  2. હાથ અને પગનાં હાડકાંઓની લંબાઈમાં વધારો થાય છે અને વ્યક્તિ ઊંચો લાગે છે.
  3. શરીરના વિવિધ ભાગે વાળ ઊગવા લાગે છે.
  4. છોકરામાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે. જ્યારે છોકરીમાં નિતંબનો વધુ વિકાસ થવા લાગે છે.
  5. છોકરામાં સ્વરપેટી મોટી થઈ ગળાના ભાગમાં બહારની તરફ ઊપસી આવે છે અને અવાજ ઘેરો બને છે.
  6. પ્રસ્વેદ અને તૈલગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે.
  7. પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને પ્રજનનાંગોના વિસ્તારમાં વાળ ઊગે છે.
  8. છોકરામાં દાઢી-મૂછ ઊગવાની શરૂઆત થાય છે. (ix) છોકરીઓમાં સ્તનગ્રંથિનો વિકાસ થાય છે.

પ્રશ્ન 5.
બે કૉલમવાળું કોષ્ટક બનાવો જેમાં એક કૉલમમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નામ અને તેની સામે બીજા કૉલમમાં તેના દ્વારા સવિત અંતઃસ્ત્રાવોનાં નામ લખો.
ઉત્તરઃ
અંતઃસ્ત્રાવી ગ્રંથિ – સંવિત અંતઃસ્ત્રાવો

  1. પિટ્યૂટરી ગ્રંથિ – વૃદ્ધિ અંતઃસ્ત્રાવ
  2. થાઇરૉઇડ ગ્રંથિ – થાઇરોક્સિન
  3. સ્વાદુપિંડ – ઈસ્યુલિન
  4. એડ્રિનલ ગ્રંથિ – એડ્રિનાલિન
  5. શુક્રપિંડ – ટેસ્ટોસ્ટેરોન
  6. અંડપિંડ – ઇસ્ટ્રોજન

GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ

પ્રશ્ન 6.
જાતીય અંતઃસ્ત્રાવ એટલે શું? તેનું નામકરણ આ પ્રકારે કેમ કરવામાં આવ્યું છે? તેનાં કાર્યો જણાવો.
ઉત્તરઃ
જાતીય અંતઃસ્ત્રાવ એટલે ગૌણ જાતીય લક્ષણોના વિકાસ અને નિયમનનિયંત્રણ કરતા અંતઃસ્ત્રાવ.

જાતીય અંતઃસ્ત્રાવનું નામકરણ આ પ્રકારે કરવામાં આવ્યું છે, કારણ કે તેનો સાવ જાતીય અંગ(જનનપિંડ)માંથી થાય છે અને તેની અસર હેઠળ વિકસતાં લક્ષણો છોકરા અને છોકરીને જુદા દેખાવામાં મહત્ત્વનાં છે.

જાતીય અંતઃસ્ત્રાવનાં કાર્યો ગૌણ જાતીય લક્ષણો જેવાં કે, છોકરાના ચહેરા પર વાળ (દાઢી-મૂછ) ઊગવા, છાતી પર વાળ, છોકરીમાં સ્તનગ્રંથિનો વિકાસ, નિતંબનો વધુ વિકાસ વગેરે કાર્ય કરે છે.

છોકરા અને છોકરીઓ બંનેમાં બગલમાં તથા પ્યુબિક વિસ્તારમાં વાળ ઊગવાનું કાર્ય કરે છે.

7. સાચો વિકલ્પ પસંદ કરોઃ

પ્રશ્ન 1.
તરુણોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ, કારણ કે …
A. ઉચિત ખોરાકથી તેમના મગજનો વિકાસ થાય છે.
B. શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે.
C. તરુણને બધા સમયે ભૂખ લાગતી હોય છે.
D. તરુણમાં સ્વાદાંકુરોનો વિકાસ પૂર્ણ થયેલો હોય છે.
ઉત્તરઃ
B. શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે.

પ્રશ્ન 2.
સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે …
A. ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે.
B. સ્તનનો વિકાસ શરૂ થાય છે.
C. શરીરનું વજન વધે છે.
D. શરીરની ઊંચાઈ વધે છે.
ઉત્તરઃ
A. ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે.

GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ

પ્રશ્ન 3.
નીચેનામાંથી કયો ખોરાક તરુણો માટે ઉચિત છે?
A. ચિપ્સ, નૂડલ્સ, કોકાકોલા
B. રોટલી, દાળ, શાકભાજી
C. ભાત, નૂડલ્સ, બર્ગર
D. શાકાહારી, ટિક્કી, ચિપ્સ તથા લેમન પીણું
ઉત્તરઃ
B. રોટલી, દાળ, શાકભાજી

પ્રશ્ન 8.
નીચેના પર નોંધ લખો:
(a) કંઠમણિ
(b) ગૌણ જાતીય લક્ષણો
(c) ગર્ભસ્થ શિશુમાં લિંગનિશ્ચયન
ઉત્તરઃ
(a) કંઠમણિ યોવનારંભમાં છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાત મોટી થઈ જાય છે.
છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઊપસી આવે છે. તેને કંઠમણિ (Adam’s apple) કહે છે. તેના કારણે છોકરાઓનો અવાજ ઘેરો હોય છે.

(b) ગૌણ જાતીય લક્ષણો છોકરાઓને છોકરીઓથી અલગ પાડતાં લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે.
છોકરી બંનેમાં બગલમાં તેમજ પ્યુબિક વિસ્તારમાં વાળ ઊગવા, છોકરામાં દાઢી-મૂછ તેમજ છાતી પર વાળ, ઘેરો અવાજ જ્યારે છોકરીમાં સ્તનગ્રંથિનો વિકાસ, તીણો અવાજ વગેરે ગૌણ જાતીય લક્ષણો છે.

(c) ગર્ભસ્થ શિશુમાં લિંગનિશ્ચયન ગર્ભસ્થ શિશુની જાતિ(લિંગ)નું નિશ્ચયન લિંગી રંગસૂત્રો વડે થાય છે.

મનુષ્યમાં સ્ત્રીનો અફલિત અંડકોષ હંમેશાં x લિંગી રંગસૂત્ર ધરાવે છે. પુરુષમાં શુક્રકોષો બે પ્રકારના – ફક્ત X લિંગી રંગસૂત્ર ધરાવતા અને ફક્ત Y લિંગી રંગસૂત્ર ધરાવતા હોય છે.

ફલન થાય તે ક્ષણે જ ગર્ભસ્થ શિશુનું લિંગનિશ્ચયન થઈ જાય છે. જો X લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ફલનમાં ભાગ લે તો યુગ્મનજનું લિંગ રંગસૂત્ર બંધારણ XX થશે. આ યુગ્મનજ માદા (છોકરી) તરીકે વિકાસ પામે. જો Y લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો યુગ્મનજનું લિંગ રંગસૂત્ર બંધારણ XY થશે. આ યુગ્મનજ નર (છોકરા) તરીકે વિકાસ પામે.
GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ 1
આમ, ગર્ભસ્થ શિશુના લિંગનિશ્ચયન માટે ક્લનમાં ભાગ લેતા શુક્રકોષમાં રહેલું લિંગી રંગસૂત્ર કે સંતાનના પિતા જવાબદાર છે.

GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ

પ્રશ્ન 9.
શબ્દ કોયડો ઉકેલવા માટે ચાવીઓના જવાબના અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરોઃ
(ADAM’S APPLE, ENDOCRINE, TESTOSTERONE, TARGET SITE, ADOLESCENCE, INSULIN, LARYNX, ESTROGEN, HORMONE, PUBERTY, PITUITARY, THYROID)
આડી ચાવીઃ
3. છોકરાઓમાં બહારની તરફ ઊપસેલ સ્વરપેટી
4. નલિકાવિહીન ગ્રંથિઓ
7. અંતઃસ્ત્રાવી ગ્રંથિ કે જે મગજ સાથે જોડાયેલ છે.
8. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ
9. સ્વાદુપિંડીય અંતઃસ્ત્રાવ
10. માદા અંતઃસ્ત્રાવ

ઊભી ચાવીઃ
1. નર અંતઃસ્ત્રાવ
2. થાઇરોક્સિનનો સ્ત્રાવ કરતી ગ્રંથિ
3. તરુણાવસ્થાનું બીજું નામ
5. અંતઃસ્ત્રાવો અહીં રુધિર પ્રવાહની મદદથી પહોંચે છે.
6. સ્વરપેટી
7. તરુણાવસ્થામાં આવતાં પરિવર્તનો માટેનો શબ્દ
GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ 2
ઉત્તર:
GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ 3

પ્રશ્ન 10.
નીચે આપેલા કોષ્ટકમાં છોકરા અને છોકરીનું આયુષ્ય વૃદ્ધિના સંદર્ભે તેઓની અનુમાનિત ઊંચાઈના આંકડા દર્શાવવામાં આવ્યા છે. છોકરા તેમજ છોકરીઓ બંનેની ઊંચાઈ તેમજ ઉમરને દર્શાવતા એક જ આલેખ પેપર પર આલેખ દોરો. આ આલેખ પરથી તમે શું તારણ કાઢી શકશો?
GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ 4
ઉત્તર:
GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ 5
GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ 6
આલેખ પરથી તારણઃ શરૂઆતમાં છોકરીઓ છોકરાઓ કરતાં ઝડપથી વૃદ્ધિ પામે છે. પરંતુ 18 વર્ષની ઉંમરે બંને તેમની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. જુદી જુદી વ્યક્તિઓમાં ઊંચાઈમાં થતી વૃદ્ધિનો દર જુદો જુદો હોય છે.

GSEB Class 8 Science તરુણાવસ્થા તરફ Textbook Activities

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:

વર્ગમાં સૌથી ઊંચા અને સૌથી વામન (નીચા) વિદ્યાર્થીને તેમની ઊંચાઈની ગણતરી કરી નક્કી કરવા.
સાધન-સામગ્રી: માપપટ્ટી, નોટબુક.
પદ્ધતિઃ

  1. માપપટ્ટી વડે વર્ગખંડની એક દીવાલ પર 1 ફૂટ, 2 ફૂટ, 3 ફૂટ, 4 ફૂટ, 5 ફૂટ, 6 ફૂટ રેખાંકન કરો.
  2. 4 ફૂટના રેખાંકનની ઉપર 6 ફૂટ સુધી સેમીનું પણ રેખાંકન કરો.
  3. હવે, તમારી નોટબુકમાં વિદ્યાર્થીનાં નામ અથવા રોલ નંબર અને સામે તેની ઉંમર વર્ષમાં અને તેની ઊંચાઈનાં ખાનાં તૈયાર કરો.
  4. હવે, તમારા વર્ગના દરેક વિદ્યાર્થીની ઊંચાઈ માપી, નોટબુકમાં તૈયાર કરેલા ટેબલમાં ઉંમર અને ઊંચાઈની નોંધ કરો.
  5. નીચે આપેલા કોકની મદદથી તેમની પૂર્ણ ઊંચાઈનું અનુમાન કરો.
  6. તમારા રેકૉર્ડ પરથી સૌથી ઊંચા અને સૌથી નીચા વિદ્યાર્થી નક્કી કરો.

1 ફૂટ = 30.48 સેમી
1 ફૂટ = 12 ઇંચ

અવલોકનઃ
વર્ગમાં વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 14 વર્ષ છે અને તેમણે સરેરાશ 93 % ઊંચાઈ પ્રાપ્ત કરી છે.

નિર્ણયઃ
વર્ગમાં સૌથી ઊંચા વિદ્યાર્થીનું નામ X છે. તેની ઊંચાઈ 4.9″ ફૂટ અને સૌથી નીચા વિદ્યાર્થી Yની ઊંચાઈ 4.1″ ફૂટ છે.

પ્રવૃત્તિ 2:

આપેલી માહિતી પરથી ઉમર → ઊંચાઈનો આલેખ તૈયાર કરવો.
GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ 7

GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ

સાધન-સામગ્રી:
માહિતીનું કોષ્ટક, આલેખપત્ર, પેન્સિલ, માપપટ્ટી.
પદ્ધતિઃ

  1. એક આલેખપત્ર લો.
  2. તેના પર માપપટ્ટી અને પેન્સિલ વડે આડી X-અક્ષ અને ઊભી Y-અક્ષ દોરો.
  3. X-અક્ષ પર ઉંમર અને Y-અક્ષ પર ઊંચાઈની ટકાવારી દર્શાવો.
  4. કોષ્ટકમાં છોકરા અને છોકરીએ ઉંમરના વર્ષોમાં પ્રાપ્ત કરેલી ઊંચાઈ ટકાવારી આલેખ પર દર્શાવો.
  5. આલેખ પર દર્શાવેલા સંકેતોને જોડી સળંગ લાઈન તૈયાર કરો.

હવે, તમારી ઉંમરને આલેખ પર વિશિષ્ટ સ્વરૂપે નિર્દેશિત કરો. તમે ઊંચાઈની જે ટકાવારી પ્રાપ્ત કરી છે. તેની જાણકારી મેળવો. તરુણાવસ્થાને અંતે જે ઊંચાઈને પ્રાપ્ત કરી શકશો તેની ગણતરી કરો.
GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ 8
(આકૃતિ : આયુષ્યની સાથે વધતી ઊંચાઈની ટકાવારી નિર્દેશિત કરતો આલેખ)
અવલોકન :
કોષ્ટક આધારે દોરેલા ગ્રાફ પરથી જણાય છે કે છોકરીમાં તરુણાવસ્થા એક-બે વર્ષ વહેલી શરૂ થાય છે.

આલેખ પર મારી ઉંમરને ૭ ચિહનથી દર્શાવી છે. આ ઉંમરે વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઈના 95 % ઊંચાઈ પ્રાપ્ત કરી છે.
મારી પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી,
વર્તમાન ઊંચાઈ (સેમી) = 133 સેમી
વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઈના % = 95
∴ \(\frac{133}{95}\) × 100 = 140 સેમી
નિર્ણય:
તરુણાવસ્થાને અંતે મારી ઊંચાઈ 140 સેમી થશે.

પ્રવૃત્તિ 3:

આયોડિનયુક્ત મીઠાના મહત્ત્વ પર નોંધ તૈયાર કરવી.

આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ આગવું મહત્ત્વ ધરાવે છે. આપણા દેશમાં મોટા ભાગના વિસ્તારોમાં પીવાના પાણીમાં આયોડિનનો અભાવ છે. આપણા દેશમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ સંબંધિત તકલીફો વધારે પ્રમાણમાં જોવા મળે છે. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની ઊણપથી ગૉઈટર રોગ થાય છે. આ સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જરૂરી માત્રામાં આયોડિન પૂરું પાડવું આવશ્યક છે. તેનો સૌથી સરળ માર્ગ આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ છે. આયોડિનયુક્ત મીઠું શરીરની દૈનિક આયોડિન જરૂરિયાત સંતોષે છે અને થાઇરૉઇડ ગ્રંથિનું કાર્ય યોગ્ય રીતે જાળવી રખાય.

પ્રવૃત્તિ 4:

તમારા મિત્રોનું એક જૂથ બનાવો. એવા ખાદ્ય પદાર્થોનાં નામ લખો, જે તમે ગઈ કાલે, નાસ્તામાં, બપોરે કે પછી સાંજના ભોજનમાં ખાધા હોય. એવા ખાદ્ય પદાર્થોની ઓળખ મેળવો કે જે ચોક્કસ વૃદ્ધિ માટે જવાબદાર હોય. જંકફૂડને પણ ઓળખો કે જે તમે ગઈ કાલે ખાધા હોય.
હું અને મારા મિત્રોનો આહાર
GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ 9
મેં સવારે નાસ્તામાં સંતુલિત આહાર દૂધનો ઉપયોગ કર્યો. બ્રેડ, રોટલી, બટાટામાં કાર્બોદિત, બટર(માખણ)માં ચરબી, મગમાં પ્રોટીન, વેજિટેબલમાં વિટામિન અને ખનીજ ક્ષારો વૃદ્ધિ માટે અગત્યના છે. મારા આહારમાં જંકફૂડ બ્રેડ હતી.

GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ

પ્રવૃત્તિ 5:

તરુણના આહારના પોષક પદાર્થોની આવશ્યકતાનો ચાર્ટ તૈયાર કરવો.
GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ 10
(માંસ)
માંસ વૃદ્ધિ માટે પ્રોટીન પ્રદાન કરે છે.

GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ 11
(શાકભાજી)
શાકભાજી રક્ષણાત્મક ખોરાક તરીકે વિટામિન અને ખનીજ ક્ષારો પ્રદાન કરે છે.

GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ 12
(ફળો)
ફળો વિટામિન અને ખનીજ ક્ષારો પ્રદાન કરે છે.

GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ 13
(દૂધ અને ઈંડાં)
દૂધ સંતુલિત આહાર છે. જે બધા જરૂરી પોષક ઘટકો પ્રદાન કરે છે. ઈંડાં પ્રોટીન અને ચરબી પ્રદાન કરે છે.

GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ 14
(અનાજ)
અનાજ ઊર્જા માટે કાબોદિત પ્રદાન કરે છે.
[આકૃતિ: ખોરાકના પોષક પદાર્થો]

પ્રવૃત્તિ 6:

તમારા વર્ગમાં એવા વિદ્યાર્થીઓના આંકડા એકત્રિત કરો કે જે નિયમિત વ્યાયામ (કસરત) કરે છે, તથા એવા વિદ્યાર્થીઓના પણ આંકડા એકત્રિત કરો કે જે કસરત કરતા નથી. શું તમને તેમની ચુસ્તી તથા સ્વાથ્યમાં કોઈ ફરક જોવા મળે છે? નિયમિત કસરતના લાભ પર એક અહેવાલ તૈયાર કરો.

મારા વર્ગમાં કુલ 33 છોકરા અને 22 છોકરીઓ છે. 33 વિદ્યાર્થીઓ પૈકી 8 નિયમિત વ્યાયામ કરે છે. જ્યારે 25 કરતા નથી. નિયમિત વ્યાયામ કરતા વિદ્યાર્થીઓ સ્કૂર્તિલા અને તંદુરસ્ત છે. નિયમિત કસરતના લાભ :

  1. સ્કૂર્તિ અને ચુસ્તી વધે છે.
  2. એકાગ્રતા વધે છે.
  3. શરીરની તાણ સહન કરવાની ક્ષમતા વધે છે.
  4. યાદશક્તિ વધે છે.
  5. રોગપ્રતિકારકતા વધે છે.
  6. સ્વાચ્ય સ્તર વધે છે.
  7. ખોરાકની પાચનક્ષમતા વધે છે.
  8. થાક અને કંટાળો દૂર થાય છે.
  9. ગાઢ નિદ્રા મળે / અનિદ્રાની તકલીફ દૂર છે.

GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ

વિશેષ પ્રવૃત્તિઓ

પ્રવૃત્તિ 1:

બાળલગ્નની કાનૂની પરિસ્થિતિ અને બાળલગ્નથી સર્જાતી સમસ્યાઓ પર વક્તવ્ય તૈયાર કરવું.

બાળલગ્ન એટલે નાની ઉંમરે લગ્ન. આપણા દેશમાં છોકરીઓ માટે લગ્નની વય 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષની છે. આ વયથી નાની ઉંમરે લગ્ન એટલે કે બાળલગ્ન કાનૂની અપરાધ છે. તેના માટે જેલ અને આકરા દંડની સજાની જોગવાઈ છે.

બાળલગ્ન સામાજિક દૂષણ છે. તેનાથી વિવિધ સમસ્યાઓ સર્જાય છે. પુરુષ કુટુંબના ભરણપોષણ માટે કમાતો નથી. સ્ત્રી નાની વયે સામાજિક અને કૌટુંબિક જવાબદારી નિભાવવા પરિપક્વ નથી. શારીરિક રીતે પણ નબળી હોવાથી, આ ગાળામાં ગર્ભવતી બને તો બાળજન્મ માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોતી નથી. કેટલીક વખત પ્રસૂતિ માતા-બાળક બંને માટે જીવલેણ નીવડી શકે છે. બાળક અપૂરતા વજનનું અને નબળું જન્મવાની શક્યતા છે. બાળલગ્નથી સૌથી મોટી સમસ્યા સ્ત્રીશિક્ષણમાં ઘટાડો થવાની છે.

પ્રવૃત્તિ 2:

HIV/AIDS વિશે સમાચારપત્ર તેમજ પત્રિકાઓમાંથી માહિતી એકત્રિત કરો.
HIV / AIDS વિશે 15થી 20 વાક્યોની નોંધ લખો.

Hઇ(હ્યુમન ઈમ્યુનોડેફિસિયન્સી વાઇરસ)ના સંક્રમણથી થતી. AIDS (ઐક્વાયર્ડ ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ) બીમારી ખૂબ જ ચેપી, ગંભીર અને જીવલેણ છે.

HIVનો ચેપ અજાણ્યા વ્યક્તિ સાથે અસુરક્ષિત યૌનસંબંધો, HIV ચેપગ્રસ્ત વ્યક્તિના રુધિરનો ઉપયોગ, ચેપગ્રસ્ત ઇજેક્શન સોય-સીરિજ, ચેપગ્રસ્ત સ્ત્રી દ્વારા ગર્ભસ્થ શિશુમાં, ચેપગ્રસ્ત માતાના દૂધ વડે બાળકમાં ફેલાય છે.

1 ડિસેમ્બરને 1988થી દર વર્ષે વિશ્વ એઈસ દિવસ તરીકે ઓળખવામાં આવે છે.

સમાચારપત્રો, દશ્ય-શ્રાવ્ય સાધનો દ્વારા સમાજની વ્યક્તિઓને એઇટ્સની ગંભીરતા, તેનો ફેલાવો અટકાવવાનાં પગલાંથી માહિતગાર કરવા સઘન પ્રયાસો કરવામાં આવે છે.

HIV મનુષ્ય શરીરના પ્રતિકાર કોષોમાં પ્રવેશી તેનો નાશ કરે છે. પરિણામે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી જાય છે. શરીર વિવિધ રોગોનો ભોગ બને છે અને અંતે વ્યક્તિનું મૃત્યુ થાય છે.

હાલના તબક્કે એઇટ્સને સંપૂર્ણ મટાડે તેવી કોઈ અસરકારક દવા કે રસી પ્રાપ્ત નથી. તેથી એઇટ્સને ફેલાતો રોકવો એ જ તેની સારવાર છે. AIDSને શરીરમાં પ્રબળ બનતો રોકવા ART (ન્ટિ રિટ્રો વાઈરલ ટ્રીટમેન્ટ) પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.

GSEB Solutions Class 8 Science Chapter 10 તરુણાવસ્થા તરફ

પ્રવૃત્તિ ૩:

વસ્તીગણતરીના આધારે આપણા દેશમાં 1000 પુરુષોની સાપેક્ષે 882 સ્ત્રીઓ છે. જાણકારી મેળવો કે…

(a) ઓછી માત્રા માટે સમાજની શું ચિંતા છે. યાદ રાખો કે, છોકરો કે છોકરી જન્મવાની સંભાવના એકસરખી છે.
ઉત્તરઃ
સ્ત્રીઓની ઓછી માત્રાથી પુરુષોને લગ્ન માટે સ્ત્રી પાત્ર મેળવવાની સમસ્યા, બળાત્કાર, સ્ત્રી પર હુમલા, નાની બાળકીઓ પર યૌનસંબંધી ગુનાઓમાં વધારો સમાજની મુખ્ય ચિંતા છે.

(b) એગ્નિઓસેન્ટેસિસ શું છે તથા આ તકનિક કઈ રીતે ઉપયોગી છે? ભારતમાં આ તકનિક દ્વારા ગર્ભસ્થ શિશુની જાતિ પરીક્ષણ કરવા માટે કેમ પ્રતિબંધ છે?
ઉત્તરઃ
સ્ત્રીના ગર્ભાશયમાં વિકસતા ભૂણની ફરતે રહેલા ઉલ્વ પ્રવાહીને જંતુરહિત ઈજેશન સીરિજ વડે બહાર ખેંચવાની ક્રિયાને એગ્નિઓસેન્ટેસિસ કહે છે.

આ તકનિક વિકસતા ભૂણમાં રહેલી જનીનિક ખામીને જન્મ પહેલાં જાણવા માટે ઉપયોગી છે. જો કોઈ જનીનિક ખામી જણાય તો ગર્ભપાત કરી ભૂણને દૂર કરી અસાધ્ય ખામીયુક્ત બાળકનો જન્મ અટકાવી શકાય છે.

ભારતમાં આ તકનિક દ્વારા ગર્ભસ્થ શિશુની જાતિ પરીક્ષણ માટે પ્રતિબંધ છે. કારણ કે જન્મ પહેલાં ગર્ભસ્થ શિશુ જો માદા જાતિનું નક્કી થાય છે, તો ઘણા દંપતિ ગર્ભપાત દ્વારા માદા ભૂણ હત્યા કરાવે છે. પરિણામે સમાજમાં પુરુષ-સ્ત્રી જાતિ-પ્રમાણ અનિયમિત થાય છે.

Leave a Comment

Your email address will not be published.